શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: શુક્રવાર, 25 ડિસેમ્બર 2020 (17:02 IST)

ખૂબ જ શુભ સંયોગવાળુ રહેશે હેપ્પી ન્યૂ ઈયર, 31 ડિસેમ્બર 2020ની સાંજથી બનશે આ ખાસ 3 યોગ

નવ વર્ષને હવે થોડાક જ દિવસ બાકી છે. વર્ષ 2020ના અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરના રોજ અનેક શુભ સંયોગ બનશે.  જ્યોતિષ મુજબ 2021 શુભ સંયોગવાળુ રહેશે.  આવામાં આ લોકો માટે ખુશીઓ અને પ્રોગ્રેસ લઈને આવશે. નવ વર્ષને લઈને લોકોના મનમાં સવાલ છે કે છેવટે તેમને માટે 2021 કેવુ રહેશે.  વર્ષ 2020નો અંતિમ દિવસ નવા વર્ષની પ્રથમ સવાર સુધી સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ સહિત અનેક શુભ યોગ બની રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે નવા વર્ષની શરૂઆત ખૂબ શુભ બની શકે છે. જાણો  નવ વર્ષ એટલે કે 2021 માં ક્યા ક્યા શુભ સંયોગ બની રહ્યા છે.  
 
1. અમૃત સિદ્ધિ યોગ - અમૃત સિદ્ધિ યોગને કાર્યોની પૂર્તિ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. 31 ડિસેમ્બર 2020 એટલે કે વર્ષનો અંતિમ દિવસ સાંજે 7 
 
વાગીને 49 મિનિટથી 1 જાન્યુઆરી 2021 સૂર્યોદય સુધી અમૃત સિદ્ધિ  યોગ રહેશે. જ્યોતિષ મુજબ અમૃત સિદ્ધિ યોગમાં નવા વર્ષની શરૂઆત ખૂબ જ લાભકારી 
 
અને શુભકારી સાબિત થઈ શકે છે. 
 
2. ગુરૂ પુષ્ય યોગ - વર્ષના અંતમાં બીજો સૌથી શુભ સંયોગ ગુરૂ પુષ્ય યોગ બની રહ્યો છે. સૂર્ય દેવતાની પૂજા માટે ગુરૂ પુષ્ય યોગને શુભ માનવઆમાં આવે છે. 
 
એવુ કહેવાય છે કે આ યોગમાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી બીમારીઓથી મુક્તિ મળે છે. આ સાથે જ ભગવાન વિષ્ણુની ગુરૂ પુષ્ય યોગમાં પૂજા કરવાથી 
 
બધા બગડેલા કામ બની જાય છે. ગુરૂ પુષ્ય યોગ સાંજે 7 વાગીને 49 મિનિટથી 1 જાન્યુઆરી સૂર્યોદય સુધી રહેશે. 
 
3. સર્વાર્થ સિદ્ધિ યોગ - હેપી ન્યૂ ઈયર એટલે કે 2021ની પઊર્વ સંધ્યા પર સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે.  આ શુભ યોગ 31 ડિસેમ્બરના રોજ સૂર્યોદયથી 1 
 
જાન્યુઆરી સૂર્યોદય સુધી રહેશે.  એવુ માનવામાં આવે છે કે આ શુભ સંયોગમાં કાર્યોમાં સફળતા મળે છે. એવી માન્યતા છે કે સર્વાર્થ સિદ્ધિ યોગમાં મા લક્ષ્મીની 
 
કૃપા વરસે છે.