સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : શુક્રવાર, 1 જાન્યુઆરી 2021 (13:55 IST)

નવા વર્ષમાં કરશો આ ઉપાય તો 2021માં નહિ આવે કોઈ સંકટ

નમસ્કાર વેબદુનિયા ગુજરાતીના જ્યોતિષ ચેનલમાં આપનુ સ્વાગત છે. આજે અમે આપને બતાવી રહ્યા છે નવ વર્ષ 2021 માટે કરવાના કેટલાક ઉપાયો વિશે માહિતી.. 

મિત્રો થોડાક જ દિવસોમાં 2020 વર્ષનો અંત થઈ જશે અને 2021 વર્ષની શરૂઆત થશે. 2020માં કોવિડને કારણે માત્ર આપણો દેશ જ નહી પરંતુ આખી દુનિયા પરેશાન થઈ છે. જેથી આ વખતે નવા વર્ષને લઈને સૌની ઈચ્છાઓ વધુ વધતી દેખાય રહી છે.  દરેક કોઈ ઈચ્છે છે કે આવનારુ વર્ષ 2021 ફક્ત ખુશીઓ જ લઈને આવે,  શુ તમે પણ એવુ જ ઈચ્છો છો ને ? 
 
ચોક્ક્સ તમે પણ એવુ જ ઈચ્છતા હશો પણ માત્ર ઈચ્છા કરવાથી બધુ મળી જતુ નથી, આ માટે તમને થોડી મહેનત પણ કરવી પડશે.  આજે અમે તમને બતાવી રયા છીએ એવા ખાસ ઉપાય જેને અપનાવીને તમે તમારુ નવ વર્ષ વધુ સારુ કરી શકો છો. આ ઉપાય તમારે આવનારા વર્ષમાં બે વાર કરવા પડશે. જ્યોતિષ મુજબ આ ઉપાયો કર્યા પછી જાતકનુ જીવન પ્રોગ્રેસ કરવા માંડે છે તો પછી આવો જાણીએ આ ઉપાયો 
 
- નવા વર્ષમાં જુદા જુદા પાણીવાળા નારિયળ લઈને તમારી પરથી અને તમારા પરિવારના દરેક સભ્ય પરથી 21 વાર ઉતારીને તેને અગ્નિમાં પ્રગટાવો અથવા વહેતા જળમાં પઘરાવી દો. ધ્યાન રાખો કે આ ઉપાય ગુરૂવારના દિવસે કરવો વધુ લાભદાયક માનવામાં આવે છે.  માન્યતા છે કે તેનાથી અલા બલા નજર બધુ નાશ પામે છે. 
 
- સૂતા પહેલા તમારા માથા પાસે તાંબાના લોટામાં જળ મુકો . સવારે ઉઠતા જ આ પાણીને બહાર ફેંકી દો અથવા બાવળના  ઝાડમાં નાખી દો. ધ્યાન રાખો કે આ ઉપાય ઓછામાં ઓછા 11 દિવસ કરો. એવુ કહેવાય છે કે આ ઉપાય કરવાથી જાતકના શારીરિક અને માનસિક રોગ દૂર થઈ જાય છે.
 
- કાળુ, સફેદ કે બેરંગ વાળો ધાબળો લઈને તેને 21 વાર તમારા પરથી ઉતારીને કોઈ ગરીબને આપી દો. આ કામ તમે એક વખત પણ કરી શકો છો. પરંતુ આ ઉપાય શનિવારે કરવો ખૂબ સારો માનવામાં આવે છે. 
 
- નવા વર્ષને વધુ સારુ બનાવવા માટે વહેતા પાણીમાં રેવડી, બતાશા, મધ કે સિંદૂર વહાવો. જ્યોતિષ મુજબ જે વ્યક્તિની કુંડળીમાં મંગળદોષ હોય તેણે મંગળવારે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપરાંત મંગળના શુભ પ્રભાવ માટે આંખોમાં કાળો સુરમા પણ લગાવી શકો છો. 
 
- વર્ષમાં ક્યારેક ક્યારેક તમારી ક્ષમતા મુજબ કોઈ અંધ, અપંગ, સંન્યાસી વ્યક્તિ કે કોઈ ગરીબ નાની કન્યાઓને ભોજન કરાવો. એવુ કહેવાય છે કે તેનાથી કુંડળીમાં રહેલા દરેક પ્રકારના શનિદોષ દૂર થાય છે. 
 
- નવા વર્ષમાં ઓછામાં ઓછા 2 વખત હનુમાનજીને ચૌલા ચઢાવાનો પ્રણ જરૂર લો.  ધ્યાન રાખો કે ચોલા મંગળવારે કે શનિવારે જ ચઢાવો. 
 
- આ ઉપરાંત નવા વર્ષમાં ઓછામાં ઓછા 2 કોઈપણ સારુ સ્થાન  જોઈને લીમડો, પીપળો, વડ, શમી કે કેરીનુ ઝાડ વાવો.  જ્યોતિષનુ કહેવુ છ એકે જે વ્યક્તિ એક પીપળ, એક લીમડો, દસ આમલી, ત્રણ બેલપત્તી, ત્રણ આમળા અને પાંચ કેરીના ઝાડ વાવે છે, તે કયારેય પણ નરકના દર્શન નથી કરતો મતલબ તેના જીવનમાં ક્યારેય ઘોર વિપત્તિ આવતી નથી. 
 
અને જો શક્ય હોય તો વર્ષમાં એક બે વાર કોઈ તીર્થ સ્થળ પર દર્શન કરવા જરૂર જાવ. 

તો મિત્રો આ હતા લાલ કિતાબ મુજબ નવ વર્ષ 2021 માં કરવામાં આવતા કેટલાક ઉપાય વિશે માહિતી.. જો આપને અમારો આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી.