ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: શનિવાર, 1 મે 2021 (00:04 IST)

May Monthly Horoscope 2021 - આ બે રાશિઓને આ મહિને પ્રમોશન મળવાના યોગ

મેષ - મહિનાના શરૂઆતના અઠવાડિયામાં કેટલીક પરિસ્થિતિઓ પીડાદાયક રહેશે. કાર્ય-વેપારમાં વધઘટ સાથે પરિસ્થિતિઓ આગળ વધશે પરંતુ મહિનાના ઉત્તરાર્ધમાં ભાગ્ય વધશે. ધંધામાં પ્રગતિશીલ પરિસ્થિતિઓ વગેરે રહેશે. આર્થિક સ્થિતિમાં ગુણાત્મક સુધારણા થશે. માન-પ્રતિષ્ઠા વધશે. નોકરીઓ માટે આ અઠવાડિયું પણ અનુકૂળ છે. તમને પ્રમોશન અથવા બઢતીનો લાભ મળી શકે છે. ઘર પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે, મંગળ કાર્ય થવાની સ્થિતિ બની શકે છે. ઘરેલું વાતાવરણ સુખદ રહેશે. વેપારીઓ માટે આ મહિનો દરેક દ્રષ્ટિકોણથી અનુકૂળ રહેશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જો વ્યક્તિ શેર બજાર અથવા બજારમાં નાણાંનું રોકાણ કરે છે, તો પછી લાભની સ્થિતિ થઈ શકે છે.
 
વૃષભ -  સંતાનનો સહયોગ મળશે. નોકરીમાં થોડો સંઘર્ષ થશે. પારિવારિક ચિંતાઓને કારણે ધંધામાં થોડો ઘટાડો થઈ શકે છે. બિનજરૂરી મુસાફરી અને ખર્ચની પણ જરૂર છે. ભાઈ અને સબંધીઓનો સહયોગ ઓછો રહેશે. વિરોધીઓ સક્રિય રહેશે. બિનજરૂરી ભ્રમણ અથવા ખર્ચના યોગ  છે. વિદ્યાર્થીઓ માટે આ સમય મિશ્રિત રહેશે, તેમ છતાં શિક્ષણ પ્રત્યેની રુચિ વધશે. જીવનશૈલીમાં સુધાર થશે માનસિક તણાવથી વિવાદની સ્થિતિ થઈ શકે છે. વેપારીઓએ વિચારપૂર્વક કામ કરવાનો સમય છે. ભાગીદારીમાં નુકસાન થઈ શકે છે. મિત્રો અને સ્વજનો તરફથી પૈસા મળી શકે છે. વિચારશીલ કાર્ય સાથે વસ્તુઓ પાટા પર પાછા આવશે.
 
મિથુન રાશિ - આ મહિનાની શરૂઆત તમારે માટે ધનદાયક રહેવાની છે. આ મહિને ભરપૂર જોર લગાવતા કોઈ સરકારી કામમાં થોડી ઘણી પ્રગતિ થશે. તમારો તેજ પ્રભાવ રહેશે.  પછી આગળ સમય સારી સ્થિતિ મુકશે. અવિવાહિત જાતકોને વિવાહ માટે સંબંધોની વાત પાકી થઈ શકે છે. કાર્ય વ્યવસાયમાં ભરપૂર સફળતા મળતી રહેશે. જોકે 9 તારીખથી કોઈ મૂલ્યવાન વસ્તુની ચોરી અથવા કોઈ નિકટના વ્યક્તિ સાથે ઝગડો થવાના યોગ નિર્મિત થઈ રહ્યા છે. તેથી વિશેષ રૂપે સાવધાની રાખો. 
 
કર્ક રાશિ -  આ મહિનાની શરૂઆતમાં જ શરીરમાં રુગ્ણતા અનુભવાશે. જે વ્યક્તિ પહેલાથી જ કોઈ રોગથી પીડિત રહે છે તેને જૂનો રોગ ફરીથી ઉભરાશે એવી શક્યતા છે.  સાથે જ ખુદની માતા અથવા ઘરના કોઈ વડી સ્ત્રી માટે પણ સમય કષ્ટકારક રહેવાનો કુયોગ નિર્મિત થઈ રહ્યો છે.  આ મહિનામાં મોટા લોકો સાથે મેળાપ સહયોગ થશે પણ ખોટા મિત્રોથી નુકશાનનો ભય. પછી આગળનો સમય સફળતા આપનારો. 
 
સિહ રાશિ - આ મહિનાની શરૂઆતમાં જ ભાગ્ય સુંદર સાથ આપશે.  અત્યાર સુધી અટકેલા કાર્ય અલ્પ પ્રયાસથી જ સંપૂર્ણતાને પ્રાપ્ત થશે.  ધાર્મિક કાર્યોમાં ખર્ચ થશે અને મન પ્રફુલ્લિત થશે. સંતાન પ્રાપ્ત થવાન યોગ  મુશ્કેલીઓનો ભય પણ વેપારી કાર્યમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે.  પછી આગળનો સમય ભાગદોડનો હોઈ શકે છે. 
 
કન્યા રાશિ -ક
 
તુલા રાશિ - આ મહિનાની શરૂઆતમાં શરીર ઉર્જાવાન રહેશે. જેને કારણે તમે ડબલ ઉત્સાહથી કામ કરી શકશો. વેપાર વ્યવસાયમાં આશાવાદી સફળતા પ્રાપ્ત થશે. ઘર પરિવાર અને જીવનસાથી સાથે સારો તાલમેલ કાયમ રહેશે.  ઘરમાં લગ્ન-વિવાહ યોગ્ય સભ્યો માટે સંબધો પાકા થઈ શકે છે.  આ મહિને સરકારી કાર્યમાં પગલા બઢત તરફ. મોટા લોકો મહેરબાન રહેશે.  વેપાર વ્યવસાયમાં લાભ પણ ગૂંચવણો ઉભી થતા તમારી બધી યોજના બગડવાનો ડર રહેશે.  આ મહિને વેપારી ટૂર કરશો નહી અને આ ઉપરાંત કોઈ જવાબદારીમાં ફસાશો નહી. જો કે આગળ સમય સારો રહેશે.  
 
વૃશ્ચિક રાશિ - આ મહિનાની શરૂઆતથી જ શરીરમાં રુગ્ણ્તા રહેશે. જૂના રોગ કષ્ટ આપી શકે છે. જૂના લીધેલા કર્જને ચુકવવાની ચિંતા પણ રહેશે. આ સમય વિદ્યાર્થીઓ માટે સફળતા પ્રાપ્ત કરવામાં સહાયક રહેશે. માતૃપક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. આ મહિને ધ્યાન રાખો કે તબિયતમાં ખરાબ હોવાને કારણે કોઈની સાથે ઝગડો થઈ જાય. પણ કામકાજી દશા આરામદાયક રહેશે. સફળતા સાથ આપશે.  સાઢેસાતી કોઈને કોઈ કામમાં અવરોધ નાખવાની છે. સાવધાની રાખો. આમ તો આ મહિનો દરેક રીતે સારો રહેશે પણ આગળ સમય નુકશાન -પરેશાની અને તણાવ કાયમ રાખનારો રહેશે. 
 
ધનુ રાશિ - આ મહિનાની શરૂઆતમાં તન મન અત્યાધિક સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશે. આ સમયે તમારુ શરીર, બુદ્ધિ અને ભાગ્યનો અદ્દભૂત સહયોગ મળશે. આ જ સમય છે જેમા તમે તમારા બધા જૂના અને રોકાયેલા કાર્યો પતાવી લો અને સમયનો સદ્દપયોગ કરો.  સંતાન તરફથી સાથ સહયોગ મળતો રહેશે. મનની પ્રસન્નતા પણ કાયમ રહેશે. આ મહિનાની તંદુરસ્તી બગડવી અને કોઈ સરકારી કામના ગુંચવણો-બગડવાનો ભય પણ સામાન્ય પરિસ્થિતિ અનુકૂળ ચાલતી રહેશે. 26થી 27 સાંજ સુધી ખાન-પાન સાચવીને કરી લેવુ ઠીક રહેશે.  પછી આગળ સમય વ્યવસાયિક રૂપે સારો સમજો. 
 
મકર રાશિ - આ મહિનાની શરૂઆતથી જ મન ચંચળ અને આશિક સ્વભાવનો રહેશે. વિપરિત લિંગ તરફ વિશેષ આકર્ષણ રહેશે. ખૂબ સમજી વિચારીને પગલુ લેજો. ખોટી બદનામી મળી શકે છે. જો મન કરતા બુદ્ધિથી કામ લેશો તો જૂનો ચાલી રહેલો પ્રેમ પ્રસંગ મંજીલ સુધી પહોંચી શકે છે.  આ મહિનો તંદુરસ્તી મામલે સાવધ રહો. પણ કામકાજી મોરચા પર સ્થિતિ ઠીક. મન પર સાત્વિક વિચાર પ્રભાવી રહેશે. 26થી 27 સાંજ સુધી કામકાજની દશા સારી. બંને પતિ-પત્ની એકબીજા પ્રત્યે અનુકૂળ રહેશો. આ સમય ભ્રમણ મનોરંજન, આમોદ પ્રમોદ અને ભોગ વિલાસની સામગ્રીઓ પર ખર્ચ કરવામાં જ વ્યતીત થશે. પિતાના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો. 
 
કુંભ રાશિ - આ મહિનો દુશ્મનો વધતા અને તંદુરસ્તી બગડવાનો ભય રહેશે.  પણ કામકાજના કાર્યોમાં કદમ આગળ વધશે. 
મિત્ર-સહયોગ કરશે.  મહિનાનો પૂર્વાર્ધ તમારા માટે ખૂબ ભાગદોડવાળો રહેશે. પણ આ ભાગદોડનુ યોગ્ય ફળ તમને મળશે. આ સમય જ્ઞાન પ્રાપ્તિમાં વિશેષ સહાયક રહેશે અને વિદ્યાર્થીઓને મહેનત મુજબ સારી સફળતા પ્રાપ્ત થવાના યોગ છે. જે જાતક ખૂબ લાંબી સમયાવધિથી કોઈ રોગા વગેરેનો સામનો કરી રહ્યા છે તેમને માટે સમય થોડુ કષ્ટમય વાતાવરણ નિર્માણ કરી શકે છે.  તમારા ખાન-પાન અને ડોક્ટરની સલાહ પર જરૂર ધ્યાન આપો.  ખાન-પાન મર્યાદામાં કરો. પછી આગળ સમય સારો રહેશે. ઉપયોગી વાર્તાલાપ થશે. કોઈ સમસ્યાનુ સમાધાન તમારા પ્રયાસોથી શક્ય છે. સામાજીક સન્માન અને યશ મળશે. વેપાર સારો ચાલશે. 
 
મીન રાશિ - આ મહિને વેપાર સંતોષજનક. પ્રયત્ન કરવા પર યોજનાઓ આગળ વધશે. પણ દુશ્મનોથી સાવધ રહેવુ જરૂરી છે. 
મહિનાના પૂર્વાર્ધમાં ઘર પરિવારમાં કોઈ શુભ પ્રસંગની તક આવશે. તમારી વાણીમાં ખૂબ ઓજસ્વિતા રહેશે. જેનાથી તમારા બધા કાર્ય સહજ રૂપે બની જશે. ધનાગમનની સારી શક્યતા છે.  કાર્ય રોજગાર ઉત્તમ રહેશે. માતાના સ્વાસ્થ્યમાં ગરબડ થઈ શકે છે.  કોઈ મિત્ર પાસેથી અશુભ સમાચાર મળી શકે છે. આ મહિને આર્થિક અને વેપારી દશા સારી. સફળતા સાથ આપશે. અલબત્ત આગળ સમય તંદુરસ્તી માટે સારો રહેશે.