શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: શુક્રવાર, 5 નવેમ્બર 2021 (08:32 IST)

વિક્રમ સંવંત 2078નુ વાર્ષિક રાશિફળ - વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ તેમની મહેનત પ્રમાણે લાભકારી રહેશે

હેલ્થ- વિક્રમ સંવંત 2078માં તમારું સ્વાસ્થય સારું રહેશે પણ પેટના રોગો પ્રત્યે બેદરકારી ન રાખવી. ગૈસ , અપચથી સંકળાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.આથી ખાવા-પીવાની બાબતમાં સાવધાની રાખવી. વિક્રમ સંવંત 2078ના ગ્રહ નક્ષત્ર આ સંકેત આપી રહ્યા છે કે એલર્જીની સમસ્યાથી ગ્રસ્ત હોવાની શકયતા છે. આથી સાવધાની જરૂરી છે. નિયમિત વ્યાયામ અને સારી ઉંઘ લેવું આવું કરવાથી તમે રોગથી બચી રહેશો. તમે રોજ હળવી-ફુલ્કા વ્યાયામ કરવું જોઈએ અને ઉંઘ પૂરી લેવી જોઈએ આથી તમે ખરાબ સ્વાસ્થયથી દૂર રહેશો. 
 
પરિવાર- વિક્રમ સંવંત 2078માં ઘરમાં સુખ -સુવિધાની વસ્તુઓ લેવાથી પર જોર વધશે. મેરિડ લાઈફમાં મધુરતા વધારવાના પ્રયાસ કરો. વાદ-વિવાદથી બચવું. એક -બીજાને સારી રીતે સમજવાના પ્રયાસ કરો. દરરોજ અની ભાગ-દોડથી જુદા થઈ લાઈફ -પાર્ટનરની સાથે ખૂબસૂરત પળ ગુજારવાની કોશિશ કરે તો સારું રહેશે. સંતાન પક્ષની સફળતાથી ખાસ ખુશી મળી શકે છે. તમારું લાઈફ પાર્ટનરને સ્વાસ્થય પ્રતિ પૂર્ણ ધ્યાન આપવું જોઈએ. વર્ષના બીજા ભાગથી તમારા લાઈફ પાર્ટનર સાથે ખૂબ ખુશીઓ ઉજવી શકશો. સમય આનંદથી ભરપૂર રહેશે. તમારા વ્યવહારમાં લવ અને ઈમોશનસનો વધારો થઈ શકે છે. તમારી લાઈફ પાર્ટનર તમારા પ્રત્યે વધારે સમર્પિત રહેશે. તમારા શિષ્ટાચારથી પ્રભાવિત થઈ પારિવારિ લોક તમારાથી પ્રસન્ન રહેશે. 
 
અભ્યાસ - વિક્રમ સંવંત 2078 સ્ટૂડેંટસના હિસાબથી અનૂકૂળ રહેશે. ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી રહેલા સ્ટૂડેંટસને મનભાવતું પરિણામ મળવાની શકયતા છે. તમારી એકાગ્રતામાં વધારો થશે. તમે સબ્જેક્ટસને વધારે થી વધારે વાંચશો. આથી તમારું અભ્યાસ પહેલાથી ખૂબ સારું થશે અને પરિણામમાં પૉજિટિવ પરિણામ જોવા મલશે. જે સ્ટૂડેંટસ વિદેશમાં જઈને ઉચ્ચ શિક્ષા મેળવા ઈચ્છે છે તેને નવા અવસર મળવાથી આશા છે. પ્રતિયોગી પરીક્ષામાં ભાગ લેનાર માટે સમય અનૂકૂળ છે. વિક્રમ સંવંત 2078 જણાવે છે કે તમે શિક્ષા સંબંધી બધા કાર્યમાં સફળતા મેળવી શકો છો. 
 
પ્રોફેશનલ- વિક્રમ સંવંત 2078 તમારા માટે ખૂબ મેહનત વાળું રહેશે. કાર્ય ધીમો પણ નક્કી ગતિથી આગળ વધશે. તમે માનસિક રીતે મજબૂત બનશો. પ્રોફેશનલને લઈને તમારા નિવાસ સ્થાનથી દૂર જવું પડી શકે છે. વ્યાપાર વૃદ્ધિ માટે નવી યોજના બનશે. મોટા સ્તરની યોજનાઓમાં સોચી વિચારીને જ નિવેશ કરવું. આવકના નવા સ્ત્રોત બનશે. સતત દૃઢ નિશ્ચયથી અડિગ રહેવાથી જ સફળતાને પ્રાપ્ત કરી શકશો. ધંધા વિસ્તાર કરતા પહેલા જોખમની શકયતાઓને ધ્યાનમાં રાખવું ધૈર્યથી કામ લો. વર્ષ 2078ના મધ્યથી તમારા બગડેલા કામ ફરીથી બનવાના યોગ છે. તમે તમારા વિરોધીઓથી મુકાબલો કરવામાં સક્ષમ રહેશો. પ્રોફેશનને લઈને વિદેશ  યાત્રામાં સફળતા મળવાની શકયતા છે. પ્રાપર્ટી અને શેયર નિવેશમાં લાભ મળી શકે છે. 
 
પ્રેમ સંબંધ - વિક્રમ સંવંત 2078 લવ બર્ડસ માતે અનૂકૂળ રહેશે. આ સમયમાં તમે ખૂબ આકર્ષક લાગી શકો છો. કોઈ વિપરીત લિંગીના પ્રત્યે તમારા રૂઝાન વધશે. એકથી વધારે પ્રેમ સંબંધ પણ સ્થાપિત થઈ શકે છે. તમારા પાર્ટનરની ઈમોશંસના પ્રત્યે વધારે સંવેદનશીલ રહેશો. નવા લોકો તમારાથી મિત્રાતા કરવા માટે ઉત્સુક રહેશે. નવા રિલેશનસ માટે સમય ખૂબ સારું રહેશે. આ વર્ષ કોઈ નવું પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. શારીરિક સુખની કરતા માનસિક સુખ વધારે મળશે. 
 
આર્થિક સ્થિતિ - વિક્રમ સંવંત 2078 ની શરૂઆતમાં ખર્ચામાં વધારો થશે. ધનાર્જન માટે સતત પ્રયાસ કરવા પડી શકે છે. ધંધામાં ધનની અવાર-જવારનો સ્તર સંતુલિત રહેશે. સુખ સુવિધાઓ પર વધારે ખર્ચ થશે. વિલાસિતા પર લગામ લગાડો નહી તો કેટલીક આર્થિક સમસ્યાઓ થઈ શકે છે. વિક્રમ સંવંત 2078 ના બીજા ભાગથીએ તમારા બગડેલા કાર્યમાં સુધાર થશે.ધન કમાવવાના ખૂબ સારા અવસર મળવાની શકયતા છે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે અને બીજા સ્ત્રોતના માધ્યમથી ધન મળી શકે છે. પોતે પરિશ્રમથી  વધારે ધન અર્જિત કરી શકશો. શેયર બજાર કમીશન વગેરેના કાર્યથી લાભ મળી શકે છે.