મંગળવાર, 29 જુલાઈ 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: શનિવાર, 30 ઑક્ટોબર 2021 (08:12 IST)

આ ત્રણ રાશિની સ્ત્રીઓ પુરૂષોને હંમેશા આકર્ષિત કરે છે...

લોકોનું  માનવુ છે કે પુરૂષોના સ્વભાવમાં સ્ત્રીઓ તરફ આકર્ષિત થવુ સામાન્ય છે.  તેઓ સહેલાઈથી કોઈપણ સ્ત્રી તરફ આકર્ષિત થઈ જાય છે. પણ જ્યોતિષશાત્ર મુજબ ત્રણ રાશિની મહિલાઓ એવી છે જેમની તરફ પુરૂષ ખૂબ જલ્દી આકર્ષિત થઈ જાય છે. 
 
ભલે આ ત્રણ રાશિયોની મહિલાઓ સુંદરતામાં અવ્વલ ન હોય પણ તેમનો વ્યવ્હાર અને વાત કરવાની રીત પણ આકર્ષક હોઈ શકે છે.  સુંદરતાની સાથે આ પણ કારણ છે કે કોઈપણ પુરૂષ તેમનો દિવાનો બની શકે છે.   જાણો કંઈ રાશિની મહિલાઓ કરે છે પુરૂષોને સૌથી વધુ આકર્ષિત ?
વૃશ્ચિક રાશિ - આ રાશિની મહિલાઓનો ચેહરો, સ્વભાવ અને વાણી પુરૂષોને આકર્ષિત કરે છે. તેમનો આ ગુણ પુરૂષોને તેમના ઘેલા બનાવી દે છે.  તેમની વાણી મીઠી હોવાની સાથે સાથે તેઓ ખૂબસૂરત, કામુક અને સેક્સી પણ હોય છે.  આ મહિલાઓ પોતાના પાર્ટનરની પસંદગી ખૂબ સમજી વિચારીને કરે છે. 
મિથુન રાશિ - આ રાશિની મહિલાઓ વ્યવ્હારમાં મિલનસાર હોય છે. તેમનો આ સ્વભાવ પુરૂષોને લોભાવે છે અને તેઓ પોતાનુ બધુ જ તેમના પર ન્યોછાવર કરવા તૈયાર થાય છે.  આ રાશિની મહિલાઓની અપ્સરાઓ સાથે તુલના કરવામાં આવી છે.  એવુ કહેવાય છે કે આ રાશિની મહિલાઓ ઋષિઓને આકર્ષિત કરનારી રંભા અને મોહિનીની જેમ પુરૂષોને આકર્ષિત કરે છે.  આ મહિલાઓ વય વધવા છતા પણ સુંદર અને જવાન જોવા મળે છે.  તેમની સુંદરતા જ પુરૂષોને દિવાના બનાવે છે.  આ મહિલાઓ પણ બીજાની સુંદરતા તરફ આકર્ષિત થાય છે. 
વૃષભ રાશિ - આ રાશિની મહિલાઓ ખૂબ જ મનમોજી અને આકર્ષિત હોય છે. આ પોતાની શરત પર જીવે છે. તેથી તેમની સાથે દરેક પ્રકારના પુરૂષ રહી શકતા નથી. આ સ્ત્રીઓ સૌને પોતાના કંટ્રોલમાં રાખે છે.  તેમને પોતાના માટેના સાધનોની કોઈ કમી નથી હોતી કે ન તો તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ પુરૂષોને તેમની તરફ આકર્ષિત કરે છે. આ મહિલાઓ એ પુરૂષોને પસંદ કરે છે જેઓ તેમના હિસાબથી રહેવુ પસંદ કરે છે.