મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં. શિવલિંગ પર કાચુ દૂધ અને દહી અર્પિત કરો. સાથે જ ધતૂરો પણ ચઢાવો .
વૃષભ (બ,વ,ઉ) : વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષિત અને રોમાંચિત બનાવશે. આ૫ના મનગમતા મિત્રો સ્વજનો સાથે બહાર હરવા-ફરવાથી આ૫ ખૂબ જ આનંદમાં હશો. કેટલાક લોકો આપનાં આનંદમાં વિઘ્નો ઊભા કરે, પણ ફાવે નહીં. કોઈ શિવ મંદિર જઈ અને ભગવાન શિવને શેરડીનો રસ ચઢાવો
મિથુન (ક,છ,ઘ) : આ૫ના ૫રિવારનું વાતાવરણ ઉલ્લાસમય રહે. શરીર અને મનમાં તાજગી અને સ્ફૂર્તિ અનુભવાય. આ૫ના અટકી ૫ડેલાં કાર્યો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. નાનો-મોટો પ્રવાસ થાય. શિવલિંગનો દૂધથી અભિષેક કરો આંકડાના ફૂલ અર્પિત કરો.
કર્ક (ડ,હ) : ભવિષ્યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. જો આ૫ મન લગાવીને કામ કરશો તો આ૫ને કામમાં સફળતા મળશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું. વધુ પડતું ખાવું નહીં. તબિયત બગડવાની શક્યતા છે. અષ્ઠગંધ અને ચંદનથી શિવજીના અભિષેક કરો
સિંહ (મ,ટ) : શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. આર્થિક નુકસાનની શક્યતા છે. પાણીથી સંભાળવું. મધ્યાહ્ન ૫છી આ૫ આર્થિક આયોજન કરી શકો છો. બાળકો તરફથી આનંદના સમાચાર મળે. તમે શિવજીને આંકડાના ફૂલ ચઢાવો અને મિઠાઈના ભોગ લગાડો.
કન્યા (પ,ઠ,ણ) : કાલે આ૫ને રહસ્ય અને આધ્યાત્મિકતા તરફ આકર્ષણ રહેશે. વર્તમાન સમયમાં આ૫ને નાણાકીય લાભ મળે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ સમય છે. પત્ની સાથે મનમેળ રહે. ક્યાંક બહાર જવાના યોગ છે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. તમે મહાદેવને બોર, ધતૂરો ,ભાંગ અને આંકડાના ફૂલ ચઢાવો.
તુલા (ર,ત) : આવતી કાલે દિવસના ભાગમાં આ૫ની તંદુરસ્તી થોડી બગડશે અને મનમાં ગ્લાનિનો ભાવ રહેશે. ૫રિવારમાં સંભાળીને વર્તન કરવું. ધર્મકાર્ય અર્થે નાણાં ખર્ચાય. કોઈ પ્રસિદ્ધ મંદિરમાં જવાનું થાય. જળમાં જુદા-જુદા ફૂલ નાખી શિવજીને અભિષેક કરો
વૃશ્ચિક (ન,ય) : વર્તમાન સમયમાં આ૫ની શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ક્રોધ ન કરવો. સ્નેહી અને મિત્રો સાથે મળવાના પ્રસંગો ઊભા થાય. સારું ભોજન મળશે. શિવજીનો અભિષેક કરી આરતી કરો. લાલ ફૂલ ચઢાવો . મસૂરની દાળ દાન કરો
ધન (ભ,ધ,ફ) : આ૫ને સામાજિક ક્ષેત્રે ખ્યાતિ મળે. કોર્ટ-કચેરીના કાર્યથી સાવધ રહેવું. દિવસ દરમિયાન નાના-મોટા પ્રવાસનો યોગ. આજનો દિવસ આ૫ના માટે વ્યાવસાયિક, આર્થિક અને સામાજિક રીતે લાભકારી નીવડશે. આ રાશિના જાતકો ભાતથી શિવલિંગના શ્રૃંગાર કરો સૂકા મેવાના ભોગ લગાડો.
મકર (ખ,જ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. તમે ઘઉંથી શિવલિંગને ઢાંકીને વિધિવત પૂજા કરો. આ ઉપાયથી બધા સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે.
કુંભ (ગ,શ,સ) : માન-મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાના સંકેત છે. આ૫નાં દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ આ૫ના કામથી સંતુષ્ટ રહે. તેથી ધંધામાં બઢતીના યોગ છે. સફેદ અને કાળા તલ મિક્સ કરી શિવલિંગ પર ચઢાવો. બિલ્વ પત્ર ગુલાબ વગેરે ફૂલ અર્પિત કરો. એ પછી આરતી કરો
મીન (દ,ચ,ઝ,થ) : નોકરિયાતો અને વેપારીઓ માટે સવારના ભાગમાં સમય અનુકૂળ નથી. ઉ૫રી અધિકારીઓ કે હરીફો સાથે વાદવિવાદ ન કરવો. પ્રવાસની શક્યતા છે. અવિવાહિતો માટે આનંદ જેવા અથવા સગાઈના પ્રસંગ બને. પીપળ નીચે બેસીને શિવજીની પૂજા કરો. ૐ નમ: શિવાય મંત્રના 108 વાર ઉચ્ચારણ કરો