સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: શનિવાર, 23 ઑક્ટોબર 2021 (00:23 IST)

23 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 4 રાશિ પર થશે શનિદેવની કૃપા, બસ કરો આ ઉપાય

મેષ - આજે તમને ઘરમાં સૌથી વધારે માતા પિતા નો સહયોગ મળશે,કોઈ ખાસ કાર્ય પૂર્ણ થવા ને કારણે તમે ખુશ રહેશો,સાંજ સુધી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે,ઘર નો માહોલ ખુશીઓ થી ભરાયેલો રહેશે. તમને તમારા માતા પિતા કોઈ ગિફ્ટ આપી શકે છે, આવક માં વધારો જોવા મળશે,બનેલા કામ પણ બગડી શકે છે,મિત્રો નો ખરાબ ભાવ તમને હેરાન કરી શકે છે,વિદ્યાર્થીઓ એ વધારે મહેનત કરવા ની જરૂર છે. શનિદેવની આરાધના કરો. 
 
વૃષભ રાશિ -  આજે આધ્યાત્મિક રુચિ જોવા મળશે અને ધાર્મિક કાર્યોમાં તમે વ્યસ્ત રહી શકો છો. આજે તમને નસીબ સાથ આપશે અને વેપારમાં લાભ વધશે. બાળકો તરફથી ખુશી મળશે.સાંભળેલી વાતો ને ધ્યાનમાં ન લો અને હકીકત ને સારી રીતે ઓળખો,તમે નવા લોકો ના સંપર્ક માં આવી શકો છો,એનાથી તમને ફાયદો થશે,બીજા લોકો નો સહયોગ મળશે. સૂર્ય દેવને જળ આપો. 
 
મિથુન રાશિ - આજે થાકનો અનુભવ થશે.આર્થિક પક્ષ મજબૂત રહેશે,ઘર ના કામો માં વ્યસ્ત રહેશો,વેપાર ધંધા માટે નવી યોજના સફળતા પૂર્વક પૂર્ણ થશે,કોઈ સોદા માં તમને સારો ફાયદો થઈ શકે છે,આજે બાળકો સાથે તમારો સંબંધ સારો થશે આજે સાવધાનીપૂર્વક કાર્ય કરવાથી સફળતા મળશે, જોખમી કાર્યથી દૂર રહેજો. આજે વાહન ધીમી ગતિએ ચલાવજો અને કાર્યક્ષેત્રમાં કામનું ભાર જોવા મળશે, .તમારે માટે પીળી વસ્તુઓનુ દાન કરવુ શુભ રહેશે. 
 
કર્ક રાશિ - આજે નવા વસ્ત્રોની ખરીદી થશે, સન્માન પ્રાપ્ત થશે. આજે તમે કાર્યક્ષેત્રમાં કર્તવ્યનું પાલન કરશો અને સહકર્મીઓનો સહયોગ મળશે. આજે રોમાન્ટિક અંદાજથી જીવનસાથીને આનંદ મળશે. વિદ્યાર્થીઓ માટે આજ નો દિવસ સારો છે,ગરીબો ને સાલ નું વિતરણ કરવું પુણ્ય મળશે,પરિવાર માં કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ થઈ શકે છે, સૂર્ય દેવને જળ આપો. 
 
સિંહ રાશિ - આજે  અધૂરા કાર્યો પૂરા થશે અને જરૂરી ચીજવસ્તુઓ પાછળ ધનખર્ચ થશે. આજે પારિવારિક જીવનમાં સહયોગ જોવા મળશે.આજે તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ રહેશે,પ્રેમ સંબંધ માં સાવધાન રહેવું,મુશ્કેલી ઉભી થઇ શકે છે, બીમાર લોકોની તબિયતમાં સુધારો થશે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. નવા મિત્રો બનશે,તમે કોઈ વાત ને સારી રીતે સમજશો ,વ્યક્તિત્વ ઉજાગર થશે,અને મગજ નો વિકાસ થશે. તમારી પાસે લાલ વસ્તુ રાખો. 
 
કન્યા રાશિ - આજે ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરશો. મિત્રો સાથે કોઈ વિષય પર સંવાદ થઈ શકે છે. તમારા બગડેલા કાર્ય જલ્દી થી પૂર્ણ થશે,ઘર માં કોઈ નવી વસ્તુ નું આગમન થઈ શકે છે, કામ માં જોશ અને ઉત્સાહ જોવા મળશે, કારોબાર માં વિસ્તાર થશે,ભાઈ બહેન નો સહયોગ મળશે, આજે તમે કાલ્પનિક દુનિયામાં ખોવાયેલા રહેશો, સાહિત્ય અને કલામાં તમારી રુચિ રહેશે. ભગવાન શિવની આરાધના કરો. 
 
તુલા રાશિ -  આજે સમજદારીથી કાર્ય કરજો. આજે મહત્વના કાર્યો કરશો નહીં અને બાળકોની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરો.ધાર્મિક સંગીત પ્રત્યે રુચિ વધસે,સાવસ્થ્ય નું ધ્યાન રાખો,બાળક ના સાવસ્થ્ય મુશ્કેલી આવી શકે છે,તમારા સંબનધીઓ તમારા ઘરે માગલિંક કાર્યક્રમ કરી શકે છે. આજે તબિયત નરમ રહેશે, આજે ખરાબ મૂડના કારણે પરિવારનું વાતાવરણ ખરાબ થઈ શકે છે. વિષ્ણુ ભગવાનની આરાધના કરો. 
 
વૃશ્ચિક રાશિ - આજે આત્મવિશ્વાસ સાથે કાર્ય પૂરા કરી શકશો. કાર્યક્ષેત્રમાં સ્થિતિ અનુકૂળ જોવા મળશેસાવસ્થ્ય માં રુકાવટ આવશે.ફરવા જવા માટે સમય સારો છે,પાર્ટનર ના વિષ્યય માં ઉતાર ચડાવ જોવા મળશે,કાર્ય માં રુકાવટ આવી શકે છે. આજે કોઈ વિશેષ પરિણામ મળી શકે છે. આજે માનસિક રાહત મળશે, મન પરની ચિંતા દૂર થવાના કારણે ઉત્સાહમાં વધારો થશે. સૂર્ય દેવને જળ આપો. 
 
ધન રાશિ - આજે મનમાં નકારાત્મક વિચારો લાવવા દેશો નહીં. ધાર્મિક કાર્યોમાં રુચિ લેશો તો ફાયદો થશે. આજે અધિકારીઓની સાથે સારો વ્યવહાર રાખજો. આજે કોઇ જૂનો મિત્ર મળી શકે છે. આજ નો દિવસ મિલજુલ વાળો રહેશે,આકસ્મિક તમને ધન લાભ થઈ શકે છે,પરંતુ તમારી મહેનત જ તમને સફળતા અપાવશે, આજે રાશિમાં ગુરુનો પ્રવેશ થશે, નાણાની લેવડ-દેવડ પર સાવધાની રાખજો. સૂર્ય દેવને જળ આપો. 
 
મકર રાશિ - આજે તમે ઉત્સાહ અને ઉર્જાનો અનુભવ કરશો, ઘરનું વાતાવરણ શાંત જોવા મળશે. બાળકોના શિક્ષણ સંબંધિત તમે કેટલાંક નિર્ણય લેશો. આજે નાની ખરીદી થઈ શકે છે. નોકરી વર્ગ ના લોકો માટે સમય સામાન્ય છે,તમારા માટે સારું રહેશે કે તમારી ઉર્જા નવા સંબંધ બનાવવા અને કાર્ય ને સારી રીતે પૂર્ણ કરવામાં લગાવો,વિચારેલ કાર્ય પૂર્ણ થઈ શકે છે,તમે તમારી મહેનત થી સંતુષ્ટ થશો,  મા કાલીની વંદના  કરો. 
 
કુંભ રાશિ - આજે પૈસાની લેવડ-દેવડ કરશો નહીં. આજે અનુભવી અને વિશ્વાસુ વ્યક્તિની સલાહ લેવામાં સમજદારી છે. આજે વાણી પર સંયમ રાખજો અને વિવાદથી દૂર રહેજો. આજે તમે ગુસ્સા ને નિયંત્રણ માં રાખો,કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ થઈ શકે છે,કોઈ ભાવનાઓ અને અહેસાસ તમને ખાસ બનાવશે આજે મનમાં દુવિધા જોવા મળશે, આજે કોઈ વિષયમાં નિર્ણય લેતા પહેલા ચિંતા જોવા મળી શકે છે. ગણેશજીની વંદના કરો. 
 
મીન રાશિ - આજે વેપાર અને નોકરીમાં લાભ થશે, આવકમાં વધારાના પ્રયાસ સફળ થશે. વૈવાહિક જીવનમાં આનંદ પ્રાપ્ત થશે. આજે નાની દૂરની યાત્રા કરી શકો છો. કોઈ નવી યોજના પર કાર્ય કરશો.આજે તમને તમારી બુદ્ધિ અને યોગ્યતા નો પૂરો લાભ મળશે,તમારી વાતો માં મીઠાસ બનાવી રાખવી એ તમારી આદત છે, તાંબાની વસ્તુ હંમેશા પાસે રાખો.