સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : રવિવાર, 27 જૂન 2021 (21:46 IST)

સાપ્તાહિક ભવિષ્ય - જૂન 28-4 જુલાઈ સુધી કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ?

મેષઃ તમે વિપુલ ઊર્જા સાથે આગળ વધશો અને આવનારા પડકારો સામે જીત મેળવશો. આ અઠવાડિયે ળ્મારી આવકમાં નોંધપાત્ર વધારો થાય. તમારા જૂના અભિગમ અને વિચારોને ળ્મે ફગાવીને જાતને જીત માટે તૈયાર કરવા નવા વિચારો અપનાવશો. આ તબક્કે ઘણી સારી તકો તમારી રાહ જોઇ રહી છે. આ વાતમાં મીનમેખ નથી. તકોને તમારા ખિસ્સામાં સેરવી લો. તે તમારા ભવિષ્યને આકાર આપવામાં નિર્ણાયક બનશે.
 
વૃષભઃ વ્યકિતગત, ભાવનાત્મક, આધ્યાત્મિક અને આર્થિક દૃષ્ટિએ આપ એક પતંગિયાની જેમ વૃદ્ધિ પામો, વિકસો અને રૂપાંતરિત થાઓ. આ વિકાસ બૌદ્ધિક ક્ષેત્રે હોય એવી શકયતાઓ છે. આ યાત્રામાં સંદેશા વ્યવહાર અને સંપર્ક ઘણા મહત્વના છે. લોકો આપને મદદ કરશે તેથી તેમની પર વિશ્વાસ મૂકતાં શીખો. જીવનમાં યોગ્ય તક યોગ્ય સમયે ઝડપી લેવી જોઇએ. આ સપ્તાહે તમે આગળના મહિનાનું આયોજન કરશો.
 
મિથુનઃ આ સપ્તાહે આપ સંપૂર્ણપણે પારિવારિક બાબતોથી ઘેરાયેલા રહેશો વડીલોની સલાહ અને માર્ગદર્શનનો ફાયદો મળશે. નોકરી બદલવી હાલ આપના માટે યોગ્ય નહીં રહે અને આવકમાં અનિયમિતતા રહેશે. વ્યાવસાયિક કાર્યો માટે કરજ લેવાનો વિચાર કશો. પ્રેમસંબંધો માટે આ સમય અનુકૂળ નથી. પ્રેમસંબંધ પણ આ સમયગાળામાં આપના માટે કષ્ટપૂર્ણ રહેશે. ધન હાનિની સંભાવનાઓ જોવા મળશે. 
 
કર્કઃ એક મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં સફળ થાવ ત્યાં બીજી મુશ્કેલી આંગણે આવીને ઊભી રહે. આથી તમારે ધૈર્ય જાળવવાની અને બિનજરૂરી વિવાદોમાં ન પડવાની જરૂર છે. તમને આર્થિક સંકટમાંથી બહાર નીકળવામાં થોડો સમય લાગશે. ધારણાઓ આધારિત કોઇ પણ પ્રકારના વ્યવસાયિક સોદાઓથી દૂર રહેવું હિતાવહ છે. તમારે સફળ થવા માટે બેદરકારીભર્યા વિભાગને છોડવો જ પડશે.
 
સિંહઃ તમારામાંથી ઘણા પોતાના વિચારો અંગે નિર્ણય ઉપર આવીને તેનો ત્વરિત અમલ કરવા તરફ આગળ વધશે અને સદનસીબે તમારો આ નિર્ણય તમારા માટે સાચો સાબિત થાય. ચંદ્ર-ગુરુની યુતિ તમારા મગજમાં નવા વિચારોને જન્મ આપે. તમારી જુગારવૃત્તિ બહાર આવે અને પ્રવાસમાં વધારો થાય અને તે તમારા માટે સર્જનાત્મક અને સાહસિક બની રહેશેે. જીવનનો પૂરેપૂરો આનંદ મેળવવાનો આ સમયગાળો છે.
 
કન્યાઃ આ સમયગાળામાં તમને અચાનક એવા સમાચાર સાંભળવા મળે કે જેનાથી તમારી ચિંતાઓમાં વધારો થાય. આ સમયમાં શારીરિક તકલીફોનો સામનો પણ કરવો પડે અને રોજિંદા કાર્યોમાં પણ અંતરાયો આવે. નવા વ્યાવસાયિક સંબંધો સ્થાપવાનો ભરપૂર પ્રયત્નો કરશો પણ તેમાં સફળતા મળવાના આસાર દેખાતા નથી. નોકરિયાત વર્ગ માટે ઉપરી અધિકારીઓની અવકૃપાનો ભોગ બનવાનો વારો આવે તેવી શકયતા છે. 
 
તુલાઃ મહેનતને અનુરૂપ ફળ મળી રહે. આ સમયગાળામાં આપ નિર્ણયો લેવામાં મુશ્કેલીઓ અનુભવવાના કારણે આપનાં વ્યાવસાયિક કાર્યોમાં વિલંબ થાય. જોકે સાથીઓ અને ઉપરીઓનો ઈચ્છિત સહયોગ મળતા તમારી આવકમાં અવરોધ નહીં આવે. આ સમયગાળામાં વિદેશનાં સંપર્કોનો તમે ફાયદો મેળવી શકશો. આ અઠવાડિયાની એક નકારાત્મક બાબત એ પણ છે કે બિનજરૂરી બાબતોમાં તમે અટવાયેલા રહેશો.
 
 
વૃશ્ચિકઃ આ સપ્તાહે સખત પરિશ્રમ અને મજૂરી કરવી પડશે, પરંતુ માત્ર કઠોર પરિશ્રમ કરવાથી જ ઈચ્છિત પરિણામ મેળવી શકાતું નથી. બળજબરીથી વશ થઈને તો કોઈ પણ વ્યક્તિ મહેનત કરશે, તેથી આપ જે ગુણવત્તા અને સર્જનાત્મકતા દર્શાવશો તેને જ ગણતરીમાં લેવાશે. આથી આપે કામમાં ઉત્કૃષ્ટતા મેળવવાના પ્રયત્નો કરવા પડશે. તે સાચા, તેમજ હૃદયપૂર્વક કરેલા પ્રયાસોથી જ પ્રાપ્ત થશે. વિકાસ વ્યાપકરૂપે તમારા જીવન સાથે જોડાશે.
 
ધનઃ આપનું શાંતચિત્ત ગજબનું કામ કરશે. જેના કારણે આપ પોતાની જાતને સુધારવા અને ક્ષતિરહિત કરવા અંગે વિચારી શકશો. આપ અનેરા ઉત્સાહનો અનુભવ કરશો અને ધ્યેયપ્રાપ્તિ અર્થે વધારે મહેનત કરશો. આ સમય દરમિયાન આપનો અહમ થોડો વધશે, પરંતુ આ અહમ આત્મવિશ્વાસને વધારનારો હોવાથી તેની ચિંતા ન કરતા. આપ સફળતા મેળવી રહ્યા હોવાથી આપના આત્મવિશ્વાસમાં વધારો થશે.
 
મકરઃ આપના ઉચ્ચ વિચારો અને ઈરાદાઓ આ સપ્તાહમાં પ્રદર્શિત થશે. આપનાં તમામ કાર્યો સ્વયં સ્ફૂરણા અને અંતદૃષ્ટિથી પ્રેરિત હશે. આ સમયમાં તમામ કાર્યોને તમારી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વેગવાન બનાવશે. પારિવારિક બાબતોમાં પણ આપના અભિગમ અને વલણમાં આવેલો આ ફેરફાર નજરે ચઢે તેવો હશે. આ સમયમાં આપ પરિવાર તરફ પુષ્કળ પ્રેમ, જવાબદારી અને દરકાર દાખવશો.
 
કુંભઃ તમારા વિચારોની તાજગી ભવિષ્યની યોજના પર ઊંડી અસર કરશે. તમારાં લક્ષ્ય બાબતે ફેર-વિચારણા કરશો. વ્યાવસાયિક લાભ માટે નવી સમય મર્યાદા નક્કી કરશો. આ મહિનો સારો હેશે. બધા પ્રકારના કોર્ટ-કચેરીના મામલાનો નિકાલ આવશે. તમે ખુશ અને આરામદાયક સ્થિતિમાં ફરી આવશો. આ સમયગાળામાં બિનજરૂરી દલીલોમાં ન ઉતરવાની સલાહ છે. વિદેશ યાત્રાના સંકેતો મળે છે.
 
મીનઃ ‌આ સપ્તાહે તમે જે મહેનત કરશો એની સફળતા, પ્રસિદ્ધિ ઓળખ તમને મળવાને લીધે તમે એ મહેનતનો આનંદ માણી શકશો. એના લીધે ભવિષ્યમાં પણ તમને માન - સન્માન મળી શકે છે. આ સપ્તાહે નાણાંને લગતી બાબતોને ઘણું મહત્ત્વ આપશો. નાણાકીય બાબતો, આપની આવક, જવાબદારીઓ, મિલકત અને ભાવિ યોજનાઓ પાછળ આપ આપનું મગજ લડાવશો, પરંતુ આપ્તિતના સમય માટે બચત સાચવી રાખવા સલાહ છે.