બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Modified: સોમવાર, 6 જૂન 2022 (07:36 IST)

Lucky Alphabets - જે લોકોનું નામ આ 4 અક્ષરથી શરૂ થાય છે, તેઓ રોયલ લાઈફ જીવે છે

Lucky Alphabets:  જ્યોતિષમાં નામનું અત્યંત મહત્વ બતાવ્યું છે. બાળકના જન્મ પછી તેમનું નામ વિચારીને અને સલાહ લઈને રાખવામાં આવે છે. કારણ કે નામ જ વ્યક્તિનું વ્યક્તિત્વ અને ભવિષ્ય ઘણી હદ સુધી નક્કી કરે છે. નામનો વ્યક્તિના જીવન પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડે છે, તેથી નામ હંમેશા સમજી વિચારીને રાખવુ જોઈએ. આજે અમારા પંડિત અનિરુદ્ધ જોષી એવા 4 નામ ધરાવતા લોકો aવિશે જણાવી રહ્યા છે જેઓ શાહી જીવન જીવે છે.
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોનું નામ અંગ્રેજીમાં A અને ગુજરાતીમા 'અ'  અક્ષરથી શરૂ થાય છે, તેઓ ખૂબ જ મહેનતુ હોય છે. પોતાની મહેનતથી તેઓ અશક્ય કાર્યોને શક્ય બનાવે છે. જે લોકોનું નામ A અથવા 'અ'  થી શરૂ થાય છે, તેઓ ઘણા પ્રમાણિક હોય છે અને તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી રહેતી  નથી.
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોનું નામ અંગ્રેજીના 'K' અને ગુજરાતીમા 'ક' અને 'ખ' થી શરૂ થાય છે, આવા લોકો સરળ સ્વભાવના હોય છે.આ લોકો બધાને હસતા હસતા મળે છે. તેમના પર દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની વિશેષ કૃપા રહે છે. તેમને જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી.
 
જે લોકોનું નામ અંગ્રેજીના 'P' ગુજરાતીના પ થી શરૂ થાય છે, તેઓ તેમના જીવનમાં ખૂબ નામ અને પૈસા કમાવે છે. આવા લોકો ખૂબ જ સંસ્કારી અને મૈત્રીપૂર્ણ સ્વભાવના હોય છે. ઉપરાંત, દરેકની લાગણીઓનું ધ્યાન રાખે છે. આ લોકો ખૂબ જ ઝડપથી કોઈપણ વ્યક્તિને આકર્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે.
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોનું નામ અંગ્રેજીમાં 'S' અક્ષરથી  અથવા  ગુજરાતીમા 'સ'અક્ષરથી શરૂ થાય છે, તેઓ કોઈ પણ કામ કરવામાં પાછળ પડતા નથી. તેમની આ વિશેષતા  જ  આ લોકોને દરેક બાબતમાં સફળતા અપાવે છે. આ લોકો તેમના જીવનમાં ખૂબ પૈસા કમાય છે અને દરેક પ્રકારની સુખ-સુવિધાઓનો આનંદ માણે છે.