શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Updated : સોમવાર, 27 જૂન 2022 (10:25 IST)

Mangal Gochar 2022: આજે મંગળનુ મેષ રાશિમાં પરિવર્તન, આ 4 રાશિનુ થશે કલ્યાણ

mangal gochar
મંગળનું રાશિ પરિવર્તન (મંગલ રાશિ પરિવર્તન) 27 જૂને થવા જઈ રહ્યું છે. મેષ રાશિમાં મંગળનું સંક્રમણ સોમવાર, 27 જૂને સવારે 06:00 કલાકે થશે. 27મી જૂનથી 10મી ઓગસ્ટ સુધી રાત્રે 09:32 કલાકે મંગળ પોતાની રાશિ મેષ રાશિમાં સંક્રમણ કરશે. મંગળની રાશિ બદલવાથી તમામ 12 રાશિઓ પર અસર પડશે. મંગળને હિંમત અને શક્તિનો ગ્રહ માનવામાં આવે છે.
 
મેષઃ મંગળનું રાશિ પરિવર્તન વ્યવસાય અને કરિયરમાં પ્રગતિ આપનાર છે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આવકમાં વધારો થવાથી આર્થિક બાજુ મજબૂત થશે
 
મિથુન: મેષ રાશિમાં મંગળનું સંક્રમણ તમારી માટે નવી નોકરી અને પ્રગતિની તકો લાવશે. આવકમાં વધારો થશે અને કમાણીનાં અન્ય સ્ત્રોતો પણ વિકસી શકે છે. ઘણા પોઝીટીવ પરિણામ જોઈ શકશો. 
 
સિંહઃ મંગળ તમારા માટે લગ્નનો યોગ બનાવી રહ્યો છે. નાણાકીય લાભની સાથે, કારકિર્દી અને વ્યવસાયમાં વૃદ્ધિની નવી તકો મળશે. રોકાણથી તમને ફાયદો થશે.
 
તુલા: મંગળના રાશિ પરિવર્તનથી નોકરીમાં પ્રગતિ થશે. પ્રમોશન પણ થઈ શકે છે. ભાગીદારીમાં કામ કરવાથી લાભ થવાની સંભાવના છે. લગ્નજીવન સુખી રહેશે
 
7 જૂનથી 10 ઓગસ્ટ સુધી મેષ રાશિમાં રહ્યા બાદ મંગળ વૃષભ રાશિમાં સંક્રમણ કરશે. મંગળ 10 ઓગસ્ટથી 16 ઓક્ટોબર સુધી વૃષભ રાશિમાં રહેશે.