શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Updated : બુધવાર, 15 જૂન 2022 (14:51 IST)

Palmistry for Good Luck - જીવન રેખા આવી હશે તો ભાગ્યનો મળશે ભરપૂર સાથ

lucky life line
હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળી પર રહેલી બધી રેખાઓ જુદી જુદી હોય છે અને આ બધાના મતલબ ફાયદા અને નુકશાન પણ અલગ હોય છે. હથેલીમાં સૌથી મુખ્ય રેખાઓમાંથી એક છે જીવન રેખા. આ રેખા અંગૂઠા અને અનામિકા આંગળીની નીચેથે શરૂ થઈને વૃત્ત આકારમાં કાંડા સુધી ફેલાય છે. કોઈ કોઈના હાથમાં બે જીવન રેખાઓ પણ જોવા મળે છે. આ રેખાને લાઈફ લાઈન પણ કહેવાય છે.  કારણ કે આ વ્યક્તિન જીવન, આરોગ્ય, વ્યવ્હાર અને જીવન શક્તિ વિશે બતાવે છે.  આવો જાણીએ જીવન રેખા કેવી રીતે વ્યક્તિને ભાગ્યશાળી બનાવે છે. 
આવી વ્યક્તિને મળે છે સમ્માન 
જે વ્યક્તિના હાથમાં જીવન રેખા જાડી હોય છે તે ખૂબ શક્તિશાળી હોય છે. તેને સમાજમાં ખૂબ સમ્માન મળે છે અને તે મોટાભાગે રમત સંબંધિત ગતિવિધિઓમાં ભાગ લે છે.  બીજી બાજુ તેની હથેળી પર જીવનરેખા નાની હોય છે. તે ખૂબ શર્મીલા સ્વભાવના હોય છે. આ કારણે લોકો તેમના પર હાવી થવાની કોશિશ કરતા રહે છે. 
 
ખૂબ દયાવાન હોય છે આવી વ્યક્તિ 
જો કોઈ વ્યક્તિની હથેળી પર જીવન રેખા સ્પષ્ટ, ઊંડી અને અખંડ હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવી વ્યક્તિનું હૃદય પ્રેમ અને દયાથી ભરેલું હોય છે. તે જ સમયે, આવા વ્યક્તિનું સ્વાસ્થ્ય હંમેશા યોગ્ય રહે છે, જેના કારણે તે હંમેશા તેના લક્ષ્ય તરફ આગળ વધે છે. તેઓમાં રોગો સામે લડવાની સારી ક્ષમતા હોય છે. બીજી તરફ, જેમના હાથમાં જીવન રેખા જેટલી વધુ કપાયેલી અને અસ્પષ્ટ હોય છે, તેમનું જીવન તેટલું જ દયનીય હોય છે.
 
દરેક પરિસ્થિતિમાં આગળ રહે છે આવી વ્યક્તિઓ 
જો હથેળી પર બે સમાંતર જીવન રેખાઓ હોય તો આવી વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવા વ્યક્તિને દરેક કામમાં પરિવારનો પૂરો સહયોગ મળે છે અને તેમનું ભવિષ્ય હંમેશા સારું રહે છે. સમાંતર બે જીવન રેખાઓ રાખવાથી વ્યક્તિમાં ઘણો આત્મવિશ્વાસ આવે છે અને દરેક પરિસ્થિતિમાં આગળ વધે છે. આવા લોકોને તે ક્ષેત્રમાં સફળતા મળે છે જેમાં તેઓ આગળ વધે છે.
 
આવી વ્યક્તિ મહેનત કરીને સફળ બને છે 
વ્યક્તિની હથેળી પર ગુરૂ પર્વતની નીચે જીવનરેખા અને મસ્તિષ્ક રેખા મળતી આવે છે તો આ ખૂબ સારુ માનવામાં આવે છે. આવી વ્યક્તિ ખૂબ મહેનતી હોય છે. અને મહેનતના દમ પર હંમેશા આગળ વધે છે. સાથે જ આ પોતાના કાર્યને યોજનાબદ્ધ રીતે પુર્ણ કરે છે અને સંપૂર્ણ રીતે સતર્ક પણ  રહે ચે. આ જે કાર્યમાં ભાગ લે છે તેને પુરૂ કરીને જ જંપ લે છે. 
 
ધનવાન હોય છે આવી વ્યક્તિ 
 જો જીવન રેખામાંથી કોઈ શાખા નીકળીને શનિ પર્વત એટલ કે મઘ્યમા આંગળીના  નીચલા ભાગ સુધી પહોંચી રહી છે અને ફરી તે ભાગ્ય રેખા ચાલતી દેખાય રહી છે તો આવા લોકો ખૂબ ધનવાન હોય છે. આવા લોકો ખૂબ ઉર્જાવાન અને પોતાના કાર્યને લઈને સંપૂર્ણ રીતે સમર્પિત હોય છે. પરિવાર સાથે સાથે આવી વ્યક્તિ સમાજની પણ ચિંતા કરે છે અને સામાજીક કાર્યોમાં આગળ થઈને ભાગ લે છે.