શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Updated : બુધવાર, 5 જાન્યુઆરી 2022 (10:41 IST)

2022 માં આ રાશિવાળાઓની કિસ્મતનુ તાળુ ખુલી ગયુ છે, શું શામેલ છે તમારી રાશિ

જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહનો વર્ણન કરાયુ છે. દરેક ગ્રહનો તેમનો સ્વામી ગ્રહ હોય છે. દરેક ગ્રહ થોડા દિવસો પછી એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેને રાશિપરિવર્તન કહેવાય છે. ગ્રહના રાશિ પરિવર્તનનો અસર બધી 12 રાશિઓ પર પડે છે. વર્ષના અંતમાં પ્રેમ, રોમાંસ અને સૌંદર્યના કારક ગ્રહ શુક્ર રાશિ પરિવર્તિત કરશે. 
 
શુક્ર 30 ડિસેમ્બરને મકર રાશિથી નિકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબદ આ ફેબ્રુઆરી 2022 સુધી આ રાશિમાં રહેશે. શુક્ર ગોચર કેટલીક રાશિવાળાના જીવનમાં ઘણા ફેરફાર કરશે. જાણો કઈ રાશિઓને મળશે શુક્ર ગોચરનો લાભ 
 
1. મેષ- મેષ રાશિના લોકો માટે શુક્રનું ગોચર લાભદાયક રહેશે. આ દરમિયાન તમને ક્ષેત્રમાં પ્રગતિ અને ભાગ્યનો પૂરો સાથ મળશે. નવા વર્ષમાં તમે તમારા લક્ષ્યોને પણ પ્રાપ્ત કરી શકશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે.

 
2. વૃષભ- શુક્રનું ગોચર તમને ખુશીઓ લાવી શકે છે. આ સમય દરમિયાન તમને પૈસા મળવાના ચાન્સ મળશે. શુક્ર ગોચર દરમિયાન તમારી વાતચીત કૌશલ્ય વધશે અને વાણીમાં મધુરતા રહેશે. તમે બધાને પ્રભાવિત કરી શકશો.

 
3. કર્કઃ- કર્ક રાશિના લોકોને શુક્રના ગોચર દરમિયાન કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે.

 
 
4. વૃશ્ચિક- શુક્રનું ગોચર તમને નાણાકીય મોરચે લાભ આપશે. આ સમય દરમિયાન તમે નવો બિઝનેસ શરૂ કરી શકો છો. પરિવારનો સહયોગ મળશે. આવકમાં વધારો થવાની સંભાવના રહેશે.