રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Modified: ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (01:00 IST)

18 ઓગષ્ટનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને નાણાકીય લાભ થશે

rashifal
મેષ રાશી (અ.લ.ઇ): જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે બીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે.
 
વૃષભ રાશી (બ.વ.ઉ): તમારું દાપત્યજીવન સુખમય રહેશે. પ્રવાસના કામકાજથી ફાયદો થશે અને નવા ધંધામાં માટે ઉત્તમ તકો મળશે. સંતાનો પ્રત્યે કાળજી રાખવી. વ્યવસાયને લગતા કામકાજમા સફળતા મળશે.
 
મિથુન રાશી (ક.છ.ઘ): ભાઇભાંડુઓથી લાભ થશે. પરિવારમા શાંતિ જળવાઇ રહેશે. કામકાજના સ્થળે મુશ્કેલી અનુભવશો. મનઇચ્છીત ફળ પ્રાપ્તીમા વિલંભ થશે. નાણાકીય લેવડ-દેવડમા કાળજી રાખવી.
 
કર્ક રાશી :- (ડ.હ): ધન અને પરિવારનુ સારુ સુખ મળશે. ખોટા ખર્ચાઓમા સાવધાની રાખવી. પારિવારિક જીવનમા તનાવ જણાશે. કામકાજમા મહેનત પછી સફળતા મળશે.
 
સિંહ :- (મ.ટ): સ્વાસ્થ્યની બાબતમા સાચવવુ. ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે. સારા પરિણામો મળશે. આર્થિક બાબતોમા સાધારણ સુધારો જણાશે. ધાર્મિક કાર્ય કરવાથી લાભ થશે.
 
કન્યા :- (પ.ઠ.ણ): સ્વપ્નાઓને સાકાર કરવા ઉત્તમ સમય છે. આવકના નવા સ્ત્રોત મળશે. માનસીક શાંતિનો અનુભવ થશે. કૌટુંબિક સમશ્યાઓનુ સમાધાન થશે. પ્રતિસ્પર્ધીઓથી સાવધાની રાખવી.
 
તુલા :- (ર.ત): બીજાની વાતોથી ભ્રમીત ના બનશો. તમારા કામમા જ વિશ્વાસ રાખવો. ધંધામા અને પરિવારમા તનાવ રહેશે. રાજકાજમા વિજયી બનશે. જમીન મકાનને લગતા કાર્યોમા લાભ થશે.
 
વૃશ્ચિક :- (ન.ય): નાના ભાઇઓ, હાથ નિચે કામ કરતા સહયોગીઓથી લાભ થશે. કરેલો પરિશ્રમ ફળદાઇ બનશે. ધંધા વેપારમા આર્થિક લાભ થશે. સામાજીક કાર્યોમા સફળતા મળશે. સંતાનના અભ્યાસમા સુધારો જણાશે.
 
ધન :- (ભ.ધ.ફ.ઢ): જમીનને લગતા કામથી લાભ થશે. ભાગીદારો અને જીવનસાથીનો સહકાર મળશે. નોકરીની નવી તકો અથવા ઓફર મળે. કારણવગરની માથાકુટ કરવાથી નુકશાન થશે. ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે.
 
મકર :- (ખ.જ): આજે આપના ધીરજની કસોટી થશે. જે કામ કરી શકાય તેવા કામ જ હાથમા લેવા. વ્યવસાયના કામમા ધ્યાન આપી શકશો. નોકરીયાતને ઉત્તમ તક મળે.
 
કુંભ :- (ગ.શ.સ.ષ): પરિવારમા શુભ સમાચારથી ખુશીઓ વધશે. જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો. ધંધાકિય કાર્યમાં સફળતા મળશે. ધંધાને લગતા વિષયોમાં સમજી વિચારીને નિર્ણય કરવો. નોકરીયાતને કામમા મહેનત વધશે.
 
મીન :- (દ.ચ.ઝ.થ): નોકરીયોત ખોટા કારણોમા સંડોવાય નહિ તેનુ ધ્યાન રાખવુ. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વાદ વિવાદથી નુકશાન થશે માટે સાચવવુ. ખોટુ સાહસ અને ઉતાવળ કરવી નહિ આજનો દિવસ ઉતાર ચઢાવવાળો રહેશે.