બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By

30 ઓગસ્ટનુ રાશિફળ - લક્ષ્મીજીની કૃપાથી થશે બેડો પાર આ રાશિ માટે છે શુભ

rashifal
મેષ (અ,લ,ઈ) :  દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે. 
 
વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. મનની ચિંતા-અશાંતિ દૂર થાય. આવક કરતાં ખર્ચ વધી જતો લાગે. સંપત્તિના કામ થાય.
 
મિથુન (ક,છ,ઘ) : કોઈ જૂના મિત્રો મળે. દિવસ આનંદમાં પસાર થાય. કોઈ તરફથી ધનલાભ થાય. બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્વરાસ થવાની શક્યતા. સાંજ પછી થોડી તબિયત બગડે.
 
કર્ક (ડ,હ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. મિત્રો સાથે આનંદ મળે. દિવસ ઉત્તમ રહે.
 
સિંહ (મ,ટ) : માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. આવક વધે તેવી શક્યતા. વાહન સાચવીને ચલાવવું. ગુચવાયેલ પ્રશ્ને ઉકેલે તેવી શક્યતા. 
 
કન્યા : મનની ચિંતામાંથી રાહત મળે. શત્રુથી સાચવવું પડે. મહત્વની મુલાકાત ફળે. નવી નોકરીની તક છે. એક ગરીબને સાંજે ભોજન કરાવવાથી જલદી પ્રગતિ થાય. 
 
તુલા : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે.
 
વૃશ્ચિક : ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
 
ધન : મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય.પૂરાં થવાં આવેલાં કામ બગડે. ઉઘરાણી અટકે. બપોરે પછી તબિયત, બગડવાની શક્યતા.
 
મકર : સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજુ પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જાય. મોટા પ્રવાસથી ભરચક રહેશે. અગત્યના કાર્યમાં રુકાવટ આવે.
 
કુંભ : વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસથી ખર્ચ અને સમસ્યા રહે. ન ધારેલાં કામ પૂર્ણ થવાની શક્યતા. 
 
મીન : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય.  કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ, આવે. સ્ત્રી વર્ગને શાંતિ. વિદ્યાર્થીઓએ સાચવીને, શાંતિથી અભ્યાસ કરવો.