રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By
Last Modified: બુધવાર, 14 ડિસેમ્બર 2022 (03:23 IST)

Numerology 2023 Moolank 2 - મૂલાંક 2: અંકજ્યોતિષ રાશિફળ 2023

numerology
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો હોય તે લોકોનો મૂલાંક નંબર 2 હોય છે. અંકજ્યોતિષ અનુસાર,  મૂલાંક 2 ચંદ્રનુ પ્રતિનિધિત્વ કરે છે. આ લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે. મૂલાંક 2 ધરાવતા લોકો ક્યારેક જીવન વિશે અસુરક્ષિત અનુભવી શકે છે, પરંતુ આ લોકો ધીરજ રાખે છે.  અંકજ્યોતિષ મુજબ, વર્ષ 2023 સામાન્ય રીતે નંબર 2 ના લોકો માટે સારું વર્ષ રહેશે. 2023માં કામનો બોજ વધવાને કારણે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. માનસિક તણાવનો અનુભવ થઈ શકે છે.
 
મૂલાંક 2 વાળા માટે કરિયર અને ધન માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણીઓ 
 
 
અંકજ્યોતિષ અનુસાર, વર્ષ 2023 મૂલાંક 2 વાળા લોકો માટે કરિયર અને સંપત્તિ વૃદ્ધિ માટે શ્રેષ્ઠ વર્ષ રહેશે. જે લોકો વિદેશમાં સ્થાયી થવા ઈચ્છે છે, તેમને આ વર્ષે સફળતા મળવાની સંભાવના છે. જીવનમાં નાના-મોટા ઉતાર-ચઢાવ આવી શકે છે, પરંતુ કરિયર અને આર્થિક વૃદ્ધિ આ વર્ષે સકારાત્મક રહેશે. તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ વર્ષે, તમે બચત કરી શકો છો, પરંતુ તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. . તમારે નાનો બ્રેક લઈને કામ કરવું જોઈએ, કારણ કે પૈસા મહત્વપૂર્ણ છે, પરંતુ પૈસાની સાથે તમારુ સારુ  સ્વાસ્થ્ય પણ જરૂરી છે.
 
નોકરી શોધનારાઓને આ વર્ષે સારી નોકરી મળી શકશે. આ સાથે જેઓ પહેલાથી નોકરી કરી રહ્યા છે તેઓને આ વર્ષે પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. નોકરીમાં ટ્રાન્સફર મેળવવા માંગતા લોકોને ટ્રાન્સફર મળી શકે છે. નિકાસ અને આયાતનો બિઝનેસ કરનારાઓ માટે વર્ષ 2023 સારો સમય સાબિત થશે. ટૂંકમાં તમારી પાસે ઘણા પૈસા હશે, પરંતુ માનસિક તણાવ લેવાનું ટાળો.
 
મૂલાંક 2 વાળા માટે અંક જ્યોતિષ 2023 ના પ્રેમ, સંબંધ અને લગ્ન માટેની ભવિષ્યવાણી 
 
વર્ષ 2023 માટે અંક જ્યોતિષની ભવિષ્યવાણી  અનુસાર, મૂલાંક 2 વાળા  લોકો માટે પ્રેમ સંબંધો માટે સારું વર્ષ હોઈ શકે છે. લવ મેરેજ કરવા ઈચ્છુક સફળ થશે. આ વર્ષ તમારા માટે ઈચ્છિત લવ લાઈફ અને જીવનસાથી લઈને આવશે. વિવાહિત યુગલો માટે પણ વર્ષ સારું રહેશે. નિઃસંતાન દંપતીઓને આ વર્ષે ફેમિલી શરૂ કરવા અને બાળકો માટેના આયોજન અંગે સારા સમાચાર મળવાની સંભાવના છે. ટૂંકમાં, જો તમે અને તમારા જીવનસાથી એકબીજાને ટેકો આપો છો, તો તમે વધુ મહેનતુ અને શક્તિશાળી અનુભવશો
 
મૂલાંક 2 વાળાની ફેમિલી અને સોશિયલ લાઈફ માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી 
 
મૂલાંક 2 વાળા લોકો આ વર્ષે તણાવ અનુભવશે, પરંતુ તેમ છતાં તેઓ તેમના સામાજિક અને પારિવારિક જીવનમાં સંતુલન બનાવી શકશે. આ વર્ષે તમે લાંબા સમયથી ચાલી આવતી કૌટુંબિક સમસ્યાઓને હલ કરી શકશો. તમે કાયદાકીય મામલાઓને ઉકેલવામાં સફળ થશો. કેટલાક સમયથી પડતર કોર્ટ કેસોમાં પણ તમને સાનુકૂળ પરિણામ મળશે.
 
મૂલાંક 2 વાળાના અભ્યાસ માટે અંક  જ્યોતિષ 2023 ની ભવિષ્યવાણી 
 
અંક જ્યોતિષ 2023 ભવિષ્યવાણી મુજબ મૂલાંક 2 વાળા જે વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરવા માંગે છે તે સફળ થશે. વિદેશમાં અભ્યાસની યોજના બની શકે છે. આ ઉપરાંત જો તમે સરકારી નોકરીની શોધ કરી રહ્યા છો તો તમે આ વર્ષે નોકરી મેળવવામાં સફળ રહેશો.  મૂલાંક 2ના વિદ્યાર્થીઓ સહેલાઈથી નિરાશ અને નેગેટિવ વિચારવાળા થઈ જાય છે. આ કારણે તમને અસુરક્ષિત થવાથી બચવુ જોઈએ અને સકારાત્મક વિચાર તમારે માટે મદદરૂપ થશે અને તમારી સફળતામાં યોગદાન કરી શકે છે. 
 
ઉપાય 
દર સોમવારે પાણીમાં દૂધ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરો.
મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે.
 
લકી કલર - સફેદ અને લાલ
લકી નંબર - 2 અને 9
લકી દિશા - ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ
લકી દિવસ  - સોમવાર અને મંગળવાર
અશુભ રંગ - ડાર્ક બ્રાઉન અને ગ્રે
અશુભ અંક - 5
અશુભ દિશા - દક્ષિણ-પશ્ચિમ
અશુભ દિવસ - બુધવાર