બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By
Last Modified: ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (19:29 IST)

Numerology 2023 Moolank 4 મૂલાંક 4 - અંક જ્યોતિષ રાશિફળ 2023

numerology
જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની  4, 13, 22, 31 તારીખના રોજ થાય છે, તેમનો મૂલાંક 4 હોય છે. અંક જ્યોતિષ મુજબ 4 અંક રાહુનુ પ્રતિનિધિત્વ કરે છે.  આ લોકો ખૂબ મહેનત કરવા અને પોતાના લક્ષ્યને જલ્દીથી પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા માટે પ્રતિબદ્ધ રહે છે. તેઓ હંમેશા ભવિષ્ય પર પોતાની નજર રાખે છે અને ક્યારેય પણ અતીત પર વિચાર કરતા નથી.  તેઓ નવા વિચારના સમર્થક છે. તેમને માટે પ્રેમ જીવન મુશ્કેલ છે. અંક 4ના અંક જ્યોતિષ 2023ના મુજબ આ વર્ષ તેઓ નવા વિચારોના સમર્થક છે.  આમને માટે પ્રેમ જીવન મુશ્કેલ છે. અંક 4 ના અંક 2023 મુજબ આ વર્ષ થોડુ ધણુ પડકાર રૂપ રહેશે. આમને માટે પ્રેમ જીવન મુશ્કેલ છે. અંક 4 ના અંક 2023ના મુજબ આ વર્ષ  કેટલીક હદ સુધી પડકારરૂપ રહેશે. પણ આ તેમને માટે લાભકારી રહેશે.  તેઓ વધુ આધ્યાત્મિક સમય સમર્પિત કરશે. 
 
 
મૂલાંક 4 વાળાના કરિયર અને ધન માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી 
 
અંક 4 માટે અંક જ્યોતિષ કરિયર 2023 બતાવે છે કે આ વર્ષે તમારે માટે એક સમૃદ્ધ વર્ષ હશે. તમે નાણાકીય અને વ્યવસાયિક સફળતા પ્રાપ્ત કરશો. આ વર્ષ તમારા અંતર્જ્ઞાનનુ સ્તર સારી રીતે કામ કરશે.  તમે જે પણ કરશો તેમા પોઝીટીવ પરિણામ મળશે. 
આ સિવાય જે લોકો બિઝનેસમેન છે અને ખાસ કરીને એક્સપોર્ટ-ઈમ્પોર્ટના બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પણ 2023માં ફાયદો થશે. આ વર્ષે તમને પ્રમોશન મળવાની ઘણી સારી તકો છે. એકંદરે, 2023 પૈસા અને વિકાસની દ્રષ્ટિએ તમારા માટે ઘણું સારું રહેશે. આવક સારી રહેશે, પરંતુ ખર્ચ પણ ઘણો થશે. 2023 ના અંત સુધી બચત ઓછી થઈ શકે છે, પરંતુ 2023 માં તમારી પાસે વધુ ગુણવત્તાયુક્ત સમય હશે. 
 
મૂલાંક 4 વાળાના લવ રિલેશનશિપ અને લગ્ન માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી 
 
 પ્રેમના મામલે વર્ષ 2023 તમારે માટે સરેરાશ રહેશે. નવા મિત્રોની શોધ પુર્ણ થશે. દામ્પત્ય જીવન સુખી અને સફળ રહેશે.  તમે અને તમારો સાથી એક-બીજાને અવિશ્વસનીય રૂપથી સમર્થન કરશો અને તમારી પાસે 2023માં એક લાંબી યાત્રા કરવાની સારી તક છે., જે તમને અવિશ્વસનીય રૂપથી ઉર્જાવાન અનુભવ કરાવશે.  પરણેલા લોકો માટે વર્ષ 2023 સારુ રહેશે. પણ પ્રેમીઓ માટે આ વર્ષ મધ્યમ રહેશે. 2023 પ્રેમ અને લગ્ન માટે પણ સારુ વર્ષ રહેશે.  
 
મૂલાંક 4 વાળાની ફેમિલી અને સોશિયલ લાઈફ માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી 
 
આ વર્ષ સામાજીક જીવન સારુ રહેશે. તમે મૂલ્યવાન આંતરરાષ્ટ્રીય સંબંધ બનાવશો. પારિવારિક જીવનમાં થોડો ઉતાર-ચઢાવ આવી શકે છે. જે પારિવારિક મુદ્દાના સમાધાનની જરૂર છે તે આ વર્ષે હલ નહી થાય્ 2023 તમારા વ્યક્તિગત મામલાના જવાબ શોધવા માટે સૌથી સારુ વર્ષ નથી. તમે સમર્થનની કમીનો અનુભવ કરશો. જે તમારી હતાશાના સ્તરને વધારી શકે છે અને તમારે તમારા પરિવારથી દૂર પણ કરી શકે છે.  આ વર્ષે તમારા પોતાના સામાજીક જીવન પર ધ્યાન આપો. કારણ કે સામાજીક જીવન આ વર્ષે વધુ સફળ અને લાભકારી રહેશે અને  તમે આંતરરાષ્ટ્રીય સંબંધ પ્રાપ્ત કરી શકો છો. 
 
મૂલાંક 4 વાળાના અભ્યાસ માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી 
 
અભ્યાસના ક્ષેત્રમાં 2023માં વિદ્યાર્થીઓના જીવન પર ખૂબ સકારાત્મક દ્રષ્ટિકોણ રહેશે અને તમે તમારા જ્ઞાનનો પૂરી રીતે ઉપયોગ કરશો. તમે તમારા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરશો અને જો તમે લાંબા સમયથી વિદેશમાં ઉચ્ચ કે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છો તો તમારા બધા અવરોધ દૂર થઈ જશે. ટેકનોલોજી રિસર્ચ અને એનાલિસિસના ક્ષેત્રમા કામ કરનારા સ્ટુડેંટ્સને આ વર્ષે સફળતા મળશે. 2023 વિદ્યાર્થીઓ માટે એક ભાગ્યશાળી વર્ષ રહેશે. જે વિદ્યાર્થી સરકારી નોકરીની શોધમાં છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેથી તમારે  ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ.  જો તમે બૈકિંગ ઉદ્યોગમાં કામ કરવા માંગો છો કે વિદેશમા અભ્યાસ કરવાની યોજના બનાવી  રહ્યા છો તો તમને સફળતા મળશે. 
 
ઉપાય 
 
ભગવાન ગણેશની આરાધના કરો 
શનિવારે ગરીબોને ભોજન કરાવો 
રાહુના મંત્ર ૐ રાં રાહવે નમ: નો જાપ કરવાથી તમને લાભ થશે. 
 નોકરીની સિક્યોરિટી અને ફાઈનેંશિયલ ગ્રોથ માટે તમારા પર્સમાં ચાંદીનો એક ચોરસ ટુકડો મુકો 
 
લકી કલર્સ - ગ્રે અને સ્કાય બ્લુ
લકી નંબર - 4 અને 6
શુભ દિશા - દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર
લકી દિવસ - બુધવાર અને શુક્રવાર
અશુભ અંક - 2 અને 3
અશુભ રંગ - પીળો અને સફેદ
અશુભ દિશા - પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ
અશુભ દિવસ - રવિવાર