મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By

Weekly Astrology- દિવાળીના અઠવાડિયામાં 7 રાશિઓને કાર્ય સફળતા મળશે 6- 12 નવેમ્બર સુધીનુ રાશિફળ

મેષઃ તમારાં બાળકો, આશ્રિતો, પાલતુ પ્રાણીઓ, વડીલો, સાસરિયાંઓ, માતા પિતા પૈકી કોઇ એક કે બધા તમને ચિંતા અને વિમાસણનો અનુભવ કરાવે. જરૂરી નથી કે તે ચિંતા આરોગ્ય સંબંધિત જ હોય. અણધારી માગણીઓ સંતોષવાની આવે અથવા આયોજન બહારના ખર્ચા થાય. તમારા મિત્રો તરફથી મદદ મળી રહેશે. તમારા મદદકર્તા મિત્રો તમને સધિયારો આપવાને બદલે મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થશે.
 
વૃષભઃ આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે છે. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે. વાહન જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. હિત શત્રુઓથી સાચવવું. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. જરૂરિયાતમંદોને મદદ થઈ શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. લગ્નજીવન સુખમય બની રહે. આરોગ્ય સાચવવું. ભૌતિક સુખ સુવિધામાં વધારો થઈ શકે છે. વિદેશનાં અટકેલાં કાર્ય પૂર્ણ થતાં જણાય.
 
મિથુનઃ તમે તમારા વ્યવસાયિક જીવનમાં તમારી મર્યાદાઓ જાણો છો અને તમે તેના વિશે ગંભીર પણે વિચાર્યું છે. તેથી વ્યવસાયિક પ્રગતિની આડે આવતી મુશ્કેલીઓને કઇ રીતે દુર કરવી તે જાણો છો. કામની પ્રગતિ થાય અને પ્રમોશન મળવાની સંભાવના જણાય. પ્રેમ અને મિત્રતા તમને તાજગીનો અનુભવ કરાવશે. આંતરિક સુખ શાંતિનો અનુભવ કરશો. પાર્ટીઓ અને મેળાવડામાં તમે કંઇક લેવાને બદલે આપવાના મૂડમાં દેખાશો.
 
કર્કઃઆ અઠવાડિયું તમે નાણાકીય ખેંચ અનુભવશો. કામ બાબતમાં પણ થોડી નકારાત્મકતા પ્રવેશશે. પૂરતા પ્રયત્નો, પ્રબળ ઇચ્છા અને ધૈર્ય પૂર્વક વર્તીને તમે તમારા સહકર્મચારીઓને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશો. તમે તમારી ભૂલોને કબૂલશો. નવી અને રસપ્રદ વ્યક્તિ સાથે સંપર્ક થતા તમે તાજગી અને ઉત્સાહ અનુભવશો. કૌટુંબિક આનંદ પ્રમોદ મેળવી શકાય.
 
સિંહઃ માનસિક ચિંતા હળવી બનતી જણાય. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. ઇષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. ભાગ્યોદયની તક મળી શકે છે. સ્પર્ધા અભ્યાસ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઇ શકે છે. નોકરીયાતવર્ગને પદોન્નતિ મળી શકે છે. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. વાદ વિવાદથી દૂર રહેવું. આકસ્મિક ધનલાભ થઇ શકે. જમીન-મકાનની ખરીદી થઇ શકે છે.
 
કન્યાઃ દિવસ આનંદમય પસાર થઇ શકે છે. નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી. આર્થિક મુશ્કેલીઓનો ઉકેલ આવતો જણાય. આરોગ્યની કાળજી રાખવી. વાહન જમીન મકાનના પ્રશ્નો હલ થતા જણાય. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે છે. લગ્નજીવન સુખમય બની રહે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. અભ્યાસમાં સફળતા. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય.
 
તુલાઃ બુદ્ધિ અને વિવેકથી માન સન્માનની પ્રાપ્તિ થશે. ધાર્મિકતા તરફ ઝુકાવ આવશે, મન પ્રસન્ન રહેશે. પ્રેમમાં નિષ્ફળતા મળશે. ધનનો સંગ્રહ થશે. વૈભવ પર ધન ખર્ચ કરવો પડશે. પ્રેમ અને વિવાહના પ્રસ્તાવ આવશે. વાહનથી ચેતીને રહેવું. બેચેની રહેશે. અનાવશ્યક કાર્યની જવાબદારી રહેશે. બંધુ બાંધવોને સહયોગ પ્રાપ્ત થશે. ભાગ્યનો સહયોગ મળશે. સુખમાં કમી આવશે. માતાની તંદુરસ્તી ઓછી થશે. કાર્યસ્થળ પર સ્થિતિ મજબૂત થાય.
 
વૃશ્ચિક :અઠવાડિયાના આરંભથી જ કાર્યક્ષેત્રમાં સારા સમાચાર મળશે. આર્થિક પ્રગતિ હશે. કોઈપણ રોકાણ તમારા માટે સારા પરિણામ લાવશે. કૌટુંબિક સુખ રહેશે તમે તમારા ભવિષ્યની યોજના કરી શકો છો. લવ લાઈફમાં જે એફર્ટ તમે આ અઠવાડિયે કરશો, તે ભવિષ્યમાં હકારાત્મક પરિણામ આપશે.
 
ધનુ: કામના ક્ષેત્રમાં તમે જે વ્યક્તિએ સખત મહેનત કરીને સફળતા મેળવી છે તેનો ટેકો મળશે. આર્થિક પ્રગતિમાં વધઘટ થશે પરંતુ અંતે લાભ થશે.   લવ લાઇફ પરફ ધ્યાનની જરૂર છે ત્યારે જ શાંતિ મળશે. પરિવાર સંબંધિત કોઈ વાતને લઈને શાંતિમાં રહેશો. 
 
મકર: આર્થિક પ્રગતિ થશે. રોકાણ પર જેટલા ધીરજથી ઉકેલ કાઢધો તેટલું ફાયદાકારક બની શકે છે. કુટુંબમાં ખુશી થશે. પ્રવાસો દ્વારા શુભ પરિણામો
મળશે. કાર્યસ્થાનમાં કોઈપણ નવા પ્રોજેક્ટ તમારા માટે પીડાદાયક હોઈ શકે છે. આરોગ્ય પર પણ ધ્યાન આપવાની જરૂર છે
 
કુંભ: તમે આ અઠવાડિયાની યાત્રાથી સારા પરિણામો મેળવી શકો છો ધીમે ધીમે  સમય ચક્રથી તમને માટે ટેકો મળશે. આરોગ્યમાં સારું સુધારણા જોવાઈ રહ્યા છે. લવસંબંધ ધીમે ધીમે બદલાશે. કામના વિસ્તારમાં કામ માટે ખાસ ધ્યાન આપવાની જરૂર છે અન્યથા નાની ભૂલ હાનિકારક બની શકે છે.
 
મીન:કોઈ મહિલાની મદદથી તમે આર્થિક વિકાસના શુભ સંયોગ બનશે. જીવનમાં પ્રગતિશીલ પરિસ્થિતિઓ હશે. આરોગ્યમાં પણ સુધારો થશે. પરિવારમાં
આ ખુશીઓ આવી રહી છે કોઈ યુવા તમારી લાઈફમાં  સહાયક બનશે. કામના વિસ્તારમાં કેટલીક સમસ્યા હોઇ શકે છે. લવમાં વગર કારણે સ્ટ્રેસથી પસાર થવું પડશે.