બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2024
Written By
Last Modified: શનિવાર, 2 નવેમ્બર 2024 (13:47 IST)

શનિ, સૂર્યની સાથે જ નવેમ્બરમાં આ 4 ગ્રહ બદલાશે ચાલ, 3 રાશિઓ માટે લાભદાયક રહેશે આ મહિનો

નવેમ્બરના મહિનામાં સૂર્ય અને શનિની સાથે બુધ અને શુક્ર ગ્રહ પણ પોતાની ચાલ બદલશે. ગ્રહોની ચાલની આમ તો બધી રાશિઓ પર અસર જોવા મળશે પણ કેટલીક રાશિઓ માટે ગ્રહોની ચાલ નવેમ્બરમાં ખૂબ જ લાભદાયક રહી શકે છે. આ મહિનાની શરૂઆતમાં 7 નવેમ્બરના રોજ શુક્ર ગ્રહ ધનુ રાશિમાં ગોચર કરશે. બીજી બાજુ 15 નવેમ્બરના રોજ શનિ કુંભ રાશિમાં માર્ગી ગતિ શરૂ કરી દેશે.  સૂર્યનુ વૃશ્ચિક રાશિમાં ગોચર 6 નવેમ્બરના રોજ થશે. બુદ્ધિના કારક ગ્રહ બુધ 26 નવેમ્બરથી વૃશ્ચિક રાશિમાં વક્રી ચાલ શરૂ કરશે અને મહિનાના અંતિમ દિવસ વૃશ્ચિક રાશિમાં જ અસ્ત થઈ જશે. આ ગ્રહોની બદલતી ચાલ કંઈ રાશિઓને લાભ અપાવી શકે છે આવો જાણીએ. 
 
કર્ક રાશિ - તમારે માટે નવેમ્બરનો મહિનો ખૂબ જ શુભ ફળદાયક થઈ શકે છે. તમારી ઈચ્છાઓ આ દરમિયાન પૂરી થઈ શકે છે.  જો નોકરીની શોધમાં લાગ્યા છો કે નોકરી સ્વિચ કરવા માંગો છો તો તમારી મનોકામના પૂરી થઈ શકે છે.  ભાગ્યનો કર્ક રાશિના જાતકોને આ મહિને ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે.  સાથે જ વીતેલા સમયમાં કરવામાં આવેલી મહેનત પણ આ દરમિયાન રંગ લાવશે.  પારિવારિક જીવનમાં તમારા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે. માતા પિતાને દિલની વાત શેયર કરશો જેનાથી પારિવારિક જીવનમાં ખુશહાલી આવશે. તમારા વૈવાહિક જી વન માટે પણ નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ જોવા મળી રહ્યો છે. 
 
 
સિંહ રાશિ 
આ મહિને તમારી ગુમાવેલી ઉર્જા પરત આવી શકે છે. ખાસ કરીને 16 નવેમ્બરથી લઈને મહિનાના અંત સુધીનો સમય યાદગાર સાબિત થશે. અટકેલા કાર્ય આ દરમિયાન બની શકે છે અને કરિયરમાં તમારી ઊંચાઈઓને અડી શકેછે. જો જમીન-જાયદાદ સાથે જોડાયેલ કોઈ મુદ્દાને લઈને પરેશાન હતા તો તેનો પણ હલ તમને મળી શકે છે.  તમારી યોગ્યતાના પ્રત્યે તમરો આત્મવિશ્વાસ વધશે. તેથી સામાજીક સ્તર પર તમારી ખ્યાતિ વધી શકે છે. વિપરિત લિંગી આ દરમિયાન તમારા તરફ આકર્ષિત થઈ શકે છે.  વૈવાહિક જીવનમાં પ્રેમ વધી શકે છે.  આ મહિને પાર્ટનર સાથે ક્યાક બહાર જવાનો પ્લાન બની શકે છે. 
 
ધનુ રાશિ - તમારે માટે આ મહિનો ખૂબ આનંદદાયક સાબિત થઈ શકે છે. મનપસંદ ફળોની પ્રાપ્તિ ધનુ રાશિના જાતકોને થશે.  જો કે તમારા પ્રતિદ્વંદી આ મહિને તમારુ કામ બગાડવાની કોશિશ કરી શકે છે. પણ ગ્રહોની કેટલીક એવી અસર થશે કે તમને જીત મળશે.  કરિયરને લઈને તમે એકાગ્ર નજર આવશો. તેથી કાર્યક્ષેત્રમાં સારા પરિણામ પણ પ્રાપ્ત થશે.  આ સાથે જ આર્થિક રૂપથી પણ ધનુ રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ જ ખાસ રહેશે.  આ દરમિયાન એકત્ર થયેલા ધનમાં વૃદ્ધિ થશે. તમારી ધન સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થશે.