ત્રણ દિવસ સુધી છવાયેલુ રહેશે અંધારુ, જિંદા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી પડી, સૂર્યને લઈને કહી આ વાત
- જિંદા નાસ્ત્રેદમસ ની એક ભવિષ્યવાણી સામે આવી છે
- બ્રાઝિલના એથોસે 2024 માટે એક ભવિષ્યવાણી કરી હતી
- હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની આગાહી સાચી પડી છે
દરેકને એ જાણવામાં રસ હોય છે કે છેવટે ભવિષ્યમાં શુ થવાનુ છે. ફ્રાંસના ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે શિયાળા પહેલા જ અનેક ભવિષ્યવાણી કરી હતી. હવે જિંદા નાસ્ત્રેદમસ ના નામથી જાણીતા એથોસ સૈલોમે ભવિશ્યની ઝલક આપી છે. બ્રાઝીલના રહેનારા એથોસનો દાવો છે કે તેમની ભવિષ્યવાણી પહેલાથી સાચી પડી રહી છે. 2024માં આગળ શુ થવાનુ છે તેની સાથે જોડાયેલ ભવિષ્યવાણી કરી છે. 2024ને લઈને તેમણે કહ્યુ હતુ કે આ એલિયન, રોબોટ અને વૈશ્વિક તબાહીની સાથે માનવ ઈતિહાસમાં એક નવો અધ્યાયનુ વર્ષ હશે. પણ તેમણે અનેક આશા પણ બતાવી.
તેમનો દાવો છે કે કોરોના વાયરસ મહામારી, વિશ્વ કપ ફાઈનલ, યૂક્રેન પર હુમલો અને મહારાની એલિજાબેથ દ્વિતીયનુ મોતની ભવિષ્યવાણી તેમણે પહેલા જ કરી દીધી હતી. તેમણે 2024 માટે એક ભવિષ્યવાણી કરી હતી. ત્રણ દિવસનુ અંધારુ રહેશે. હવે સવાલ એ છે કે શુ એ પુર્ણ થઈ ગયુ છે ? ડેલીસ્ટારની રિપોર્ટ મુજબ એથોસે 2023માં કહ્યુ હતુ કે સૌર જ્વાલા પૃથ્વી પર ટકરાશે. એક કોરોનલ માસ ઈંજેક્શન (CME) અમારી તરફ આવી રહ્યુ છે.