શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2024
Written By
Last Modified: રવિવાર, 4 ફેબ્રુઆરી 2024 (09:33 IST)

વેલેંટાઈન બનશે યાદગાર આ રાશિ વાળાઓને મળશે પ્રેમ જ પ્રેમ

love horoscope
મેષ (aries)- આ અઠવાડિયું તમારી રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે દિવસ કાર્યમાં સફળતા વાળું રહેશે. લોન, આર્થિક લાભ માટે પ્રયાસ કે જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ કામ પણ અત્યારે પૂરો કરી શકશો.  આમ તો અઠવાડિયાના મધ્ય તમારા માટે માનસિક ચિંતા, આત્મવિશ્વાસથી કામ કરવાથી તમારા થોડા કામ પૂરા થશે. વિદ્યાર્થીઓ ને પણ ભણતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી થશે. વિશેષજ્ઞો સાથે ચર્ચા કરવાથી તમારા પ્રશ્નોના સમાધાન મળશે. પ્રેમ સંબંધમાં પ્રિય માણસ સાથે પણ તમારી વાણી કે વ્યવહાર થી કોઈ ગેરસમજ ઉભી ન હોય તે ધ્યાન રાખવું. અઠવાડિયાના આખરે દિવસ આવકમાં વૃદ્ધિ માટે કે વ્યવસાયિક કારણિથી નવી ચર્ચા શરૂ કરી શકે છે. 
 
વૃષભ (Tauras)- તમારી રાશિ માટે અઠવાડિયાનો શરૂઆતી સમય સામાન્ય ફળદાયી રહેશે.  કાર્યક્ષેત્રથી સંબંધિત કોઈ નવું કાર્ય માટે યાત્રા કરવી પડશે. છે. અઠવાડિયાનું મધ્યભાગ અશુભ લાગી રહ્યું છે.અઠવાડિયાના મધ્ય  દિવસ તમારા માટે દુવિધાપૂર્વક ચિંતા, પરેશાની ઉભી કરતું અને સ્વાસ્થયના બાબતે પણ તકલીફ આપતું સિદ્ધ થઈ શકે છે. માતાના આરોગ્યના વિષયમાં ચિંતા રહેશે. જમીન , મકાન અને અચળ સંપતિના વિષયમાં પણ તમે ચિંતિત રહેશો. કોઈ નવા માણસથી મળવાની શકયતા છે. અભ્યાસ માટે શુભ સમય છે. વિદ્યાર્થીને ડિગ્રી સર્ટીફીકેટ કે હાયર સ્ટડીજમાં મુશ્કેલી આવી શકે છે. 
 
મિથુન(gemini)- આ અઠવાડિયા તમારા બધા આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે. આમ તો મહ્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે ઠીક સમય નહી છે. ધંધા સંબંધી કોઈ નવા કાર્ય કે ઉદ્યમ શરૂ કરવા સમય સારું છે. આ સમયે પરિવારમાં કોઈ કારણથી ઉત્સવ કે સ્નેહમિલન જેવા સમારોહનો આયોજન થશે. ભાઈ-બેન માટે મદદગાર થશે. તમારા પિતાના સ્વાસ્થયની ચિંતા રહેવાની શકયતા છે. અઠવાડિયાના ઉતરાર્ધમાં તમે વૈચારિક ઉથાલ-પુથલમાં રહેશો, જેના કારણે સહી સમય પર સહી નિર્ણય લઈ શકશો. માનસિક ચિંતાના સંતાપના કારણે સ્વભાવ ચિડચિયાડું રહેશે. અઠવાડિયાના આખરે દિવસ આનંદ ઉત્સાહમાં વીતશે. 
 
કર્ક (cancer)- અઠવાડિયાના શરૂઆતમાં તમને વિતીય ખેંચતાણ અને બજટથી વધારે ખર્ચની તૈયારી રાખવી પડશે. પારિવારિક અને પ્રોફેશનક બન્ને રીતે શુભ ફળદાયી રહેશે અને તમે દરેક મોર્ચા પર સંતુલન બનાવી શકશો. આવકમાં વૃદ્ધિ કરવાના વિચાર બના રહે તો એના માટે સારું સમય છે. આમ તો એ પછી ગુસ્સા પર નિયંત્રણ રાખો નહી તો પરિવારમાં વિવાદ કે મતભેદ રહેવાની શકયતા છે. સ્વાસ્થયની વાત કરે તો આંખોની તકલીફ થઈ શકે છે. ખરાબ લોકોની સંગતિમાં આવીને કોઈ ખરાબ ટેવમાં ન પડો એનું ખાસ ધ્યાન રાખો. પરિજનો સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવાનું ટાળો. 
 
સિંહ (leo)- અઠવાડિયાનો પહેલો દિવસ આર્થિક બાબતે મિત્રોથી લાભ થશે. આ અઠવાડિયા ખર્ચની માત્રા વધારે રહેશે. મૌજ-મસ્તી પાછળ ખર્ચ થશે. આવક કરતા ખર્ચના સ્તર વધારે રહેશે. તમારી તબીયતમાં ઉતાર-ચઢાવ રહેશે. આંખોની તકલીફ કે માઈગ્રેનની સમસ્યા હોય તો ખાસ સાવધાની રાખો. અઠવાડિયાના મધ્યભાગ માનસિક દુવિધામાં વીતશે. વર્તમાન સમયમાં જીવનસાથી સાથે સંબંધમાં વિવાદ  અને એનાથી જુદા થવાની શકયતા બની રહી છે. દિવસ તમારા માટે બધા રીતે ઉત્તમ રહેશે. વિદ્યાર્થી, એકાગ્રતાથી અધ્યયન કરવામાં સક્ષમ થશે. મધુર વાણીથી લાભ થશે. 
 
કન્યા (પ,ઠ,ણ) :   આ અઠવાડિયે થોડી ચિંતાપૂર્ણ  રહેશે.આર્થિક બાબતો ઉપર પ્રભુતવ મેળવી શકશો. લોકો સાથે હળીમળી શકશો. તમે પ્રબળ લાગણીની અનુભૂતિ કરશો. તમારો સૌમ્ય અને માયાળુ સ્વભાવ કાર્યક્ષેત્રમાં તમને સફળતા અપાવશે. અઠવાડિયાનું મધ્યભાગ અશુભ લાગી રહ્યું છે.વૈશ્વિક  સમસ્યાઓમાં રસપૂર્વક ભાગ લેશો. આ સમયે તમારો આંતરિક વિકાસ તમારા માટે ગૌણ બની રહેશે. મનોવૈજ્ઞાનિક અને બૌદ્ધિક દલીલોમાં ઊતરવાનું ટાળજો. કારણ કે આવી દલીલો સંબંધોમાં સમસ્યાઓ પેદા કરી શકે છે.અઠવાડિયાના આખરે દિવસ આનંદ ઉત્સાહમાં વીતશે. 
 
તુલા (libra)- નોકરી માટે પ્રગતિકારક સમય છે. મોજ-મસ્તી , શોખ માટે સમય  સારું છે. વર્તમાન સમયમાં જીવનસાથી કે પ્રિય માણસ સાથે સારા સંબંધ રહેશે. આ સમયે શુભ અને માંગલિક કાર્યમાં ખર્ચ થશે. તમારી દાન કરવાની વૃતિ વધશે, જેના કારણે દેવસ્થાન કે સારા કાર્યમાં તમે દાન કરશો. તમારી આવક મર્યાદિત રહેશે. જ્યારે એના વિપરીત ખર્ચ વધારે થશે. જયોતિષ જ્ઞાનમાં વૃદ્ધિ માટે શુભ સમય કહી શકાય છે. હૃદય અને શાંતિ મળે, એવું કાર્ય થશે. નિવેશથી આવક થશે. આ અઠ્વાડિયાન પૂર્વાર્ધ તમારા માટે થોડા ચિંતાજનક રહેશે . પણ આર્થિક પ્રગતિના યોગ બનશે. 
 
વૃશ્ચિક (Scorpio) - આ અઠવાડિયે થોડી ચિંતા પરેશાની રહેશે. કોઈ કામમાં દિશાના યોગ્ય વિચાર કે અભાવમાં તમે લક્ષ્ય સુધી નહી પહોંચી શકશો. કોઈ વાતને સમજવામાં તમને વધારે સમય લાગી શકે છે. આમ તો સંપતિ સંબંધિત મામલો ચાલી રહ્યા છે તો આ સમયે તમારા પક્ષમાં સમાધાન થઈ શકે છે. જે લોકો જ્યોતિષમાં રૂચિ રાખે છે એ થોડા નવા સીખવાના પ્રયાસ કરશો.  તમારી માન-પ્રતિષ્ઠા કે કોઈ નુકશાન હોય એવા કોઈ પણ કાર્યથી દૂર રહો. ખાસ કરીને કાનૂની સમસ્યા તમને ઘેરશે. જે લોકો ટેક્સ સંબંધિત સમસ્યાથી પહેલા ઘેરાયેલા છે ,એને  ખાસ સવધાની રાખવી  . અધ્યયનના યોગ પણ બની રહ્યા છે. જે વિદ્યાર્થીને ઉચ્ચ અધ્યયન માટે વિદેશ જવું છે એના માટે સમય પણ અનૂકૂળ બની રહ્યા છે. કોઈ જૂના મિત્રથી અચાનક મુલાકાત થઈ શકે છે.