રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2025
Written By
Last Modified: મંગળવાર, 17 ડિસેમ્બર 2024 (11:03 IST)

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Marriage Life and Family horoscope Prediction for 2025
વર્ષ 2025 મેષ રાશિના જાતકોનુ લગ્ન અને પારિવારિક જીવન | Aries Marriage Life and Family Prediction for 2025:
જો તમે અપરિણીત છો તો આ વખતે તમારા લગ્ન ફાઇનલ થવાની પૂરી શક્યતા છે. આ માટે ગાયને ગોળ ખવડાવો અને છોકરો હોય તો શુક્રનો ઉપાય કરો અને જો છોકરી હોય તો ગુરુનો ઉપાય કરો. વર્ષની શરૂઆત વૈવાહિક જીવન માટે ખૂબ જ સારા પરિણામ આપશે, પરંતુ વર્ષના મધ્યમાં કેટલાક પારિવારિક કારણોસર મતભેદ થઈ શકે છે.

વર્ષ 2025 વૃષભ રાશિના લોકોનુ લગ્ન અને પારિવારિક જીવન | Taurus Marriage Life and Family Prediction for 2025:
 
જો તમે અપરિણીત છો, તો વર્ષના પ્રારંભમાં ગુરુની પાંચમી અને સાતમી દૃષ્ટિને કારણે તમારા લગ્ન આ વર્ષે નિશ્ચિત થઈ જશે. મે મહિના પછી બીજા ઘરમાં ગુરુ પણ સંતાનની ઈચ્છા પૂરી કરી શકે છે. આ માટે તમારે ગુરુને દાન કરવું જોઈએ. વિવાહિત જીવનની વર્ષની શરૂઆત બહુ સારી નથી, પરંતુ માર્ચમાં જ્યારે શનિ સાતમા ભાવથી દૂર જશે, ત્યારે લગ્નજીવન સુખી રહેશે.પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે. પારિવારિક સંબંધોની દૃષ્ટિએ આખું વર્ષ સારું છે.


વર્ષ 2025 મિથુન રાશિના જાતકોની લગ્ન અને પારિવારિક લાઈફ - Gemini Marriage Life and Family horoscope Prediction for 2025:
વર્ષની શરૂઆત પછી 14 મે સુધી સ્થિતિ જેવી ની તેવી જ રહેશે. 14 મે ના રોજ બૃહસ્પતિનુ ગોચર પ્રથમ ભાવમાં ર હેશે. પ્રથમ ભાવથી આ ગ્રહ પંચમ અને સપ્તમ ભાવને દેખાશે જેને કારણે જો તમે અવિવાહિત છો તો આ વર્ષ તમારા લગ્ન નક્કી થઈ જશે. પરણેલા છો તો વૈવાહિક જીવન સુખમય રહેશે. ઘર-પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધવાને કારણે ખુશીનુ વાતાવરણ રહેશે.  14 મે 2024 સુધી તમને ગુરૂવારનો ઉપવાસ કરવો જોઈએ અને ઘર પરિવારની સ્થિતિને સારી બનાવવાનો પ્રયાસ કરો.  

વર્ષ 2025 કર્ક રાશિના લગ્ન અને પારિવારિક જીવન  Cancer Marriage Life and Family horoscope Prediction for 2025:
 
વર્ષની શરૂઆતમાં બૃહસ્પતિના લાભ ભાવમાં હોવાને કારણે કુંવારા લોકોને લગ્નનાનક્કી થવાની પ્રબળ શક્યતા છે. જો તમે પરણેલા છો તો વર્ષની શરૂઆતથી લઈને માર્ચના મહિના સુધી શનિ ગ્રહનો પ્રભાવ બીજા ભાવ પર હોવાને કારણે દાંમ્પત્ય જીવન અને પરિવારમાં થોડી ઘણી પરેશાનીઓ ઉભી થઈ શકે છે. માર્ચ પછી રાહુનો પ્રભાવ બીજા ભાવ પર શરૂ થશે જે પરિવારમાં સમસ્યાઓને વધારી શકે છે. ગેરસમજથી બચીને રહેજો અને ગુરૂના ઉપાય કરશો તો ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે.

વર્ષ 2025 સિંહ રાશિના જાતકોના લગ્ન અને પારિવારિક લાઈફ   Leo Marriage Life and Family horoscope Prediction for 2025:
વર્ષ 2025માં શનિ અને ગુરૂનુ ગોચર તમારા જીવનને પહેલા કરતા સારુ બનાવશે. કુંવારાઓ માટે વિવાહના પ્રબળ યોગ છે.  જો તમે પરિણિત છો તો જીવનસાથી સાથે પ્રેમ વધશે.  જો તમે સંતાન ઈચ્છો છો તો સંતાન પ્રાપ્તિ શક્ય છે. કેતુના બીજા ભાવ પર પ્રભાવ થવાને કારણે ઘર-પરિવારમાં થોડી ઘણી પરેશાની થઈ શકે છે.  આ માટે તમે મંદિરમાં સફેદ ધ્વજ અર્પિત કરવો જોઈએ અને બુધવારે ગણેશજીની વિધિપૂર્વક પૂજા કરો. મંગળવારે ગોળ અને મસૂર દાળનુ મંદિરમાં દાન કરવુ પણ લાભકારી રહેશે.


વર્ષ 2025 કન્યા રાશિના જાતકોના લગ્ન અને પારિવારિક જીવન  | Virgo Marriage Life and Family horoscope Prediction for 2025:
બૃહસ્પતિના ગોચરને કારણે મે પહેલા કુંવારા લોકોના લગ્ન નક્કી થવાની પ્રબળ શક્યતા છે. પણ વર્ષના માર્ચ પછી સપ્તમ ભાવના શનિ વૈવાહિક જીવનમાં મતભેદ ઉભા કરી શકે છે.  ઘર પરિવારમાં સમય મિશ્રિત રહેશે. જીવનસાથીના આરોગ્યનુ ધ્યાન રાખવુ પડશે.  પારિવારિક સમસ્યાઓથી બચવા માટે તમારે શનિ અને શુક્રના ઉપાય કરવા જોઈએ .  તમારે તમારા ક્રોધ પર પણ કાબુ રાખીને વાણીમાં સુધાર કરવો પડશે.


વર્ષ 2025 તુલા રાશિ વાળાના લગ્ન અને પારિવારિક લાઈફ  | Libra Marriage Life and Family horoscope Prediction for 2025:
બૃહસ્પતિ ગોચરના કારણે મે પછી કુંવારા લોકોના લગ્ન નક્કી થવાની શક્યતા છે. પરણેલા લોકો માટે શનિ અને બૃહસ્પતિનુ ગોચર સારુ માની શકાય છે. જો કે શનિદેવની દ્રષ્ટિ તમારા અષ્ટમ ભાવ, દ્વાદશ ભવ અને ત્રીજા ભાવ પર રહેશે.  જેના કારણે પરિવારના કોઈ સભ્યને કારણે માનસિક તનાવ થઈ શકે છે.  પરિજનો વચ્ચે મનમોટાવ પણ થઈ શકે છે.  સારુ રહેશે કે તમે ધૈર્યથી કામ લો અને રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. ખુદને એકદમ સ્વચ્છ બનાવી રાખો અને આળસથી દૂર  રહો.  

વર્ષ 2025 તુલા રાશિ વાળાના લગ્ન અને પારિવારિક લાઈફ  | Libra Marriage Life and Family horoscope Prediction for 2025:
બૃહસ્પતિ ગોચરના કારણે મે પછી કુંવારા લોકોના લગ્ન નક્કી થવાની શક્યતા છે. પરણેલા લોકો માટે શનિ અને બૃહસ્પતિનુ ગોચર સારુ માની શકાય છે. જો કે શનિદેવની દ્રષ્ટિ તમારા અષ્ટમ ભાવ, દ્વાદશ ભવ અને ત્રીજા ભાવ પર રહેશે.  જેના કારણે પરિવારના કોઈ સભ્યને કારણે માનસિક તનાવ થઈ શકે છે.  પરિજનો વચ્ચે મનમોટાવ પણ થઈ શકે છે.  સારુ રહેશે કે તમે ધૈર્યથી કામ લો અને રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. ખુદને એકદમ સ્વચ્છ બનાવી રાખો અને આળસથી દૂર  રહો.  


વર્ષ  2025 ધનુ રાશિના જાતકોના લગ્ન અને પારિવારિક જીવન  Sagittarius Marriage Life and Family horoscope Prediction for 2025:
જે લોકો લગ્ન કરવા માંગે છે તેમને માટે 14 મે પછી સારો સમય શરૂ થશે. તેથી તમે તમારા  પ્રયાસ ચાલુ રાખો. જો વિવાહિત છો તો મે પછી સંબંધોમાં સુધાર થશે અને સ્નેહ વધશે. તમે વૈવાહિક જીવનનો આનંદ લઈ શકો છો.   તમે  વિવાહિત જીવનનો આનંદ મળશે. પરિવારમાં કોઈ સમસ્યા  હોય તો 30મી માર્ચ 2025 પહેલા સેટલ થઈ જાવ. આ પછી ચોથા ભાવમાં શનિનું સંક્રમણ ગ્રહોની પરેશાનીઓનું કારણ બનશે.શનિ માટે વિવાદોથી દૂર રહેશો તો સારું રહેશે.


વર્ષ 2025 માં મકર રાશિના લોકોનું લગ્ન અને પારિવારિક જીવન | Capricorn Marriage Life and Family horoscope Prediction for 2025:
જો તમે કુંવારા છો તો 14મી મે પહેલા લગ્ન માટે તમારા પ્રયત્નો ઝડપી કરો. ત્યારબાદ મુશ્કેલ બનશે. આ માટે તમારે ગુરુના ઉપાયો મે મહિના સુધી કરતા રહેવું જોઈએ. જો તમે પહેલેથી જ પરિણીત છો તો ગુરુ અને બાદમાં શનિ અને રાહુનું સંક્રમણ મે મહિના સુધી તમને સાથ આપશે. એટલે કે વિવાહિત જીવન ખૂબ જ સુખી રહેશે. જો તમે તમારા જીવનસાથી સાથે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો મે પહેલા મુલાકાત લો. માર્ચ પછી પરિવારમાં સુખ-સમૃદ્ધિનું વાતાવરણ રહેશે. એકંદરે પારિવારિક જીવન સારું જશે.

 વર્ષ 2025 કુંભ રાશિના જાતકોના લગ્ન અને પારિવારિક લાઈફ   Aquarius Marriage Life and Family horoscope Prediction for 2025:
જો તમે કુંવારા છો તો આ વર્ષે તમારા લગ્નની પ્રબળ સંભાવના છે. જો કે શનિના કારણે માર્ચ સુધી વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે, પરંતુ તે પછી સ્થિતિ સામાન્ય થઈ જશે. જો તમે પરિણીત છો તો તમને સંતાન સંબંધિત સારા સમાચાર મળશે. તમે તમારા જીવનસાથી સાથે લાંબી મુસાફરીનો આનંદ માણી શકશો. રાહુ અને કેતુના કારણે પારિવારિક જીવનમાં નાની મોટી સમસ્યાઓ આવી શકે છે. શનિના પ્રકોપથી બચવા માટે તમે તમારા કર્મોને શુદ્ધ રાખો, તમારા પરિવારના સભ્યોનું ધ્યાન રાખો અને તમારી વાણી પર નિયંત્રણ રાખો તે જરૂરી છે.


વર્ષ 2025 માં મીન રાશિના જાતકોના લગ્ન અને પારિવારિક લાઈફ  | Pisces Marriage Life and Family horoscope Prediction for 2025: જો લગ્ન કરવાની ઈચ્છા છે તો મે મહિનાના મધ્ય સુધી રાહુ-કેતુની દ્રષ્ટિ સપ્તમ ભાવ પર છે.  આ  સાથે જ ગુરુની દ્રષ્ટિ પણ આ ઘર પર રહેશે. આનો અર્થ એ છે કે તમારે વધુ પ્રયત્નો કરવા પડશે તો જ તમને સફળતા મળશે. મતલબ કે જે કંઈ કરવાનું હોય તે મે પહેલા કરી લો. બીજી તરફ વૈવાહિક જીવનની વાત કરીએ તો માર્ચ પછી આખું વર્ષ સાતમા ભાવ પર શનિનો પ્રભાવ રહેશે. આ ઘર પર રાહુ અને કેતુનો પ્રભાવ પહેલેથી જ છે. આવી સ્થિતિમાં લગ્નજીવનમાં સાવધાની રાખવી પડશે. વિવાદોથી દૂર રહો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. ચોથા ઘરમાં ગુરુ તમારા પરિવાર માટે શુભ ફળ આપશે, પરંતુ તેના માટે તમારે ઘરમાં ગુરુના ઉપાયો કરતા રહેવાના રહેશે. જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરો.