Monthly Horoscope September 2025 : સપ્ટેમ્બર મહિનો બધી રાશિઓ માટે મિશ્ર રહેશે. કેટલીક રાશિઓ માટે આ સમય નવી તકો અને સફળતા લાવશે, જ્યારે કેટલીક રાશિઓએ સાવધાની રાખવાની જરૂર છે. આ મહિને, વ્યક્તિગત જીવન, કારકિર્દી, નાણાકીય સ્થિતિ અને સ્વાસ્થ્યના તમામ ક્ષેત્રોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. નીચે તમારી રાશિ અનુસાર માસિક રાશિફળ છે, જેથી તમે તમારા મહિનાનું વધુ સારી રીતે આયોજન કરી શકો.
મેષ માસિક રાશિફળ (Aries Monthly Horoscope)
મેષ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો મિશ્ર રહેશે. આ સમય દરમિયાન, તમારે વ્યક્તિગત અને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ બુદ્ધિ, સમજદારી અને શુભેચ્છકોની મદદથી, મોટી સમસ્યાઓનો ઉકેલ શક્ય બનશે. નોકરી કરતા લોકોએ તેમના સમય અને શક્તિનું યોગ્ય રીતે સંચાલન કરવું પડશે. ઉદ્યોગપતિઓએ વધુ મહેનત કરવાની જરૂર છે. મહિનાના મધ્યમાં તમને તમારી મહેનતના સકારાત્મક પરિણામો મળશે. સ્વાસ્થ્ય અને સંબંધોમાં સાવધાની રાખો.
ઉપાય - ઋણમોચક મંગલ સ્તોત્રનો પાઠ કરો
વૃષભ રાશિ માસિકફળ - આ મહિનો વૃષભ રાશિના જાતકો માટે સામાજીક અને પારિવારિક જીવનમાં આનંદનો સમય છે.પરિવારના કોઈ સભ્યની સફળતાથી ખિશી મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને લાંબા સમયથી અટકેલા કર્ય મા રોકાણ કરવાથી લાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સતર્કતા જરૂરી છે. કારણ કે કોઈ ગેરસમજ કે અફવાથી પરેશાની થઈ શકે છે. સ્વાસ્થ્યના હિસાબથી પાચન અને પેટ સાથે જોડાયેલ પરેશાનીઓનુ ધ્યાન રાખો ધ્યાન અને ઓગથી માનસિક શાંતિ કાયમ રહેશે.
ઉપાય: શુક્રવારે છોકરીને સફેદ મીઠાઈ અથવા ખીર ખવડાવો.
મિથુન રાશિ માસિકફળ
સપ્ટેમ્બર મહિનો મિથુન રાશિવાળા માટે નવી તક અને પડકારનો સંકેત આપી રહ્યા છે. નોકરી અને વ્યવસાયમાં મેહનતનુ ફળ મળશે. પણ ધર્ય અંબે સંયમ કાયમ રાખવો પડશે. યાત્રાના યોગ બની રહ્યા છે. ખાસ કરીને વ્યવસાયિક દ્રષ્ટિથી. આર્થિક દ્રષ્ટિથી સમય સામાન્ય રહેશે. પણ બિનજરૂરી ખર્ચાથી બચો. પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે. જેનાથી સંબંધો મજબૂત થશે. સ્વાસ્થ્યના મામલે માથુ અને આંખોની દેખરેખ રાખવી જરૂરી છે.
ઉપાયઃ મધરાષ્ટકમનો પાઠ કરો.
કર્ક માસિક રાશિફળ - કર્ક રાશિવાળા માટે સપ્ટેમ્બરનો મહિનો માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધારનારો રહેશે. પરિવાર અને મિત્રોનો સહ્યોગ મળ સહે જેનાથી જુના વિવાદનુ સમાઘાન શક્ય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથે યોગ અને હળવો વ્યાયામ લાભકારી રહેશે. યાત્રાના યોગ છે પણ લાંબી દૂરીની યાત્રામાં સાવધાની રાખો.
ઉપાય - શિવ રૂદ્રાષ્ટકનો પાઠ કરો
સિંહ રાશિ - સિંહ રાશિના જાતકો માટે મિશ્રિત સમય લઈને આવ્યો છે. કાર્યક્ષેત્રમા કેટલાક પડકારો આવી શકે છેપણ પોતાના કૌશલ અને અનુભ વથી તમે તેને પાર કરી શકો છો. આર્થિક મામલામાં સુધાર થશે. પણ ખર્ચ પર કાબુ રાખવો જરૂરી છે. /પારિવારિક જીવન સુખદ રહેશે. બાળકો અને માતા પિતાનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પણ બીપી અને તનાવ પર ધ્યાન આપો. સામાજીક જીવનમાં સક્રિય રહેશો.
ઉપાય - આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરો
કન્યા રાશિ - કન્યા રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો વ્યવસ્થિત અને યોજનાબદ્ધ રૂપે કાર્ય કરવાનો સમય છે. નોકરી કે વ્યવસાયમાં તમે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. આર્થિક મામલે સમજી વિચારીને રોકાણ કરવુ લાભદાયી રહેશે. પરિવાર સાથે તાલમેલ અને સમજદારી વધશે. સ્વાસ્થ્યના હિસાબથી આ સમય સામાન્ય રહેશે. પણ થાક અને તનાવથી બચવા માટે પૂરતી ઉંઘ જરૂરી છે. અભ્યાસ અને વ્યક્તિગત વિકાસ મા પણ સમય વ્યતીત કરો.
ઉપાય - રોજ ગણપતિની વિધિ-વિધાનથી પૂજા અને ચાલીસાનો પાઠ કરો
તુલા રાશિ - સપ્ટેમ્બરમાં તુલા રાશિ વાળા માટે ઉત્સાહ અને નવા અવસરોનો સંકેત આપે છે. કરિયર અને વ્યવસાયમાં લાભકારી તક મળી શકે છે. જૂના પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપવાથી સારુ પરિણામ મળશે. આર્થિક દ્રષ્ટિથી સમય અનુકૂળ છે. રોકાણ સમજી વિચારીને કરો. પારિવારિક જીવનમાં સંતુલન રાખવુ જરૂરી છે. કોઈ વાત પર ચર્ચાથી બચો. સ્વાસ્થ્યના મામલે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારવા પર ધ્યાન આપો.
ઉપાય - શ્રી સૂક્તનો પાઠ કરો
વૃશ્ચિક રાશિ માસિક રાશિફળ - વૃશ્ચિક રાશિવાળા માટે આ મહિનો સંઘર્ષ અને મહેનતનો સમય છે. કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે. પણ ધૈર્ય અને લગનથી તેને પાર કરી શકાય છે. આર્થિક સ્થિતિમાં સુધાર થવાની શક્યતા છે. પણ મોટા ખર્ચાથી બચો. પરિવારની સાથે સંબંધોમાં મઘુરતા આવશે. સ્વાથ્ય માટે માનસિક તણાવ અને ચિંતાને નિયંત્રિત કરવુ જરૂરી છે. સામાજીક જીવનમાં સક્રિય રહેશુ અને કંઈક નવા સંપર્ક બનાવી શકીએ છીએ.
ઉપાય - હનુમાન ચાલીસાનો પાઠ કરો
ધનુ રાશિ માસિક રાશિફળ
ધનુ રાશિ વાળા માટે આ મહિનો સકારાત્મક ઉર્જા અને સફળતાનો સંકેત આપનારો છે. કરિયર અને વ્યવસાયમાં પ્રગતી થશે. ખાસ કરીને એ લોકોમાટે જે નવી યોજનાઓ પર કામ કરી રહ્યા છે. નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે અને રોકાણ લાભકારી રહેશે. પરિવાર અને મિત્રોની મદદ મળશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ખાસ કરીને હાડકા અને જોઈંટ્સની સમસ્યાથી બચો. યાત્રાના યોગ બજ્ની રહ્યા છે. ખાસ કરીને વ્યવસાયિક ઉદ્દેશ્યોથી.
ઉપાય - વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો
उपाय: विष्णु सहस्त्रनाम का पाठ करें।
મકર રાશિફળ - મકરરાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો પડકાર રૂપ રહેશે. કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા વધી શકે છે. પજ્ણ યોગ્ય રણનીતિથી સફળતા મળશે. આર્થિક દ્રષ્ટિથી સમય અનુકૂળ છે. જૂના રોકાણ લાભ આપશે. પરિવાર સાથે સમય વિતાવવો અને સંબંધોને મજબૂત કરવાની તક મળશે. સ્વાસ્થ્યના હિસબથી સંતુલિત આહાર અને યોગ લાભકારી રહેશે. માનસિક તનાવથી બચો અને નકારાત્મકતાથી દૂર રહો.
ઉપાય - ભગવાન શિવ ચાલીસાનો પાઠ કરો
કુંભ રાશિ માસિક રાશિફળ
કુંભ રાશિવાળા માટે સપ્ટેમ્બર મહિનો નવી તક અને ફેરફાર લઈને આવશે. કરિયરમાં ઉન્નતિના યોગ છે. નવી પરિયોજનાઓ અને જવાબદારીઓથી લાભ થશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને લાંબા સમયના રોકાણથી લાભ શક્ય છે. પારિવારિક જીવનમાં સંતુલન કાયમ રાખો અને બાળકો તેમજ વડીલોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. વ્યાયામ અને ધ્યાનથે માનસિક શાંતિ રહેશે.
ઉપાય - સુંદરકાંડનો પાઠ કરો
મીન રાશિ માસિક રાશિફળ
મીન રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો સામંજસ્ય અને સંતુલનનો સમય છે. કરિયર અને વ્યવસાયમાં સ્થિરતા કાયમ રહેશે અને કેટલાક લોકોને પ્રમોશન કે નવી તક મળી શકે છે. આર્થિક મામલામાં સમજી વિચારીને રોકાણ્કરો. પારિવારિક જીવન સુખદ રહેશે અને બાળકો સાથે જોડાયેલ મામલા સકારાત્મક રૂપથી હલ થશે. સ્વાસ્થ્ય માટે યોગ અને હળવો વ્યાયામ જરૂરી છે. માનસિક તનાવ ઓછો કરવામાટે ધ્યાન અને સાધનામાં સમય આપો.
ઉપાય : નારાયણ કવચનો પાઠ કરો