ધનની દેવી માનવામાં આવે છે આ અંક ધરાવતી છોકરીઓ, પતિ માટે સાબિત થાય છે લકી ચાર્મ
અંકશાસ્ત્રમાં એક એવા અંકનો ઉલ્લેખ છે જેની છોકરીઓ દેવી લક્ષ્મીને પ્રિય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં પણ આ છોકરીઓ દુલ્હન તરીકે કોઈના ઘરે જાય છ તો ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી રહેશે નહીં. અહીં, આપણે 3 અંક ધરાવતી છોકરીઓ વિશે વાત કરી રહ્યા છીએ.
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 હોય છે. તેમનો મૂલાંક ૩ હોય છે. આ મૂલાંક ધરાવતા લોકો બુદ્ધિશાળી, મોટા દિલના અને મહેનતુ હોય છે. આ મૂલાંક ધરાવતી છોકરીઓને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે 3 અંક ધરાવતી છોકરીઓ તેમના પતિ અને સાસરિયાઓનું ભાગ્ય ઉજ્જવળ બનાવે છે.
આ અંક ધરાવતી યુવતીઓ પૈસાનું સંચાલન કરવામાં કુશળ હોય છે. તેમની હાજરી ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.
નંબર 3 અંક ધરાવતી સ્ત્રીઓ તેમના પતિઓને તેમની કારકિર્દીમાં આગળ વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે. તેમના મંતવ્યો ઘણીવાર સાચા હોય છે.
તેમના આગમન સાથે, તેમના પતિનાં કરિયર અને તેમના સાસરિયાઓની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.