મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

છુટકારો

એક નેતાજીને લાંબા ભાષણની આદત હતી. ભાષણની વચ્ચે વચ્ચે તેઓ એક સંવાદનો વારંવાર પ્રયોગ કરતા હતા - 'હું શુ કહી રહ્યો હતો ?
એક દિવસ એક શાળામાં નેતાજીએ અડધા કલાક સુધી ભાષણ આપ્યુ. બધા વિદ્યાર્થી અને શિક્ષક હેરાન થઈ ગયા. અચાનક નેતાજીએ પોતાનો હંમેશાનો સંવાદ બોલ્યો - હું શુ કહી રહ્યો હતો ?
બધા વિદ્યાર્થી એક સાથે બોલ્યા - તમે કહી રહ્યા હતા કે હવે હું આ ભાષણને અહીં જ પુરૂ કરુ છુ.