ગુરુવાર, 8 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય
Written By વેબ દુનિયા|

કબૂતર

કબૂતર
અગાસી પરથી આવી બેસ્યું
એક કબૂતરનું જોડું
આંગણામાં છે આવી બેસ્યું
એક કબૂતરનું જોડું

દોડ લગાવે આકાશમાં
ઉડી જાય છે ઉંચે
કલા બતાવે ગુંલાટ ખાઈને
પછી આવે છે નીચે
ચાલ બતાવે પછી અકડીને
એક કબૂતરનું જોડું.

પંજા છે લાલ તેના
ગરદન થોડી ભૂરી
ચિતકબરો છે રંગ તેનો
ચમકીલી છે ઘારી
અંગ અંગ તેનું ફડકે
એક કબૂતરનું જોડું.

પક્ષી છે આ સીધુ સાદુ
વ્હાલુ વ્હાલુ ભોળુ-ભાળું
દાણા ચરતું ધણા પ્રેમથી
આને પાળે ચારું
દડબામાં આ રહી લેશે
એક કબૂતરનું જોડું.