ગુરુવાર, 8 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય
Written By વેબ દુનિયા|

ફૂલ

ફૂલ
W.D
મોઢુ રંગીને આવ્યા ફૂલ
સુગંધ સાથે લાવ્યાં ફૂલ

ભમરાને આપીને આમંત્રણ
હોઠથી રસ પીવડાવતુ ફૂલ

મખમલ જેવી શાખા પર આ
ઉંધીને રાત વિતાવે ફૂલ

શબનમના આ મોતી વીણીને
પોતાની તરસ છુપાવે ફૂલ

W.D
ગુલાબ, ચમેલી, ચંપા જેવા
શ્વાસ હંમેશા મહેકાવે ફૂલ

પુષ્પ, સરોજ, સુમન જેવા
મધુર નામોથી ઓળખાય ફૂલ

ભાવાનુવાદ -કલ્યાણી દેશમુખ