શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય
Written By વેબ દુનિયા|

સાંતા ક્લોઝ

N.D
સાંતા ક્લોજ, સાંતા ક્લોજ
મારા ઘરે પણ આવજો તમે
લખી લો મારા ઘરનું સરનામુ
ભૂલી ન જતા તમે

ચાર રસ્તેથી ડાબે વળજો
ક્યાંય નહી જશો તમે
એક ઘંટી તમને મળશે
ત્યાં જ ન રોકાતા તમે

આગળ આવો તો રસ્તામાં
ડોક્ટર સાહેબનું ઘર છે
ત્યાં નથી જવાનુ તમારે
ત્યાં જ ન રોકાતા તમે

આનાથી આગળ જ્યારે આવશો
લીમડાંનું ઝાડ દેખાશે તમને
ઝાડ પાસે જ મારું ઘર છે
બસ.. અહીં જ આવજો તમે
સાંતા ક્લોઝ, સાંતા ક્લોઝ
ભૂલી ન જતા તમે.