બુધવાર, 16 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Modified: મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (15:51 IST)

ચાર ચોર ની વાર્તા

The story of four thieves-
 
મુદ્દાઓ:- ચાર ચોર... પૈસાની ચોરી... વહેંચણી માટે જંગલમાં જવું... ભૂખ લાગી... શહેરમાં બે ચોર મીઠાઈ લેવા આવ્યા... મનમાં પાપ... મીઠાઈમાં ઝેર ભેળવવું... જંગલમાં બે ચોરોના ઈરાદા બગાડવા... હાથ-મોહ ધોવાના બહાને કૂવા લઈ જવાનું... કૂવામાં ધકેલવું... બાકીના બે ની મીઠાઈઓ ખાવી... પરિણામ.
 
 
રામપુર નામના ગામમાં ચાર ચોર રહેતા હતા. ચારે ચોર દરવખતે સાથે વર્ષો સુધી ચોરી કરતા રહ્યા. પણ આ વખતે તેમણે વિચાર્યુ કે આ સમયે મોટુ ખજાના માટે ચોરી કરીશ અને પછી ચોરી કરવા મૂકી દઈશ.  તેથી એક સેઠને ત્યાં તે એક દિવસ ચોરી કરવાના ઈરાદે તે ગામમાં ગયો. તે ગામમાં સેઠને ત્યાં તે મોટા ખજાનાની ચોરી કરી અને અને જંગલમાં ચાલ્યા ગયા. જંગલમાં તેમને આ ખજાનાની વહેચણી કરી. ચારેય ચોર ખૂબ ભૂખ્યા હતા. તેને ખૂબ જોરથી ભૂખ લાગી હતી તેથી તેઓમાંથી બે ચોર બજારમાંથી મીઠાઈ ખરીદવા ગયા હતા. બંને ચોરોના દાનત બગડી તેણે તેમાંથી અડધી મિઠાઈ ખાઈ ગયા અને બાકીની અડધી મિઠાઈમાં ઝેર ભેળવ્યું. 
 
જંગલમાં બે ચોર હતા, તેમનો ઈરાદામાં પણ ખોટ આવી તેમણે હાથ ધોવાના બહાને તેઓ બીજા બે ચોરોને કૂવામાં લઈ ગયા અને કૂવામાં ધક્કો માર્યા. બંને ચોરને ધક્કો માર્યા પછી તે બંને ચોરોએ ચોરીના માલને  સરખી રીતે વહેંચી લીધી. બાદમાં તેણે મીઠાઈઓ ખાધી અને મીઠાઈ ખાધા પછી તે પણ મરી ગયો અને તેણે જે પૈસા ચોર્યા હતા તે તેના અસલી હકદરા માલિકો પાસે ગયા.