આકાશ મામા દૂરના
|
વાત બહુ વર્ષો પહેલાની છે. એક દૂરના ગામમાં એક ડોશીમાં રહેતા હતા. કમર વાંકી વળવાથી તેઓ સીધા ચાલી શકતા નહોતા. મોઢુ પણ લબળેલુ. છતાં આખો દિવસ કંઈકને કંઈક કામ કરવાની આદત. ડોશીમાંથી ચાલી શકાતુ નહોતુ છતા અહીં તહીં ફર્યા કરતા હતા. કહેવાય છે કે ડોશીમાંનુ આગળ પાછળ કોઈ નહોતુ. એકલી જ તે ઝૂંપડીમાં રહેતી હતી. ડોશીમાંના ઉંમરનુ ગામમાં બીજુ કોઈ નહોતુ આથી તે વાતો પણ કોણી સાથે કરે ? એ તો આખો દિવસ પોતાની ઝૂંપડીની આસપાસ સાફ-સફાઈ કરવામાં જ વ્યસ્ત રહેતી હતી.
એક દિવસ ખૂબ ગરમી પડી રહી હતી. એટલી કે તમે બેસો તો પરસેવો ટપકે. એટલામાં જ જોરથી હવા આવી અને ચારે બાજુ ધૂળ જ ધૂળ ઉડવા માંડી. ડોશીમાં એ જોયુ કે ચારે બાજુ ધૂળ જ ધૂળ ઉડી રહી છે. તો તેણે હાથમાં ઝાડૂ લઈને કામ કરવાનુ શરૂ કરી દીધુ. જ્યારે ઝાડૂ હાથમાં આવી તો તેણે બધુ એક કરી નાખ્યુ. શુ બહાર કે શુ અંદર. ડોશીમાં ઝાડૂ મારવામાં એટલે વ્યસ્ત હતી કે તેને ખબર જ ન પડી કે તેના ઝાડૂ મારવાથી વધુ ધૂળ ઉડી રહી હતી. ઉડનારી ધૂળ સીધી આકાશની નાકમાં જઈ રહી હતી અને તેને તકલીફ થઈ રહી હતી. તે જોરથી છીંક્યો. એટલા જોરથી કે બધા લોકો દોડીને પોતાના ઘરમાં સંતાઈ ગયા.
ડોશીમાં તો છતાં પોતાન કામમાં વ્યસ્ત હતી. તેણે કોઈ વાતનુ ભાન નહોતુ. થોડી વારમાં ધૂળ ઉડી તો આકાશને છીંકો આવવાની શરૂ થઈ ગઈ. આંખોમાં બળતરા થવાની શરૂ થઈ ગઈ. ધૂળને કારણે આકાશની આંખમાંથી એક મોટો આંસુ ટપકીને જમીન પર પડ્યુ. ડોશીમાં છતાં પોતાના કામમાં વ્યસ્ત રહી. થોડી વારમાં ફરી આંસુ ટપક્યાં અને એક આંસુ ડોશીમાંની સામે જ ટપક્યો. ડોશીમાંને થયુ કે હું હમણા કચરો વાળુ છુ અને આ આકાશને વરસાદ પાડવાનુ સૂજી રહ્યુ છે. આમ તો મારી ઝાડુ ખરાબ થઈ જશે. તેણે આકાશને ફટકાર લગાવી. આકાશની આંખોમાંથી પાણી ટપકવાનુ છતાં બંધ ન થયુ. આથી ડોશીમાં એ આકાશને ઝાડુથી ધકેલ્યો આથી આકાશ થોડુ આગળ વધ્યુ.
આકાશના આંખમાંથી આંસુ નીકળવાના બંધ ન થયા, તેથી ડોશીમાં તેણે પાછળ ધકેલતી ગઈ ધકેલતી ગઈ. ડોશીમાં જ્યારે થાકી ગઈ તો તેણે પૂરા જોરથી ઝાડુ વડે આકાશને પાછળ ધકેલ્યો, આથી આકાશ ધકેલાઈને એકદમ એટલે દૂર કે બહુ જ દૂર જતો રહ્યો. ડોશીમાંના ઝાડુની ફટકારથી ગભરાઈને આકાશે સોગંઘ લીધા કે તે હવે ફરી કદી પણ પાછુ નહી આવે. આથી આકાશ આપણાથી આજે પણ ખૂબ દૂર છે.
ડોશીમાં તો નથી પણ આકાશ આજે પણ દૂર છે.
