ચકલી સાથે દોસ્તી
|
હું ખુશ થતો કે જો ચકલી મારાથી ગભરાય છે. શાળામાંથી ઘરે આવતાં જ હું સૌથી પહેલાં આ જ કામ કરતો કે ચકલી એ ક્યાંય કચરો ઉઠાવીને તો નથી લાવી રહીને.
શાળાની પરીક્ષાના દિવસો જ્યારે શરૂ થયા ત્યારે વૃક્ષો પરથી પાંદડા અને ઝીણી લાકડીઓ તૂટીને નીચે પડતી. ચકલી બધો કચરો ઉઠાવીને નીચે લાવતી અને માળો બનાવવા માંડતી. મને જોતાં જ તે કચરો બહાર ફેંકી દેતી. પરીક્ષા પૂરી થઈ તો પપ્પાએ મને કહ્યુ કે તે મને ફરવા માટે રાજીવ અંકલની ઘરે અલ્મોડા લઈ જવાના છે. આ સાંભળીને હું ઘણો ખુશ થયો.
રાજીવ અંકલનો પુત્ર સતીશ મારો બહુ સારો મિત્ર હતો.અને પહેલાં અમે બંન્ને સાથે જ ભણતાં હતા. બીજા ધોરણ સુધી સાથે ભણ્યા પછી સતીશ અલ્મોડા જતો રહ્યો. મને તો સતીશને મળવાનું મળશે વિચારીને જ ધણી ખુશી મળી રહી હતી. અલ્મોડા માટે ઘરે થી નીકળતાં પહેલાં જ મે મારી જાતે ઘરની બધી બારીઓ જાતે બંધ કરી. જેથી ચકલી આવીને ઘર ગંદુ ન કરે. ટ્રેન દ્વારા અમે અલ્મોડા પહોચ્યા. સતીષને મળીને હું ખુબ ખુશ થયો. અમે બંનેયે મળીને ઘણી વાતો કરી. સતીશે મને કહ્યુ કે આજે સાંજે તે મને એક ખાસ વસ્તુ બતાવવાનો છે.
સાંજે અમે બંને તેની ઘરની અગાશી પર હતા. હું જોયું કે સતીશની અગાશી પર એક છાપરું બાંધી મૂક્યુ હતુ. અને નાના નાના વાડકાઓમાં બહુ બધી જગ્યાઓ પર પાણી ભરી મૂક્યું હતુ, અને કેટલીક રંગબિરંગી પાંખો વિખરાયેલી હતી.સતીષના હાથમાં એક નાનકડી થેલી પણ હતી. જેમાં કેટલાક અનાજના દાણાં હતા. તેણે કહ્યું હવે જો, તેણે દાણા જમીન પર નાખી ડબ્બો વગાડ્યો. થોડી જ વારમાં અગાશી પર વિભિન્ન પ્રકારના પક્ષીઓથી ભરાઈ ગઈ. પક્ષીઓ અને ખાસ કરીને ચકલીઓથી મને બહુ ચિડ હતી.
પહેલી વાર આટલા બધા પક્ષીઓ જોઈને મને સારું લાગ્યું. મેં જોયુ કે ચકલી સતીશના હાથમાંથી દાણા લઈને ખાઈ રહી હતી. સતીશે કેટલાક દાણા મારા હાથમાં પણ આપ્યા. અને ચકલીએ આવીને તે ખાધા. મને બહુ સારું લાગ્યુ. મેં સતીશને પૂછ્યુ કે તે આ બધુ કેવી રીતે કર્યુ. સતીશે કહ્યુ કે પહેલા એક ચકલીએ ઘરમાં માળો બનાવ્યો અને જ્યારે તેણે આ પ્રકારની વ્યવસ્થા કરી ત્યારે સાંજે ઘણી ચકલીઓ આવવા લાગી. દાણા પાણીની વ્યવસ્થા પક્ષીઓને બહુ ગમી. મેં પૂછ્યું પછી ગંદકીનુ શુ ? તે બોલ્યો - તેમાં શુ એક વાર સફાઈ કરી દો બસ.
મને સમજાઈ ગયુ કે સાવરણી લઈને આખો દિવસ ચકલીઓની પાછળ પડવા કરતા તો સારુ છે કે અગાસી પર આવી વ્યવસ્થા કરીને એક વાર સાવરણીથી સફાઈ કરી દેવાની. એક મહિના પછી ઘરે આવીને મેં પણ આવું જ કર્યુ અને હવે તો મારા ઘરે પણ બહુ બધી સુંદર ચકલીઓ આવે છે. અને તેમની સાથે સમય વિતાવવો મને ખૂબ જ ગમે છે.
