એક જંગલમાં એક શિયાળ રહેતું હતુ. એક દિવસ તેને ખૂબ જ ભૂખ લાગી. તે ખોરાકની શોધમાં આમતેમ રખડવા માંડ્યુ.
થોડી વાર આમતેમ રખડતાં દૂર એક ખેતરમાં તેને દ્રાક્ષના વેલાં જોવા મળ્યા. દ્રાક્ષ જોઈને તેના મોઢામાં પાણી આવી ગયું. દ્રાક્ષના વેલાં ઘણા ઉપર આવેલા હતા. શિયાળે તે વેલા સુધી પહોંચવા ઘણા કૂદકા માર્યા પણ તેના મોઢામાં એક પણ દ્રાક્ષ ન આવી.
છેવટે તે ખૂબ થાકી ગયું એટલે કંટાળીને જવા માંડ્યુ. જતાં જતાં તે બોલ્યો - છી..છી.. આ દ્રાક્ષ તો ખાટી છે, આવી ખાટી દ્રાક્ષ કોણ ખાય ?
શીખ - આ વાર્તા પરથી એ શિખવા મળે છે કે ચાલાક લોકો પોતાની નબળાઈ કોઈને બતાવતાં નથી.