શુક્રવાર, 6 માર્ચ 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા
Written By કલ્યાણી દેશમુખ|

જેનો જેવો ભાવ

જેનો જેવો ભાવ
એક ગામમાં એક કઠિયારો રહેતો હતો. તે જંગલમાંથી લાકડાં કાપી લાવતો અને તેને વેચીને જે પૈસા મળે તેનાથી પોતાનું ગુઅજરાન ચલાવતો હતો. જંગલ ધણુ દૂર હતુ તેથી તે સાથે ખાવા માટે ભાથુ પણ બાંધી લઈ જતો. આ તેનો નિત્યક્ર્મ હતો

એક દિવસ એક કઠિયારો જંગલમાં લાકડાં વીણવા જઈ રહ્યો હતો, રસ્તામાં તેણે એક મેલા જેવા કપડાં પહેરેલા સાધુ મહારાજને આવતા જોયા. તે સાધુ મહારાજ તેને બહુ ગંદા લાગી રહ્યા હતા. સાધુ મહારાજ તેની પાસે જ આવી રહ્યા હતા. નજીક આવતાં જ તે બોલ્યા 'બેટા, ભિક્ષા આપો '

કઠિયારો બોલ્યો - 'મહારાજ, હું પોતે જ ગરીબ છુ, હું તમને શુ આપુ, મારી પાસે તો કશું જ નથી.

સાધુ બોલ્યા - બેટા જે હોય તે આપ.

થોડીવાર વિચાર કરીને કઠિયારો બોલ્યો - આ લો મારી પાસે રોટલી છે, તેમાંથી એક રોટલી લઈ લો. આમ કહીને તેમણે સાધુને એક રોટલી આપી. સાધુ ફટાફટ રોટલી ખાઈ ગયા, અને પાસેના કુવામાંથી પાણી પણ પી લીધો. તેમના મોઢા પર સંતોષના ભાવ જોવા મળ્યા.

કઠિયારો ત્યાં જ લાકડાં કાપવા થોભી ગયો હતો. સાધુએ તેની પાસે આવીને એક મેલી જેવી નાનકડી પોટલી કાઢીને તેને આપતા બોલ્યા - ' લે બેટા આ રાખી મૂકજે '.

કઠિયારાને પહેલાં જ સાધુને જોઈને ઘૃણા આવી રહી હતી અને ઉપરથી સાધુની મેલી પોટલી હાથમાં લેતાં તે અચકાઈ રહ્યો હતો, પણ તે ના ન પાડી શક્યો. તેણે મન મૂકવા પોટલી હાથમાં લીધી, અને ધીરે રહીને પોટલી નીચે ફેંકી દીધી. થોડીવાર પછી તે લાકડાંની ભારી માથા પર ઉઠાવીને ચાલતો થયો.

ઘરે આવીને તેણે લાકડાંની ભારી નીચે ઉતારી તો લાકડાં પર એક કપડું અટકેલું હતુ, તેણે યાદ આવ્યુ કે આ તો એ જ ગંદુ કપડું છે જેની પોટલી બનાવી સાધુએ આપી હતી. તે એ કપડાંને કાઢવા લાગ્યો ત્યારે તેને કશુંક ચમકતું જોવા મળ્યુ. તે હીરો હતો. તે તરતજ ચમકી ગયો, અને તરત જ દોડીને જંગલમાં જ્યાં તેણે પેલી પોટલી ફેંકી હતી ત્યાં ગયો, પણ ત્યાં કશું જ નહી મળ્યુ. રસ્તામાં તેણે એ જ ગંદા કપડાં પહેરેલા સાધુ મહારાજ જોવા મળ્યા. તેણે તરત જ તેમના પગ પકડી લીધા અને બોલ્યો - ' મહારાજ મને માફ કરો, હું તમને ઓળખી ન શક્યો. સાધુ બોલ્યા - 'બેટા, હું તો તને સાચા મનથી જ મદદ કરવા માંગતો હતો, પણ તારો સ્વીકારવાનો ભાવ સારો નહોતો, એટલે તને તેનું ફળ પણ એવું જ મળ્યુ, જેનો જેવો ભાવ રહે છે, જીવનમાં તે તેવું જ પામે છે. આમ, બોલીને સાધુ મહારાજ અદ્શ્ય થઈ ગયા અને કઠિયારો પછતાતો રહી ગયો.

શીખ - બાળકો, યાદ રાખો જીવનમાં તમે જેવી ભાવના મનમાં રાખશો તેવુ જ ફળ મેળવશો, તેથી હંમેશા મનમાં બીજા પ્રત્યે સારી ભાવના રાખવી જોઈએ.