એક હોસ્પિટલમાં બે દર્દી અજિત કુમાર અને સુરેશ કુમાર દાખલ થયા હતા. બંનેની હાલત બહુ જ વધુ ગંભીર હતી. તેમના રૂમમાં એક બારી હતી. અજિતકુમારનો પલંગ તેની પાસે જ હતો. જ્યારે કે સુરેશ કુમારનો પલંગ બીજી તરફ હતો.
અજિત કુમારના પલંગ પાસેથી બારીની બહતુ. હાર પણ જોઈ શકાતું હતુ. બંને દર્દી દિવસભર એકલા પથારી પર પડ્યા રહેતાં હતા તેથી એકબીજા જોડે વાતો કરતાં રહેતાં હતા.
આ રીતે બંને પોતાની બીમારીની ભૂલી થોડુ મન હલકું કરી લેતાં હતા. અજિત કુમાર બારીની તરફ જોઈને કહેતો કે બહાર ખૂબ જ સુંદર બગીચો
ND
N.D
બનેલો છે, જેમાં બાળકો રમી રહ્યા છે. એક નાનકડો ફુવારો પણ ચાલી રહ્યો છે. દ્રશ્ય ખૂબ જ સુંદર છે. જ્યારે અજિત કુમાર આ રીતે બગીચા વિશે બતાવતાં ત્યારે સુરેશ કુમાર પોતાની આંખો બંધ કરી તે દ્રશ્યનો આનંદ લેતાં હતા.
અજિત કુમાર રોજ સાંજે બગીચો અને તેની પાસેના રસ્તા પર બનતી રોજ બ રોજની ઘટનાઓ વિશે જણાવતો હતો. એક વાર તેમને સુરેશ કુમારને કહ્યું કે રસ્તા પરથી એક બહુ જ સુંદર પરેડ જઈ રહી છે. સુરેશકુમાર ત્યાંથી જોઈ તો શકતા નહોતા. પણ તેમને બેંડનો અવાજ પણ નહોતો આવતો. તે ખૂબ જ દુ:ખી થઈ ગયા. આ રીતે બારીના દ્રશ્યોના વર્ણન કરતાં-કરતાં એક મહિનો વીતી ગયો.
એક રાત્રે જ્યારે બંને પોતાના રૂમમાં ઉંધી રહ્યા હતા. ત્યારે જ રાતે અમિત કુમારને થોડી તકલીફ થવા માંડી સુરેશ કુમારની ઉંધ ઉડી ગઈ. તેમણે જોયું કે અજીત કુમાર તડપી રહ્યો છે. પણ તેમણે ઘંટી વગાડીને ડોકટરને નહી બોલાવ્યા. બહુ મોડા સુધી તડપ્યા પછી અજીત બાબુ શાંત થઈ ગયા. સવારે ખબર પડી કે અજીત કુમાર તો રાતે જ મરી ગયા હતા.. સુરેશ કુમારે એટલા માટે ઘંટી નહી વગાડી કારણકે તે બારીની બહારના દ્રશ્યોનો આનંદ લેવા માંગતા હતા. અને અજીત બાબુના રહેતા તે શક્ય નહોતુ.
બીજે દિવસે સુરેશ બાબૂએ નર્સને બારીની પાસે પલંગ લગાવવાનુ કહ્યું અને તેમનો પલંગ બારીની પાસે ખસેડવામાં આવ્યો. પણ આ શુ ? બારીની પાસે જઈને સુરેશકુમારે જોયું કે બારીની બહાર તો કોઈ દ્રશ્ય જ નહોતું ત્યાં તો બસ ફક્ત એક દિવાલ ઉભી હતી.
સુરેશ બાબૂએ નર્સને બધી વાત કરી અને કહ્યું કે અજીત કુમાર અહીંથી શું શું જોતા હતા. નર્સે કહ્યું કે તમને ગેરસમજ થઈ છે. અજીત કુમારની તો બંને આંખ ખરાબ હતી નર્સે કહ્યું કે બની શકે કે તે તમને ઠીક કરવાં આ પ્રકારની વાતો કરતાં હોય. હવે સુરેશ કુમાર દવાખાનામાં એકલા પડી ગયા.
સાચી વાત છે કે બીજાને ખુશ કરવામાં જ ખુશી મળે છે. કોઈની ઈર્ષા કરવાથી કોઈ ખુશી નથી મળતી.