ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા
Written By વેબ દુનિયા|

લકી પેન

N.D
પ્રફુલ્લભાઈ દેસાઈ નામનો એક યુવક હતો. તે ફોજમાં જવા માંગતો હતો. પરીક્ષા આપ્યા પછી પણ કોઈ કારણોસર તે દરેક વખતે ભરતીમાંથી બહાર થઈ જતો હતો. તેને લાગતુ હતુ કે તેનું ભાગ્ય તેનો સાથ નથી આપી રહ્યો. તે ઘણો જ પરેશાન થઈ ગયો અને તેને કશુ સુઝતુ નહોતુ. પ્રફુલ્લનો એક મિત્ર હતો. તેને પ્રફુલ્લની મદદ કરવાનું કહેવામાં આવ્યુ. તેને પ્રફુલ્લને એક પેન ભેટ આપતા કહ્યુ કે આ પેન ખૂબ જ લકી છે. જ્યારે જ્યારે મેં આ પેનથી પરીક્ષા આપી ત્યારે હું હંમેશા પ્રથમ આવ્યો. બીજી વખત જ્યારે ભરતી થાય ત્યારે આ પેન તુ તારી સાથે રાખજે અને બની શકે કે આ પેન તારા માટે પણ લકી પેન બની જાય.

પ્રફુલ્લે જ્યારે ફરી પરીક્ષા આપી ત્યારે તેને એવું જ કર્યુ. લેખિત પરીક્ષામાં તે પાસ થઈ ગયો અને છેલ્લી પરીક્ષામાં પહોંચી ગયો. જ્યારે બીજુ પરિણામ આવ્યું ત્યારે તે એમાં પણ પાસ થઈ ગયો. છેવટની પરીક્ષામાં પણ તેનુ પ્રદર્શન સારું રહ્યુ. અને જ્યારે ફાઈનલ પરિણામ આવ્યુ તો પ્રફુલ્લ પરીક્ષા દ્વારા સૈનિકમાં લેફ્ટિનેંટ બની ગયો. પરિણામ જોઈને પ્રફુલ્લ તરત જ પોતાના એ જ મિત્રની પાસે ગયો અને બોલ્યો કે તારી આપેલ પેન તો મારે માટે ખરેખર લકી સાબિ થઈ. તેણે મારી પસંદગી કરાવી દીધી.

પ્રફુલ્લનો મિત્ર એ સાંભળીને બોલ્યો - મિત્ર, આ તો એક સાધારણ પેન છે. તેમા લકી હોવાની કોઈ વાત જ નથી. સતત નિષ્ફળ જવાથી તારો વિશ્વાસ નબળો પડી ગયો હતો તેથી મે તને આ પેન આપી. આ યોજના કામ કરી ગઈ. વાત એમ છે કે વિશ્વાસ તારી અંદર હતો જ. આ તો તારી મહેનતનું પરિણામ છે. કોઈ લકી પેન નબળા વિદ્યાર્થીને પરીક્ષામાં સફળતા નથી અપાવી શકતી.