શિક્ષકની છત્રી
|
અમારા શિક્ષક હતા વર્મા સર, ગણિત ભણાવતા હતા. અમે ગણિતથી બહુ ગભરાતા હતા. પણ વર્મા સરની ભણાવવાની રીત બહુ સારી હતી તેથી ગણિત પણ અધરું નહોતુ લાગતુ. વર્ષાઋતુના દિવસોમાં વર્માજી હંમેશા છત્રી લઈને આવતા. વરસાદ પડે કે ન પડે તે કદી છત્રી નહોતા ભૂલતા. અમને નવાઈ લાગતી હતી કે જ્યારે તડકો નીકળ્યો હોય ત્યારે છતરી લઈ આવવાનો શુ મતલબ છે. અમે સરને પૂછ્યુ પણ હતુ તો તેમને કહ્યુ કે તમારે આનાથી શુ મતલબ ?
એક દિવસ સર ક્લાસમાં ભણાવ્યા પછી છત્રી ભૂલીને જતા રહ્યા. અમે વિચાર્યુ કે તક સારી છે અને છત્રી અમે છુપાવી દીધી. બીજા દિવસે સર બહુ પરેશાન લાગ્યા. તેમણે અમને કહ્યુ કે મારી છત્રી જોઈ છે ? તો અમે મોઢા પર એવા ભાવ લાવી દીધા જાણે કે અમે કાંઈ જ જાણતા ન હોય.
તે જ દિવસે જ્યારે શાળા છુટી તો સખત વરસાદ પડવા માંડ્યો, અને અમે પલળતા ઘરે પહોંચ્યા અને સરને પણ પલળતા ઘરે જવું પડ્યુ. બીજા દિવસે સર નહી આવ્યા. ત્રીજા દિવસે પણ નહી આવ્યા. અને જ્યારે ચોથા દિવસે પણ સર ન આવ્યા તો અમે તેમના ઘરે પહોંચ્યા. ઘરે જઈને જોયુ તો સર બીમાર હતા.
તેમણે જણાવ્યુ કે તેમને પાણીને કારણે ઠંડી લાગી જાય છે તેથી તેઓ હંમેશા છત્રી પોતાની સાથે જ રાખે છે. અમે તેમની છત્રી પાછી આપતા માફી માંગી અને પોતાના આવા કામ પ્રત્યે અમને શરમ પણ આવી.
