1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
  4. Man Dies After Mri Machine Pulls Him In Due To Heavy Metal Chain Around Neck

ગળામાં પહેરી હતી જાડી ચેન, માણસને એક જ ઝટકામાં ખેંચી ગઈ MRI મશીન, 1 ભૂલથી થયુ દર્દનાક મોત

Mri Machine Pulls
Mri Machine Pulls
 
ન્યૂયોર્કમાં એક 61 વર્ષના વ્યક્તિનુ MRI મશીનમાં ફસાય જવાથી દર્દનાક મોત થઈ ગયુ. તે ભૂલથી MRI મશીનવાળા રૂમમાં મેટલની ભારે ચેન પહેરીને જતો રહ્યો હતો.   
 
ઉલ્લેખનીય છે કે જ્યારે તે વ્યક્તિ એ રૂમમાં પહોંચ્યો જ્યાં MRI મશીન હતું, ત્યારે મશીનમાં એક દર્દીનું સ્કેનિંગ થઈ રહ્યું હતું. તે સમયે, આ વ્યક્તિ લગભગ 9 કિલો (20 પાઉન્ડ) વજનની મેટલની  સાંકળ પહેરીને રૂમમાં આવ્યો. MRI મશીનના શક્તિશાળી ચુંબકે સાંકળ ખેંચી લીધી અને તે માણસ જોરથી મશીન સાથે અથડાઈ ગયો.
 
શું હતું આખો મામલો
 
ડેઈલી મેઈલ (સંદર્ભ) અનુસાર, મૃત વ્યક્તિનું નામ કીથ મેકએલિસ્ટર જણાવવામાં આવી રહ્યું છે, જે 61 વર્ષના હતા. અહીં તેની પત્ની MRI કરાવી રહી હતી. તેણે ટેકનિશિયનને તેના પતિને ફોન કરવા કહ્યું જેથી તે તેને MRI ટેબલ પરથી નીચે ઉતારવામાં મદદ કરી શકે.
 
MRI મશીન તેને ખેંચી ગયું
 
જ્યારે તેનો પતિ રૂમમાં આવ્યો, ત્યારે મશીન તેને ખેંચી ગયું. તેની પત્નીએ કહ્યું કે મેં ચીસો પાડી અને મશીન બંધ કરવાનું કહ્યું. પરંતુ બધું એટલું ઝડપથી થયું કે કોઈને કંઈ સમજાયું નહીં. તેણે હાથ હલાવીને મને ગુડબાય કહ્યું અને પછી તેનું શરીર ઢીલું પડી ગયું. ટેકનિશિયન અને તેની પત્નીએ સાથે મળીને તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચુંબકની તાકાત ખૂબ વધારે હતી.
 
હોસ્પિટલ પહોંચ્યા પછી પણ તે બચી શક્યો નહીં
એમઆરઆઈ મશીનમાંથી બહાર કાઢ્યા પછી તેને હાર્ટ એટેક આવ્યો. આ પછી તરત જ, બીજા દિવસે ગુરુવારે બપોરે તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. મૃતકની પત્નીએ આરોપ લગાવ્યો કે ટેકનિશિયને તેના પતિને રૂમમાં કેવી રીતે આવવા દીધો, જ્યારે તેના ગળામાં ચેઈન દેખાતી હતી.
 
આવો અકસ્માત પહેલા પણ બન્યો છે
2001 માં, ન્યૂ યોર્કના એક મેડિકલ સેન્ટરમાં 6 વર્ષના બાળકનું મૃત્યુ થયું. ઓક્સિજન સિલિન્ડર  MRI મશીનમાં ખેંચાઈ ગયો અને અકસ્માત થયો. બાદમાં પરિવારને લગભગ રૂપિયા 24 કરોડનું વળતર મળ્યું.
 
MRI મશીન કેટલું ખતરનાક છે?
MRI મશીનમાં ખૂબ જ મજબૂત ચુંબક હોય છે. તે ચેઈન, ઘડિયાળ, બેલ્ટ, ચાવી, વ્હીલચેર અથવા ઓક્સિજન સિલેંડર જેવી કોઈપણ લોખંડ કે સ્ટીલની વસ્તુને ઝડપથી ખેંચી શકે છે. નિષ્ણાતોના મતે, એમઆરઆઈ મશીન એટલું શક્તિશાળી છે કે તે વ્હીલચેરને પણ રૂમમાં ખેંચી શકે છે.
 
એમઆરઆઈ રૂમમાં જતી વખતે આ વાત ધ્યાનમાં રાખો
એમઆરઆઈ રૂમમાં જતી વખતે કેટલીક જરૂરી સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે. ધ્યાનમાં રાખો કે MRI રૂમમાં તમારે કોઈ ધાતુની વસ્તુ ન લેવી જોઈએ, ન તો ઘરેણાં, ન ચેઈન, ન બેલ્ટ, ન મોબાઈલ. યાદ રાખો કે થોડી બેદરકારી જીવલેણ બની શકે છે. હંમેશા ડૉક્ટર અને ટેકનિશિયનની સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરો.
 
આગળનો લેખ
ઓટો રિક્ષા ચાલકે એક વૃદ્ધ મહિલાને માત્ર 10 રૂપિયા માટે 20 મીટર ખસેડયા