રીલેશનશિપ ટિપ્સ : આટલી ટિપ્સ અપનાવો અને સંબંધોમાં મીઠાસ લાવો

વેબ દુનિયા|
P.R

1. સારા માતા પિતા બનવા માટે જરૂરી છે કે તમે સૌ પહેલા તમારા બાળકોનો વિશ્વાસ જીતો. તેમને એ વિશ્વાસ અપાવો કે તમે તેના માતા પિતા જ નહી સારા મિત્ર પણ છો, તેથી તે તમારી સાથે દરેક વાત શેર કરશે.

2. જો તમે સંયુક્ત કુટુબમાં રહેતા હોય તો દરેકને એકસરખો પ્રેમભાવ આપો. ક્યારેય કોઈને એવો અનુભવ ન થવા દો કે તમે ફલાણાની વાતો વધુ માનો છો અને ફલાણાંની વાતો તરફ ધ્યાન નથી આપતા.
3. સાસુ-સસરાનું દિલ જીતવા જરૂરી છે કે તમે પહેલા તેમને સન્માન અને પ્રેમ આપો. તમને ખબર હોય તો પણ ક્યારેક કોઈ ધાર્મિક તહેવાર વિશે પૂછો. જેવુ કે તમારા જમાનામાં તમે દિવાળીમાં શુ કરતા હતા.


4. તમે રસોઈ બનાવતા હોય તો પોતાની મરજી મુજબ ન બનાવશો. હંમેશા દરેકની પસંદગીને ધ્યાનમાં રાખો. તમે કેટલાય નિપુણ કેમ ન હોવ પણ આવી નાની નાની વાતો સાસુને પૂછશો કે શુ બનાવુ તો તેમને ખૂબ ગમશે.
5. ગુસ્સ્સામાં આવીને પાર્ટનરની તુલના કોઈ બીજા સાથે ન કરવી જોઈએ. આનાથી પાર્ટનરને અપમાન લાગશે. બની શકે છે કે એ પણ કોઈ બીજા સાથે તમારી કંપેરીશન કરીને તમને પણ મન દુ:ખ પહોંચાડે

6. એકબીજા માટે ડ્રિંક તૈયાર કરો, સાથે આલ્કોહોલ ડ્રિંકના કેટલાક ઘૂંટ લો અને પછી જુઓ ઘરતી પર તમને સ્વર્ગ દેખાવવા માંડશે. તમે બધુ જ ભૂલીને એકબીજામાં લીન થઈ જશો.
7. જો આજકાલ તમારી ગર્લફ્રેંડ કે બોયફ્રેંડનો નંબર વધુ બીઝી આવતો હોય અને એ તમારી જગ્યાએ બીજી કોઈ કોલને વધુ મહત્વ આપવા લાગે તો સાવધ રહેવુ જોઈએ.

8. જો કોલેજ કે ઓફિસમાં તમને કોઈ છોકરી પસંદ છે અને તમે તેને પ્રપોઝ કરવા માંગો છો પણ હિમંત થઈ રહી ન હોય તો પહેલા તમારે તેની સાથે સામાન્ય વાતચીત શરૂ કરી દેવી જોઈએ.
9. જ્યારે પણ તમે ગ્રુપમાં ક્યાક ફરવા જાવ ત્યારે પ્રયત્ન કરો કે તમે એ છોકરીની આસપાસ જ રહો જેને તમે પસંદ કરો છો, કોશિશ કરો કે તેના સારા મિત્ર બની જાવ. મૈત્રી થયા પછી તેને કોફી માટે ઈનવાઈટ કરો.

10. બાળકોને ખૂબ પ્રેમ કરો છો એ દર્શાવવા કાયમ તેમની દરેક વાત માનશો નહી, આ રીતે તમારું બાળક જીદ્દી થઈ જશે. તેને કોઈ વાતે ના કહેવી પડે તો તેની પાછળનું કારણ પ્રેમથી જરૂર સમજાવો.


આ પણ વાંચો :