ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. માતૃ દિવસ
Written By એજન્સી|
Last Modified: મંગળવાર, 13 મે 2008 (16:40 IST)

યુ.એસમાં 100 વર્ષોથી ઉજવાતો મધર્સ ડે

વિવિધ દેશોમાં 'મધર્સ ડે' ની ઉજવણી વર્ષના અલગ- અલગ દિવસોએ થાય છે

વિવિધ દેશોમાં 'મધર્સ ડે' ની ઉજવણી વર્ષના અલગ- અલગ દિવસોએ થાય છે, કારણકે આ દિવસના મૂળ દરેક જગ્‍યાએ અલગ-અલગ છે. યુએસમાં મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. મધર્સ ડેની પ્રેરણા ારિટીશ ડેમાંથી મળી હતી જેની શરૂઆત અમેરિકન સિવિલ વોર પછી સામાજિક કાર્યકર્તા જૂલિયા વોર્ડ હો એ કરી હતી. આમ એક અંદાજ મુજબ આ ઉજવણીમાં આ વખતે 100 વર્ષ પુરા થયાં છે.

એક વિચાર મુજબ પ્રાચીન ગ્રીસમાં થતી માતાની પૂજાના રિવાજમાંથી આ દિવસની ઉજવણી શરૂ થયાનું માનવામાં આવે છે. આ તહેવાર ગ્રીક ભગવાનોની માતા સિબેલે માટે ઉજવાતો. આ તહેવાર વર્નલ ઈકિવનોકસ, એશિયા માઈનોર આસપાસ અને ધીમે ધીમે રોમમાં પણ 15 માર્ચથી 18 માર્ચ સુધી ઉજવાતો.

પ્રાચીન રોમમાં મેટ્રોનેલીયા નામનો પણ એક રજાનો દિવસ હતો જે જૂનો-ને સમર્પિત હતો. આ દિવસે સામાન્‍ય રીતે માતાઓને ભેટસોગાદો આપવામાં આવતી. અમુક દેશોમાં મધર્સ ડે વ્‍યકિતગત માતાઓની ઉજવણી માટે નહિ પણ ખ્રિસ્‍તીઓ માટે શરૂ કરવામાં આવ્‍યો હતો.

યુએસમાં મધર્સ ડે-
યુએસમાં મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. મધર્સ ડેની પ્રેરણા ારિટીશ ડેમાંથી મળી હતી જેની શરૂઆત અમેરિકન સિવિલ વોર પછી સામાજિક કાર્યકર્તા જૂલિયા વોર્ડ હો એ કરી હતી. આમ એક અંદાજ મુજબ આ ઉજવણીમાં આ વખતે 100 વર્ષ પુરા થયાં છે.

અમેરિકાના ફિલ્‍ડેલ્‍ફિયામાં રવિવારે ‘મધર્સ ડે'ની શતાબ્‍દી ઉજવવામાં આવી કારણ કે, અમેરિકામાં ‘મધર્સ ડે'ની ઉજવણી શરૂ થયાને એકસો વર્ષ પૂરાં થયાં છે. બરાબર એક સો વર્ષ અગાઉ આન્ના જરાવિસ નામની મહિલાએ પોતાની માતા આન્ના મેરી રિવ્‍ઝ જરાવિસની યાદમાં 11 મે 1908ના દિવસે સૌપ્રથમ ‘મધર્સ ડે' ઉજવ્‍યો હતો. તેની માતા ત્રણ વર્ષ અગાઉ મૃત્‍યુ પામી હતી. કુદરતની કરુણા જુઓ કે ‘મધર્સ ડે' ઉજવવાની શરૂઆત કરનાર પુત્રી આન્ન પોતે કદી માતા બની શકી નહોતી.

માતા આન્ના જરાવિસ મૂળ પશ્ચિમ ર્વિજનિયાની વતની હતી, પરંતુ 1896માં તે ફિલાડેલ્‍ફિયામાં આવી વસી હતી. ત્‍યાં તેની પુત્રી આન્નાએ છૂટક સામાન વેચવાની દુકાનો ધરાવતા જ્‍હોન વાના મેકરને ખાસ મનામણા કર્યા હતા કે, ફિલાડેલ્‍ફિયાની મધ્‍યે આવેલા તેના વિખ્‍યાત વાનામેકર બિલ્‍ડિંગમાં પોતાને ‘મધર્સ ડે' ઉજવવાની પરવાનગી આપે.

વાનામેકરે તેને પરવાનગી આપી અને આન્નાએ પહેલો ‘મધર્સ ડે'ઉજવ્‍યો તેના સમાચાર ચારે બાજુ ફરી વળ્‍યા. ત્‍યાર બાદ તો જાણે ‘મધર્સ ડે' ઉજવવાની હરીફાઈ ચાલી હતી. વર્ષોવર્ષ વધુ ને વધુ લોકો ‘મધર્સ ડે ‘ઉજવવા માંડયા હતા. આજે તો આખા વિશ્વના લોકો ‘મધર્સ ડે' ઉજવે છે. ગયા વર્ષે અમેરિકનોએ કાર્ડ, રેસ્‍ટોરન્‍ટ, ચોકલેટ અને ભેટસોગાદ વડે ‘મધર્સ ડે' ઉજવવા પાછળ 157 કરોડ ડોલર ખચ્‍ર્યા હતા.

આન્ના જરાવિસને ‘મધર્સ ડે' ઉજવવાની પરવાનગી આપનાર છૂટક સ્‍ટોર્સ ધરાવતા વાનામેકરને ખબર હતી કે આખા દેશમાં આ પ્રસંગની ચર્ચા થવાની છે, આ પ્રસંગનો વ્‍યાપારી લાભ પણ લેવો જોઈએ. તેણે 1994માં પોતાની વગ વાપરીને તે વખતના પ્રમુખ વુડ્રો વિલ્‍સન પાસે મધર્સ ડેને રાષ્ટ્રીય ઉત્‍સવ પણ જાહેર કરાવી દીધો હતો. આ ઉજવણીના સો વર્ષ પૂરાં થતાં વાનામેકર બિલ્‍ડિંગમાં 28541 પાઈપ ઓર્ગન વગાડીને ભવ્‍ય ઉજવણી કરાશે.

વિશ્વના વિવિધ ભાગોમાં મધર્સ ડે -
મોટાભાગના દેશોમાં મધર્સ ડે પશ્ચિમના દેશોમાંથી ઉઠાવેલો નવો વિચાર છે. મોટાભાગના આફ્રિકન દેશોમાં મધર્સ ડે ના મૂળ ખ્‍ા્રિટીશ વિચારમાંથી ઉઠાવેલા છે. જૉ કે આફ્રિકા ખંડમાં સંસ્‍થાનોની સ્‍થાપના પણ નહોતી થઈ ત્‍યારથી, સદીઓ પહેલાથી વિવિધ સંસ્‍કૃતિઓમાં માતા માટે ઘણા ઉત્‍સવો અને પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. પૂર્વ એશિયાના મોટાભાગોમાં, મધર્સ ડે એ યુએસએમાં ઉજવાતા મધર્સ ડે ના વ્‍યાપારીકરણના કોન્‍સેપ્‍ટમાંથી સીધો ઉઠાવેલો છે.

વિશ્વભરમાં મધર્સ ડે અલગ અલગ દિવસોએ ઉજવાય છે. જેમાં મોટાભાગના લોકો મે મહિનાના બીજા રવિવારે જયારે બાકીના ચોથા રવિવારે ઉજવે છે.