કુશ્તી : લગ્ન કરવુ હોય તો ખલીને હરાવો
બેનર : વીનસ રેકોર્ડ્સ એંડ ટેપ્સ નિર્દેશક : રાજીવ કુમાર સંગીત : તૌસિફ અખ્તર, શ્રીનિવાસ કે. કલાકાર ; ખલી, રાજપાલ યાદવ, નર્ગિસ, ઓમ પુરી, શરત સક્સેના, અસરાની, મનોજ જોશી. '
ધ ગ્રેટ ખલી' હવે અખાડાથી અભિનયની દુનિયામાં આવી ગયા છે અને તેમની પહેલી હિંદી ફિલ્મ છે 'કુશ્તી'. ખલી ફિલ્મમાં હોય તો આનાથી સુંદર નામ બીજુ શુ હોઈ શકે. હિમાચલ પ્રદેશના રહેનારા ખલીનુ અસલી નામ આમ તો દિલીપ સિંહ રાણા છે. '
કુશ્તી'માં ઉત્તર ભારતનુ એક ગામ બતાવવામાં આવ્યુ છે, જ્યા દર વર્ષે કુશ્તી થાય છે. આ ગામના બધા લોકો કુશ્તીના દીવાના છે. આવી જ રીતે અવતાર સિંહ (શરત સક્સેના) જેમની પુત્રી લાડલી(નરગીસ)સાથે ચંદર (રાજપાલ યાદવ)ને પ્રેમ થઈ જાય છે. પ્રેમના રસ્તો સહેલો નથી હોતો. લાડલીના પિતા ચંદરની આગળ શરત રાખે છે કે જો તે લાડલી જોડે લગ્ન કરવા માંગે છે તો તેણે સાત ફુટ લાંબા પહેલવાન ખલી સાથે કુશ્તી લડવી પડશે. આ લગ્ન ત્યારે જ થશે જ્યારે તે ખલીને આ કુશ્તીમાં હરાવી દેશે. શુ ચંદર પોતાના પ્રેમને મેળવવામાં સફળ થશે ખરો ?શુ તે ખલીને હરાવી શકશે ખરો ? કે પછી બિચારા ચંદરને નિરાશા જ સાંપડશે ? જાણવા માટે જોવી પડશે ફિલ્મ 'કુશ્તી'.