મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By સમય તામ્રકર|

ગેરમાર્ગે દોરાયેલા લોકોનું પરિણામ - અગર

IFM
નિર્માતા- નરેન્દ્ર બજાજ-શ્યામ બજા
નિર્દેશક - અનંત મહાદેવ
સંગીત- મિથુન
કલાકાર - તુષાર કપૂર, ઉદિતા ગોસ્વામી, શ્રેયસ તલપદે, વિકાસ કલંજી, સોફી

પ્રેમ જો ખોટી વ્યક્તિ જોડે થઈ જાય અને તે પણ લગ્ન પછી તો શુ પરિણામ ભોગવવું પડે છે, તેનું ચિત્રણ ફિલ્મ 'અગર'માં બતાવવામાં આવ્યું છે.

આ વાર્તા છે જાહ્નવી (ઉદિતા ગોસ્વામી). તેની એક કંપની છે. તે એક સુખભરી જીંદગી વીતાવી રહી છે. લગ્ન કરીને તે પોતાની ખુશીયોને વધારવા માંગે છે. ડોક્ટર અદિ મર્ચંટ (શ્રેયસ તલપદે) જોડે તેનું લગ્ન થઈ જાય છે. પરંતુ તે બંનેનું બિલકુલ નથી બનતું. લગ્ન કર્યા પછી તેની જીંદગી વધુ સુખના બદલે દુ:ખોથી ભરાય જાય છે.

જાહ્નવીની કંપનીમાં આર્યન (તુષાર કપૂર)નામનો યુવાન એપોઈંટ થાય છે. આર્યન તરફ જાહ્નવી એક ખેંચાણ અનુભવે છે. અને બહુ જલ્દી જ બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે અને તેમની વચ્ચે અનૈતિક સંબંધ પણ બંધાઈ જાય છે.

ક્યાંકને ક્યાંક જાહ્નવીનું મન તેને ધિક્કારે છે. તેને એવું લાગવા માંડે છે કે તે જે રસ્તા પર ચાલી રહી છે તે ઠીક નથી. તે પોતાના ભટકેલા મનને પાછું વાળવા માંડે છે. પરંતુ આર્યન તેના રસ્તાનો અવરોધ બની જાય છે અને તેને સંબંધ તોડવો મંજૂર નથી.

તેના ઈરાદા ખતરનાક છે. તે જાહ્નવીના પતિને પણ રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી ચૂક્યો છે. જાહ્નવી ચારે બાજુથી પોતાને મુસીબતોમાં સંપડાયેલી અનુભવે છે. આગળ શુ થશે ? તે જાણવા જુઓ 'અગર'.

'અગર' મહત્વપૂર્ણ છે આમને માટે -

તુષાર કપૂર - તુષાર કપૂરે આ ધારણા તોડવી પડશે કે તે પોતાના દમ પર ફિલ્મ નથી ચલાવી શકતા. આ વર્ષે પ્રદર્શિત ફિલ્મ 'ક્યા લવ સ્ટોરી હૈ'
IFM
અને 'ગુડ બોય બેડ બોય' જેવી ફ્લોપ ફિલ્મોએ આ ધારણાને મજબૂત કરી છે. 'શૂટ આઉટ એટ લોખંડવાલા'એ સફળતા મેળવી છે પણ તેનો શ્રેય તુષાર કપૂરને નથી આપી શકાતો. તેથી 'અગર'ની સફળતા તુષાર માટે જરૂરી છે.

IFM
ઉદિતા ગોસ્વામી - પાપ, ઝહેર અને અક્સર જેવી ફિલ્મોમાં કામ કરવા છતાં ઉદિતાનું બોલીવુડમાં કોઈ સ્થાન નથી. પોતાની ફિલ્મોની સફળતાને શેકવાનો ગુણ તેમને જલ્દી શીખવો પડશે. 'અગર' દ્વારા દર્શકો અને
નિર્માતાઓને પોતાની યાદ અપાવવાનો આ એક સારી તક છે.

અનંત મહાદેવન - નાના નિર્માતાઓની વચ્ચે અનંત લોકપ્રિય છે. 'અકસર'ને છોડીને તેમની બધી ફિલ્મો ફ્લોપ ગઈ છે. તાજેતરમાં પ્રસ્તુત 'વિક્ટોરિયા નં. 203' પણ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ નથી બતાવી શકી. 'અગર' ની સફળતા તેમની આબરૂને બચાવી શકે છે.