સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

ચલ ચલે

P.R
નિર્માતા : મહેશ પડાલકર
નિર્દેશક : ઉજ્જ્વલ સિંહ
વાર્તા-પટકથા-સંવાદ : વિજય રામચંદ્રુલા
ગીત : પિયુષ મિશ્રા
સંગીત : ઈલ્યારાજા
કલાકાર : મિથુન ચક્રવર્તી, રતિ અગ્નિહોત્રી, મુકેશ ખન્ના, દર્શન ઝરીવાલા, કંવલજીત, જયા ભટ્ટાચાર્ય

મુશ્કેલી આવવા પર બાળકો મોટાઓની પાસે સમાધાન માટે જાય છે, પરંતુ જો મોટાઓ જ બાળકો માટે મુશ્કેલી ઉભી કરી દે તો બાળકો ક્યાં જાય?

'ચલ ચલે' સ્ટોરી છે તે બાળકોની જેમના માતા-પિતા તેમની પર દબાણ નાંખે છે. આના કેટલાયે કારણો છે. માતા-પિતા ઈચ્છે છે બાળકો ભણે જેથી કરીને તેમને સારી નોકરી મળે. તેઓ સારૂ કામ કરી શકે. અમુક માતા-પિતા પોતાના અધુરા રહી ગયેલા સપનાઓને બાળકોના માધ્યમ દ્વારા પુર્ણ કરે છે. જે બાળકો આવો દબાવ સહન નથી કરી શકતાં તેઓ આત્મહત્યા કરવા જેવા પગલાં પણ ભરી લે છે.

P.R
આઠ છોકરા-છોકરીઓનું એક ગ્રુપ છે. આમાંથી નવનીતના પિતા (કંવલજીત) તેની પર દબાણ નાંખે છે કે તે વિજ્ઞાનનો વિષય લઈને આગળ ભણે. નવનીતને ખબર છે કે તે વિજ્ઞાનમાં નબળો છે પરંતુ તેના પિતા નથી માનતાં. નવનીતને કંઈ સમજણ નથી પડતી અને તે આત્મહત્યા કરી લે છે.

નવનીતના દોસ્ત મુદ્દાને ગંભીરતાથી સમજે છે અને સંજય (મિથુન ચક્રવર્તી) નામના વકીલની મદદ વડે એક આંદોલન પાલકો અને સરકારની વિરુદ્ધ શરૂ કરે છે. તેઓ ન્યાયની માંગણી કરે છે. ન્યાયાધીશ ભરત કુમાર (મુકેશ ખન્ના)ની પસંદગી કરવામાં આવે છે જેથી કરીને તેઓ બાળકોની વાત સાંભળીને તેમને ન્યાય આપી શકે.

P.R
આગળ શું થશે?
શું બાળકો વિશે કોઈ વિચારશે?
શું તે સાચુ છે?
શું નિર્ણય કરવામાં આવશે?
આ પ્રશ્નોના જવાબ મળશે 'ચલ ચલે' માં.