સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

જોર લગા કે હઈયા

P.R
નિર્માતા : બસંત તલરેજા, કાર્તિકેય તલરેજ
નિર્દેશક : ગિરીશ ગિરીજા જોશી
સંગીત : બાપી ટુટુલ
કલાકાર : મિથુન ચક્રવર્તી, મહેશ માંજરેકર, રિયા સેન, સચિન ખેડેકર, રાજ જુત્શી, સીમા બિસ્વાસ, ગુલશન ગ્રોવર, હાર્દિક ઠક્કર, આયેશા કાદુસ્કર

12 વર્ષીય કરણની જીંદગી સારી રીતે કપાઈ રહી હતી. ઘરમાં તેને બધા જ પ્રેમ કરતા હતા. સારી શાળામાં ભણતો હતો. સાંજે એક ઝાડની નજીક એ પોતાના મિત્ર રિતેશ, લડ્ડૂ અને પ્રિયાની સાથે ક્રિકેટ રમે છે.

કરણના ઘરથી દૂર એક ગંદો દેખાતો ભિખારી નાનકડી ઝૂંપડીમાં રહે છે. તેની પાસે કેટલાક ગંદા બેગ છે. બધા બાળકો એને રાવણ કહીને બોલાવે છે અને પોતાનો દુશ્મન સમજે છે.

P.R
13 વર્ષીય રામના માતા-પિતા મજૂર છે. એ પણ એક કંસ્ટ્રક્શન સાઈટ પર કામ કરે છે, જે કરણના ઘરની નજીક છે. એ મોટેભાગે કરણ અને તેના મિત્રોને ક્રિકેટ રમતો જુએ છે. રામનો સાઈટ મેનેજર ગુપ્તા તેની પાસેથી કલાકો કામ લે છે.

એક દિવસ રાવણ પર નજર રાખવા કરણ એક ઝાડ પર ટ્રી હાઉસ બનાવવાનો વિચાર કરે છે. ટ્રી હાઉસ બનાવવા માટે કેટલોક સામાન લેવા એ કંસ્ટ્રક્શન સાઈટ પર પહોંચે છે, જ્યા રામ કામ કરે છે. ગુપ્તાએ ગુસ્સાથી કરણને રામ બચાવે છે અને એ બંને સારા મિત્રો બની જાય છે. ટ્રી હાઉસ બનાવવામાં રામ, કરણ અને તેના મિત્રોની મદદ કરે છે.

બધા બાળકોનુ ટ્રી હાઉસ એક નવુ ઘર બની જાય છે, જ્યાં તેમની કોઈ હેરાન નથી કરતુ, બાળકોને આ જાણીને ખૂબ જ ગુસ્સો આવે છે કે તેમનો દુશ્મન રાવણ રાત્રે તેમના ટ્રી હાઉસમાં સૂઈ જાય છે. તેઓ તેને રોકવા માટે નવી તરકીબ વિચારે છે, પરંતુ તેમને આ વાતનો અહેસાસ પણ થાય છે કે જેમના ઘર નથી હોતા તેમને કેટલી તકલીફનો સામનો કરવો પડે છે.

P.R
આ સમસ્યાનો હલ એ શોધી શકે એ પહેલા એક વધુ સમસ્યા ઉભી થાય છે. ગુપ્તા પોતાના સાથી બક્ષીની સાથે એ ઝાડને કાપવાનો વિચાર કરે છે, જેના પર બાળકોનુ ટ્રી હાઉસ છે. આ બાબતે રાવણ બાળકોનો સાથ આપે છે. એક તરફ બાળકો અને ભિખારી રાવણ છે તો બીજી બાજુ શક્તિશાળી ગુપ્તા અને બક્ષી છે.

શુ બાળકો પોતાનુ ટ્રી હાઉસ એ શક્તિશાળી બિલ્ડરથી બચાવી શકશે ? વિકાસ જરૂરી છે કે પર્યાવરણ ? આ જાણવા માટે જોવી પડશે 'જોર લગા કે હઈયા'.