રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

નવી ફિલ્મ : ચક્રવ્યૂહ

બેનર : પ્રકાશ ઝા પ્રોડક્શન, ઈરોજ ઈંટરનેશનલ મીદિયા લિમિટેડ
નિર્માતા-નિર્દેશક : પ્રકાશ ઝા
સંગીત : સલીમ-સુલેમાન, વિજ્ય વર્મા, સુદેશ શાંડિલ્ય, શાંતનૂ મોઈના, આદેશ શ્રીવાસ્તવ
કલાકાર " અભય દેઓલ, અર્જુન રામપાલ, ઈશા ગુપ્તા, ઓમ પુરી, મનોજ વાજપેયી, અંજલિ પાટિલ, ચેતન પંડિત, સમીરા રેડ્ડી(આઈટમ સોંગ)

રજૂઆત તારીખ : 24 ઓક્ટોબર 2012

પોતાની ફિલ્મ દ્વારા કોઈ સામાજીક મુદ્દાએન ઉઠાવનારા ફિલ્મકાર પ્રકાશ ઝાએ પોતાની આગામી ફિલ્મ 'ચક્રવ્યૂહ'માં નક્સલવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. આ ભારતના અંદરની લડાઈ છે તેથી તેને યુદ્ધ તો નથી કહી શકાતુ, પરંતુ મોટાભાગે આ એક યુદ્ધ જ છે. દુશ્મન પણ આપણામાંનો જ એક છે. કેટલાક લોકોમાં અન્યાય, શોષણ અન ભેદભાવને લઈને આક્રોશ છે. તેમની વાત કોઈ સાંભળતુ નથી. તેથી તેઓ હિંસાની મદદ લે છે.
P.R
'
ચક્રવ્યૂહ'ની સ્ટોરી છ પાત્રો, આદિત્ય ખાન (અર્જુન રામપાલ), કબીર (અભય દેઓલ), રેહા મેનન (ઈશા ગુપ્તા), રંજન (મનોજ વાજપેયી) જૂહી (અંજલી પાટીલ) અને ગોવિંદ સૂર્યવંશી (ઓમપુરી)ની આસપાસ ફરે છે.

આદિલ એક પોલીસ ઓફિસર છે અને જે પણ નિયમ તોડે છે તે તેનો દુશ્મન છે. તેની પત્ની રેહા ઈંટેલિજેંસ ઓફિસર છે. રંજન એક ક્રાંતિકારી છે. ગોવિંદ લંડનમાં ભણેલો છે. પણ તે કોઈ કોર્પોરેટનો લીડર હોવાને બદલે તે એક આંદોલનનો લીડર બને છે. કબીર એક વિદ્રોહી છે અને તે આદિલ માટે ગમે તે કરી શકે છે. ગરીબીમાં ઉછરેલ જૂહીને બંદૂક ઉઠાવ્યા વગર છુટકો નથી.

આ બધા એક એવા ચક્રવ્યૂહમાં છે. જેમા તેમની વફાદારી, સત્ય, પ્રેમ અને વિશ્વાસની પરીક્ષા પગલે પગલે થતી રહે છે.