સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

નવી ફિલ્મ : જેલ

IFM
બેનર : પરસેપ્ટ પિક્ચર કંપની, ભંડારકર એંટરટેનમેં
નિર્દેશક - મધુર ભંડારકર
સંગીત - શરીબ સાબરી, તોશી સબરી, શમીર ટંડન
કલાકાર - નીલ નિતિન મુકેશ, મુગ્ધા ગોડસે, મનોજ વાજપેયી, આર્ય બબ્બર, ચેતન પંડિત, રાહુલ સિંહ

પરાગ દિક્ષિત (નીલ નીતિન મુકેશ)નુ માનવુ છે કે તેના પર ઈશ્વરની અપાર કૃપાક છે. પરાગની ઉંમર છે 25 વર્ષની આસપાસ. આ વયે તેની પાસે બધુ જ છે. સુખ-સગવડના બધા જ સાધનો, મનગમતુ કામ અને સુંદર ગર્લફ્રેંડ. માનસી (મુગ્ધા ગોડસે)પણ પરાગને ખૂબ જ પ્રેમ કરે છે.

IFM
પરાગની જીંદગીમાં એક દિવસ એવો વળાંક આવી જાય છે કે તેને જેલ ભેગુ થવુ પડે છે. પોલીસ તેને ખૂબ મારે છે. જેલ તેને નરક જેવી લાગે છે. પરાગને લાગે છે કે આ એક ખારબ સ્વપ્ન છે પણ પછી એ હકીકત સ્વીકારે છે કે જેલ એક એવી દુનિયા છે જેના વિશે તેણે કદી વિચાર્યુ પણ નહોતુ.

જેલમાં પરાગની મૈત્રી નવાબ (મનોજ વાજપેયી)સાથે થાય છે, જે 20 વર્ષથી જેલની સજા ભોગવી રહ્યો છે. નવાબથી બધા ગભરાય છે અને કોઈને પૂછવાની હિમંત નથી થતી કે તે જેલમાં કેમ છે ? નવાબનુ દિલ કહે છે કે પરાગ નિર્દોષ છે. જેલની બહાર માનસી જ તેની એકમાત્ર આશા છે.

IFM
ટૂંક સમયમાં જ, પરાગ જેલના આંતરિક તંત્ર સાથે પરિચિત થાય છે. તેને જાણ થાય છે કે જેલની અંદર કેવા પ્રકારની અંધાધૂંધી ચાલી રહી છે. કેટલાય નિર્દોશ લોકો સજા કાપી રહ્યા છે અને કેટલાય તો જેલમાં જ એશ કરી રહ્યા છે.

પરાગની સામે બે જ વિકલ્પ છે. એ પોતાનુ શોષણ થવા દે કાં તો જેલની વ્યવસ્થા વિરુધ્ધ અવાજ ઉઠાવે.