ફાઈન્ડિંગ ફેની રિલીઝ પહેલા જ રેકોર્ડ સર્જશે

ફાઈન્ડિંગ ફેની રિલીઝ પહેલા જ રેકોર્ડ સર્જશે

Last Modified સોમવાર, 28 જુલાઈ 2014 (16:20 IST)
હોમી અડાજણીયાના ફિલ્મ ફ્રાઈનડિંગ ફેની ફરી એક વખત ચર્ચામાં છે. અર્જુન કપૂર અને ડિમ્પલ કાપડિયા એમ મલ્ટી સ્ટાર આફિલ્મ બોલીવુડ ઈતિહાસમાં નવો ચીલો ચાતરવા જઈ રહી છે.

ફિલ્મના નિર્માતાઓએ એક નિર્ણય લઈને ફિલ્મ રિલીઝ થવાના 17 દિવસ પહેલાં જ એટલે કે 25 ઓગસ્ટના રોજ તેનો પ્રીમીયર યોજવાનું નક્કી કર્યું છે. બોલીવુડમાં ફિલ્મ રિલીઝ થવાની હોય તેના પહેલાં કોઈએ આટલો વહેલો પ્રીમિયર યોજ્યો નથી તે જોતાં આ એક રેકોર્ડ કહી શકાય . જે આ ફિલ્મના નિર્માતા મેડોક ફિલ્મસ અને ફોક્સ સ્ટાર સ્ટૂડિયોનો આત્મવિશ્વાસ દર્શાવે છે .

ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ વિજેને જણાવ્યું હતું કે ફિલ્મ રિલીઝના બે સપ્તાહ પહેલાં તેનો પ્રીમિયર યોજવામાં આવશે. અમે ઓપિનીયન મેકર બનવા માંગીએ છીએ અને રેગ્યુલર મૂવી જોવા જતાં લોકો તેમનું મંત્વય રજૂ કરી શકશે. જેના કારણે વિવિધ મંતવ્યો જાણવા મળશે અને આ એક સારી નિશાની છે.

ફોક્સ સ્ટૂડિયોના ચીફ માર્કેટિંગ ઓફિસર શિક્ષા કપૂરે ઉમેર્યું હતું કે અમને ફાઈન્ડિંગ ફેની પર વિશ્વાસ અને ગૌરવ છે. હોમીએ સુંદર ફિલ્મ બનાવી છે . ફાઈન્ડિંગ ફેની 12 સપ્ટેમબરના રોજ રિલીઝ થશે.


આ પણ વાંચો :