સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

માય નેમ ઈઝ ખાન

IFM
નિર્માતા : હીરુ યશ જોહર, ગૌરી ખાન
નિર્દેશક - કરણ જોહર
વાર્તા-સ્ક્રીનપ્લે - શિબાની બાઠિજા
ગીત - નિરંજન આયંગર
સંગીત - શંકર-અહેસાન-લોય
કલાકાર - શાહરૂખ ખાન, કાજોલ, જિમી શેરગિલ, ઝરીના વહાબ
રિલીઝ ડેટ - 12 ફેબ્રુઆરી 2010

રિઝવાન ખાન (શાહરૂખ ખાન) - મારુ નામ રિઝવાન ખાન છે. હું તમને થોડો જુદો લાગી શકુ છુ કારણ કે હું એસ્પર્જર સિંડ્રોમથી પીડિત છુ. આ બીમારુનુ નામ ડોક્ટર હંસ એસ્પર્જરના નામ પર મૂકવામાં આવ્યુ છે, જેમણે બાળકોમાં સૌ પહેલા આ લક્ષણને ઓળખ્યુ હતુ. એસ્પર્જર થવાનો એ અર્થ નથી કે હું મૂર્ખ છુ. હું ખૂબ બુધ્ધિશાળી છુ, પરંતુ લોકોને સમજવામાં મને મુશ્કેલી પડે છે. મને સમજાતુ નથી કે લોકો આવી વાતો કેમ કરે છે, જેનો કોઈ મતલબ નથી હોતો. ઉદાહરણ તરીકે, તેઓ મને કહે છે કે તમે કોઈ પણ સમયે મારી ઘરે આવી શકો છો અને હું જ્યારે તેમની ઘરે જઉં છુ તો તેઓ કહે છે કે તમે આ સમયે કેમ આવ્યા ? કેટલાક લોકોને લાગે છે કે હું અસભ્ય છુ, જ્યારે કે એવુ નથી. મારી મા કહે છે કે દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે સારા અને ખરાબ, હુ સારો વ્યક્તિ છુ

IFM
ફિલ્મની વાર્તા : રિઝવાન ખાન એક ભારતીય મુસ્લિમ છે, જે પોતાના ભાઈ અને ભાભીની સાથે રહેવા માટે સેનફ્રાંસ્સિકો જતો રહે છે. એસ્પર્જરથી પીડિત રિઝવાનને મંદિરા(કાજોલ) સાથે પ્રેમ થઈ જાય છે. પોતાના પરિવારનો વિરોધ હોવા છતા બંને લગ્ન કરી લે છે અને એકસાથે બિઝનેસ શરૂ કરે છે. 11 સપ્ટેમ્બર 2001 સુધી બંને ખુશ હતા, પરંતુ આ દિવસે થયેલ ઘટના પછી મુસ્લિમો પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલાય ગયો. આ બરબાદીની અસર રિઝવાન અને મંદિરાના સંબંધો પર પડી અને મંદિરા તેનાથી અલગ થઈ ગઈ. રિઝવાનને કશુ જ સમજાયુ નહી અને તે આ વાતથી ખૂબ જ નારાજ હતો કે મંદિરાએ તેને છોડી દીધો. તેને પોતાની જીંદગીમાં પરત લાવવા માટે એ સંપૂર્ણ અમેરિકાની એક અનોખી યાત્રા પર નીકળી પડે છે.

'માય નેમ ઈઝ ખાન' એક અપરંપરાગત હીરોના વિજયની વાર્તા છે. જે તમામ મુસીબતોનો સામનો કરી પોતાના પ્રેમને ફરી મેળવવામાં સફળ થાય છે.