આ સમયે હાસ્ય ફિલ્મોને પસંદ કરવામાં આવી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખતા નિર્માતાદ્વય રંજન પ્રકાશ અને સુરેન્દ્ર ભાટિયાએ હાસ્ય ફિલ્મ 'રામા-રામા ક્યા હૈ ડ્રામા' નું નિર્માણ કર્યુ છે આ બંને આ પહેલા સફળ ફિલ્મ 'ટોમ ડિક એન્દ હૈરી' નુ નિર્માણ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં ત્રણ લગ્નેત્તર જોડાની વાર્તા સ્ટોરી રજૂ કરવામાં આવે છે.
IFM
બેંકમં કામ કરનારો સંતોષ (રાજપાલ યાદવ) એક એવી છોકરી જોડે લગ્ન કરવા માગે છે, જે દિવસ-રાત પતિની સેવા કરે. પતિની દરેક આજ્ઞાને આંખ બંધ કરીને પાલન કરે. તેમના ચરણોમાં દાસી બનીને રહે.
આવી છોકરી શોધવામાં સંતોષની મદદ તેના પડોસી મિસ્ટર ખુરાના (અનુપમ ખેર) અને મિસેસ ખુરાના ( રતિ અગ્નિહોત્રી) કરે છે. તે એક એવી છોકરી શાંતિ (નેહા ધૂપિયા) શોધી કાઢે છે.
મિસ્ટર અને મિસેસ ખુરાનાની સલાહને માનીને સંતોષ શાંતિની સાથે લગ્ન કરી લે છે. લગ્ન પછી સંતોષને જાણ થાય છે કે શાંતિ એવી છોકરી નથે જેવી તેણે વિચારી હતી. તેના સપના તૂટી જાય છે. તે કારણે સંતોષ અને શાંતિની જીંદગીમાં અસંતોષ અને અશાંતિની બોલબાલા રહે છે.
IFM
જે બેંકમાં સંતોષ કામ કરે છે તે બેંકમાં પ્રેમ (આશીષ ચૌધરી) મેનેજર હોય છે. પ્રેમની પત્ની ખુશી (અમૃતા અરોરા) પોતાના પતિને મુઠ્ઠીમાં રાખવા માગે છે જે પ્રેમને પસંદ નથે. તેથી તેના લગ્ન જીવનમાં ખટપટ ચાલતી રહે છે.
માણસને દરેક બીજો માણસ વધુ સુખી લાગે છે. આ જ હાલત સંતોષનો પણ રહે છે. તે બીજી સ્ત્રીઓના વિશે કલ્પના કરવા માંડે છે કે તેની પત્ની આવી હોત તો તેની જીંદગી કેટલી આનંદદાયી હોત.
છેવટે કેવી રીતે તેની પત્ની તેને ગમવા માંડે છે, આ ફિલ્મમાં મનોરંજક રીતે બતાવવામાં આવ્યુ છે.