સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

રોક : હોરર અને સસ્પેંસનો મેળ

IFM
નિર્માતા : કૃષ્ણ ચૌધરી, સુમીત સહેગલ, વિપિન જૈન.
નિર્દેશક - રાજેશ રણસિંધે
કલાકાર - તનુશ્રી દત્તા, ઉદીતા ગોસ્વામી, શાદ રંઘાવા, સચિન ખેડકર

અનુષ્કા (તનુશ્રી દત્તા) અને અહાના (ઉદીતા ગોસ્વામી) સગી બહેનો છે. અનુષ્કાનુ લગ્ન તેના વયમાં ઘણા મોટા રવિ (સચિન ખેડકર)સાથે થઈ જાય છે. રવિની પહેલી પત્નીનુ એક દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયુ હતુ. અનુષ્કાના આ લગ્નથી ન તો એની મમ્મી ખુશ છે કે ન તો તેની નાની બહેન. પરંતુ ધીરે ધીરે વાતાવરણ બદલવા માંડે છે.

IFM
રવિ અને અનુષ્કાના લગ્નની બીજી વર્ષગાંઠ છે. આ ખુશીના પ્રસંગે તે અનુષ્કાને એક બંગલો ભેટમાં આપે છે. બંને ત્યાં રહેવા માટે જાય છે, પરંતુ ત્યાં અનુષ્કા સાથે વિચિત્ર ઘટનાઓ બને છે. આ વિશે અનુષ્કા પોતાના પતિને બતાવે છે અને તેઓ પોતાના જૂના ઘરે પરત ફરે છે.

જૂના ઘરમાં પણ આ ઘટનાઓ રોકાતી નથી અને અનુષ્કાને શક થાય છે કે આ ઘટનાઓ પાછળ રવિની પ્રથમ પત્ની પૂજાનો હાથ છે. તે તાંત્રિકની પણ મદદ લે છે. આ દરમિયાન તેના પતિની હત્યા થઈ જાય છે અને આરોપ અનુષ્કા પર આવી જાય છે.

IFM
પોતાની બહેનને મુસીબતમાં જોઈ અહાના તેની મદદ કરવા આવે છે. પોલીસ ઓફિસર રણવીર (શાદ રંઘાવા)આ કેસની તપાસ કરી રહ્યો છે. અહાના અને રણવીરની મુલાકાત થાય છે અને બંને પોતપોતાની રીતે કામ કરવુ ચાલુ કરી દે છે.

લોહિયાળ રમત રોકાતી નથી. રહસ્ય વધુને વધુ ધેરાતુ જાય છે. કોણ છે આ બધાની પાછળ ? તે આવુ કેમ કરી રહ્યુ છે ? શુ અહાના અને રણવીર આની તપાસ કરી શકશે ખરા ? જાણવા માટે જુઓ 'રોક'.