રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

લફંગે-પરિન્દે : અનોખી લવ સ્ટોરી

બેનર : યશરાજ ફિલ્મ્સ
નિર્માતા : આદિત્ય ચોપડા
નિર્દેશક : પ્રદીપ સરકાર
સંગીત : આર. આનંદ
કલાકાર : નીલ નીતિન મુકેશ, દીપિકા પાદુકોણ
રીલીઝ ડેટ : 20 ઓગસ્ટ 2010
P.R

લફંગે પરિન્દે મુંબઈની ગલીઓમાં રહેનારા યુવાઓના એક સમૂહની વાર્તા છે જે સ્ટાઈલના દિવાના છે, જેમનામાં એટ્ટીટ્યુડ છે અને કલાકારો સુધી પહોંચવાની ઈચ્છા છે. સાથે જ તેઓ નંદૂ (નીલ નીતિન મુકેશ)અને પિંકી (દીપિકા પાદુકોણ)ની લવ સ્ટોરી પણ છે, જે મિત્રથી પ્રેમી બની જાય છે.

P.R

નંદૂ ખૂબ જ વિચિત્ર માણસ છે. એવુ લાગે છે કે તે ફાઈઅ કરવા માટે જ જન્મ્યો છે. તેને વન-શોટ નંદૂ કહેવામાં આવે છે. ગલીઓમાં થનારી ફાઈટિંગમાં તેનો કોઈ મુકાબલો નથી. જીતવા માટે તે ક્રૂર અને જંગલી બની જાય છે. આંખો પર પટ્ટી બાંધીને તે બોક્સિંગની રિંગમાં પોતાના પ્રતિદ્વંદીને નોક આઉટ કરી દે છે. તે વન શોટ પોતાની શરતો પર જીંદગી જીવે છે અને પોતાના મિત્રો વચ્ચે હીરો છે. પિંકી સાથે તેની મુલાકાત થાય છે અને અચાનક બધુ બદલાવા માંડે છે.

P.R

વાત કરી એ પિંકીની. આખુ નામ પિંકી પાલકર. તે આંધળી છે, પરંતુ કોઈનાથી કમ નથી. તેને ટેલેંટનો પાવર હાઉસ કહેવામાં આવે છે. એક મોલમાં તે એક બોરિંગ '9 ટૂ 5' નોકરી કરે છે. સ્કેટ પહેરીને તે શાનદાર ડાંસ કરે છે. પ્રતિભાશાળી મજબૂત ઈરાદાવાળી આ છોકરીના સપના ઘણા ઉંચા છે. તેનુ વ્યક્તિત્વ એવુ છે કે મોટાભાગના લોકો તેનાથી ગભરાય છે. તેની ઈચ્છા છે કે તે પોતાના વિસ્તારના 'લૂઝર્સ'થી અલગ પોતાની એક ઓળખ બનાવે. પોતાના ટેલેંટ દ્વારા તે સાબિત કરી શકે છે કે તે દોડમાં જીતી શકે છે. તેના આ લક્ષ્યમાં એક નાનકડો અવરોધ છે અને એ છે તેનુ આંધળા હોવુ.

નંદૂ અને પિંકી બે જુદા વ્યક્તિત્વ છે. તેમની મુલાકાત થાય છે અને પ્રેમ થાય છે. 'લફંગે પરિન્દે' એક આંખો પર પટ્ટી બાંધીને લડાનરા સ્ટ્રીટ ફાઈટર અને આંધળી ડાંસરની વાર્તા છે જે પોતાના ચાર મિત્રો સાથે અશક્યને મેળવવાની યાત્રા પર નીકળે છે.

શુ વન-શોટ નંદૂ પ્રેમ કરતા શીખી જશે ?
હુ પિંકી ક્યારેય જોઈ શકશે ખરી ?
જાણવા માટે જોવી પડશે 'લફંગે પરિન્દે'.