સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

લમ્હા : કાશ્મીરની વાર્તા

બેનર : જીએસ એંટરટેનમેંટ પ્રા.લિ.
નિર્માતા : બંટી વાલિયા, જસપ્રીત સિંહ વાલિયા
નિર્દેશક : રાહુલ ઢોલકિયા
સંગીત : મિથુન
કલાકાર : સંજય દત્ત, બિપાશા બાસુ, કુણાલ કપૂર, શેરનાઝ પટેલ, અનુપમ ખેર, યશપાલ શર્મા
IFM

કાશ્મીરને ક્યારેક ધરતીનુ સ્વર્ગ કહેવાય છે, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આતંકવાદના નામે લોહી વહી રહ્યુ છે. જે માટે ઘણા લોકો જવાબદાર છે. નેતા, ઓફિસર, આર્મી અને પોલીસ ઓફિસર જેવ લોકોમાં પણ ઘણા ભ્રષ્ટ થઈ ગયા છે. આ લોકો પૈસા માટે અશાંતિ ફેલાવી રહ્યા છે.

વિકમ(સંજય દત્ત) નામના એક એમઆઈ ઓફિસરને સીક્રેટ મિશન પર મોકલવામાં આવે છે, જે ખૂબ ખતરનાક છે. તેમને ફક્ત કાશ્મીરને બળતા રોકવાનુ છે, પરંતુ એ લોકોને પણ બેનકાબ કરવો છે જે આતંક ફેલાવી રહ્યો છે.

ઘાટીમાં જે દિવસે વિક્રમ પગ મૂકે છે તે જ દિવસે સ્વતંત્રતાવાદી નેતા હાજી(અનુપમ ખેર) એક બોમ્બ વિસ્ફોટમાં બચી જાય છે. શુ આ વિસ્ફોટ અને વિક્રમના ઓપરેશન વચ્ચે કોઈ સંબંધ છે ? આ ગુત્થીને સમજવા માટે વિક્રમ એક યુવા, આક્રમક અને હાજીની શિષ્યા અજીજા (બિપાશા બાસુ)ને પોતાની તરફ કરે છે.

તેઓ એક એવી યાત્રા પર સાથે ચાલે છે, જે ષડયંત્ર, શંકા, વિશ્વાસઘાત અને સંકટોથી ભરેલી છે, પરંતુ હકીકતને બહાર લાવવા માટે તેઓ કટિબદ્ધ છે. ઈંવેસ્ટીગેશન દરમિયાન એવી વાતો સામે આવે છે કે વિક્રમ અને અજીજાના દ્રષ્ટિકોણ અને વિચારધારામાં બદલાવ આવી જાય છે. કાશ્મીરની આઝાદીને માટે લડનારા લોકોના ખરાબ ઈરાદા, નેતાઓ અને આતંકવાદીઓની વચ્ચે ભ્રષ્ટ સંબંધ તેમને સામે આવે છે.

શુ વિક્રમ કાશ્મીરને ફરી સ્વર્ગ બનાવવામાં સફળ થશે ? જાણવા માટે જુઓ 'લમ્હા'.